SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ હવે આચાર્યવર્ય અમૃતચંદ્રજી નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા સમયસાર કળશ (૨) પ્રકાશે છે - अनुष्टुप् तद् ज्ञानस्यैव सामर्थ्यं विरागस्य च वा किल । यत्कोऽपि कर्मभिः कर्म भुंजानोऽपि न बध्यते ॥१३४॥ તે જ્ઞાનનું જ સામર્થ્ય, ને વિરાગનું વા ખરે ! જે કોઈ કર્મથી કર્મ, ભોગતાં ય બંધાય ના. ૧૩૪ અમૃત પદ-(૧૩૪) જ્ઞાન તણું સામર્થ્ય તેહ છે, વા વૈરાગ્ય તણું જ ખરે ! કર્મોથી જે કર્મ ભોગ'તાં, કોઈ ન બંધન સ્પર્શ કરે... જ્ઞાનતણું સામર્થ્ય. ૧ ભોગી છતાં યે યોગી એ તો, જ્ઞાની સાચો જેહ ઠરે, ભગવાન અનુભવ અમૃત સિંધુ, નિત્ય નિમજ્જન તેહ કરે... જ્ઞાનતણું સામર્થ્ય. ૨ અર્થ - - તે ખરેખર ! જ્ઞાનનું જ સામર્થ્ય છે અને અથવા વિરાગનું જ સામર્થ્ય છે, કે જે કોઈ પણ કર્મોથી કર્મ ભોગવતાં છતાં બંધાતો નથી ! ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે, એકલાં ન હોય.’' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪ ‘‘મહિમા સમ્યક્ જ્ઞાન કી, અરુ વિરાગ બલ જોઈ, ક્રિયા કરત ફલ ભુંજતેં, કરમ બંધ નહિ કોઈ.'' - શ્રી બના. કૃત સ.સા. નિર્જરા અ. ૩ પરમર્ષિ અમૃતચંદ્રજીએ આ પછીની ગાથાના ભાવનું સૂચન કરતો આ પરમ તત્ત્વ નિષ્કર્ષ રૂપ ઉત્થાનિકા કળશ પ્રકાશ્યો છે यत्कोऽपि कर्मभिः कर्म भुंजानोऽपि न શાની અબંધ : જ્ઞાનનું વધ્યુતે - કોઈ કર્મો વડે કર્મ ભોગવતાં છતાં જે બંધાતો નથી, તે ખરેખર ! સામર્થ્ય વા વૈરાગ્યનું સામર્થ કાં તો જ્ઞાનનું જ સામર્થ્ય છે, કાં તો વિરાગનું જ સામર્થ્ય છે, અથવા જ્ઞાન-વૈરાગ્ય એ બન્નેનું સામર્થ્ય છે तद् ज्ञानस्यैव सामर्थ्यं विरागस्य च વાતિ । અર્થાત્ ‘કર્મોથી' મન-વચન-કાયાની નાના પ્રકારની ઉપભોગાદિ ક્રિયાથી ‘કર્મને' નાના પ્રકારના પૂર્વ કર્મના ઉદય રૂપ કર્મને ‘કોઈ’ - અકળ સ્વરૂપવાળો વિરલો શાની ભોગવે છે, છતાં કર્મોથી બંધાતો નથી ! - એ પરમ આશ્ચર્યકારી અદ્ભુત ઘટનાનું રહસ્ય એ છે, કે તે તેમ બનવા પામે છે તે જ્ઞાનના જ સમર્થપણાને લઈને અને (અથવા) ‘વિરાગ'ના જ - વીતરાગ ભાવના જ સમર્થપણાને લઈને બનવા પામે છે. - આકૃતિ જ્ઞાન વા વૈરાગ્યનું સામર્થ્ય → કર્મ ભોગવતાં છતાં કર્મથી ન બંધાય બનારસીદાસજીએ આપેલા સપ્ત દૃષ્ટાંત - પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજીના આ તત્ત્વ અમૃતસંભૃત કળશના બીજભૂત ભાવને સપ્ત દૃષ્ટાંતથી ઓર બહલાવીને કવિવર બનારસીદાસજી પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી કવે છે કે - (૧) જેમ રાજા ‘કૌતુક સ્વરૂપ' - કુતૂહલ સ્વરૂપ નીચ કર્મ કરે તે ભલે ‘કૌતુકી' - કુતૂહલી કહેવાય, પણ તે રાજાને રંક કોણ કહે ? (૨) જેમ વ્યભિચારિણી વ્યભિચાર વિચારે છે, તેનો જારમાં જ પ્રેમ છે ને ૨૦૨
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy