SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ઈદ્રિયોથી ઉપભોગ કરે છે અને તે કરતાં તે અચેતન પરદ્રવ્ય પ્રત્યે આસક્તિ રૂપ - સ્નેહ રૂપ રાગભાવ તેને ઉપજે છે, એટલે તે “નિગ્ધ” - સ્નેહાળ (I) “ચીકાશદાર' મિથ્યાષ્ટિ સરાગને પૂર્વે ચોટેલા પુદ્ગલ કર્મ ઉદયમાં આવી વિષય ઉપભોગ ફળ દેતાં દેતાં નવાં નવાં કર્મ ચોંટવા રૂપ - બંધ રૂપ જ થાય છે ! આમ પરવસ્તુમાં સરાગપણારૂપ આસક્તિને લીધે મિથ્યાષ્ટિ જીવ બંધાય છે એ પરવસ્તુમાં આત્મબુદ્ધિ રૂપ મહામોહનો - દર્શનમોહનો જ પ્રભાવ છે. આ મહામોહને લીધે જ વિષયાસક્ત મિથ્યાષ્ટિ જીવ “ભવાભિનંદી હોય છે, સંસાર રૂડો છે ભલો છે એમ વિષય બુભુ! ભવન - સંસારને અભિનંદનારો હોય છે. શ્રી હરિભદ્રાચાર્યજીએ “યોગદૃષ્ટિ ભવાભિનંદી મિથ્યાદેષ્ટિ સમુચ્ચય' ગ્લો. ૭૯માં* કહ્યું છે તેમ “જન્મ મરણ જરા વ્યાધિ રોગ શોક વગેરેથી ઉપદ્રવ પામેલા સંસારને દેખતાં છતાં તે અતિમોહને લીધે ઉગ પામતા નથી !' અર્થાતુ સંસારનું પ્રગટ દુઃખદ સ્વરૂપ પ્રત્યક્ષ દેખતાં છતાં તેઓ તેથી ઉદ્વેગ પામતા નથી - કંટાળતા નથી, ઉલટા તેમાં જ ગાઢ મોહ પામે છે ! પુનઃ પુનઃ જન્મવું," પુનઃ પુનઃ મરવું, પુનઃ પુનઃ જનનીના જઠરમાં ગર્ભવાસ કરવો, પુનઃ પુનઃ ચારે ગતિમાં રખડવું, એવી અત્યંત પ્રગટ દુઃખમય અવસ્થાઓ પુનઃ પુનઃ આ સંસારમાં પ્રત્યક્ષ અનુભવવી પડે છે, છતાં આ સંસારથી આ મોહમૂઢ જીવ ઉદ્વેગ પામતા નથી, તેમાંથી ઉદ્ એટલે અત્યંત વેગથી ભાગી છૂટવાનો વિચાર કરતા નથી. એટલું જ નહિ પણ તેને ઉલટા દઢ આસક્તિથી ગાઢ વળગી રહે છે, એ કાંઈ જેવું તેવું આશ્ચર્ય નથી. ખરેખર ! આ બધું મહામોહનું જ વિલસિત છે. “અતિ મોહથી' - મોહના અતિશય પ્રબળપણા રૂપ હેતુથી આ મહામોહમૂઢ જીવો તે સંસારથી ઉદ્વેગ-કંટાળો પામતા નથી, સૂગ પામતા નથી, તેથી ત્રાસી જઈ તેનો અંત આણવાને ઈચ્છતા નથી ! ઉલટા મોહથી મુંઝાઈ જઈને તેને જ દઢ આસક્તિથી વળગી રહે છે ! તેમાં જ રાચે છે ! સંસાર સમુદ્રનું ખારું પાણી હોંસથી મીઠું માનીને પીએ છે ! ને પોતાના “ભવાભિનંદી' નામને સાર્થક કરે છે ! કારણકે મિથ્યાદેષ્ટિને સર્વ ભૂલની બીજભૂત ભૂલરૂપ આત્મસ્વરૂપનું અજ્ઞાન અથવા પરવસ્તુમાં આત્મબુદ્ધિ રૂપ વિપર્યાસ છે, “આપ આપકું ભૂલ ગયા !' એ જ મોટામાં મોટી કેન્દ્રસ્થ ભૂલ છે, તે મૂલગત ભૂલથી બીજી ભૂલોની પરંપરા નીપજે છે. તે એટલે સુધી આત્માનું પતન થાય છે કે તેની વૃત્તિ વિષયાકાર બની જાય છે. પંચ ઈદ્રિયોના વિષયોમાં તે એટલો બધો તન્મય થઈ જાય છે કે તે પોતાનું મૂળ સ્વરૂપ સાવ ભૂલી જઈ, વિષયોમાં જ સર્વસ્વ માની તેની ગવેષણામાં અહોનિશ મંડ્યો રહે છે ! અને વિષય તૃષ્ણાથી આર્ત ને તપ્ત બની નિરંતર દુઃખ અનુભવે છે, છતાં તે વિષયોનો કીડો વિષયોનો કેડો મૂકતો નથી ! ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! આવો તે વિષય બુમુક્ષુ મિથ્યાષ્ટિ જીવ શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથામાં મહાત્મા સિદ્ધર્ષિએ અનુપમ શૈલીથી તાદેશ વર્ણવેલા તે “ નિષ્ફશ્યક રંક'ના જેવું સમસ્ત ચેરિત કરે છે, ને કરમાં ઘટપાત્ર લઈ રાતદિવસ વિષય-કદન્નની ભિક્ષાર્થે ભમે છે ! અને આમ જ્યાં લગી આ સંસાર સમુદ્રનું વિષય સેવન રૂ૫ ખારું પાણી પીવાની હોંસ જીવ ધરાવે ત્યાં લગી તેને બોધબ્રીજ પામવાની કે ઉગવાની આશા રાખવી તે વૈરાગ્ય જલથી ચિત્તભૂમિની આકાશ કુસુમવતુ છે. જ્યાં લગી આ વિષયાભિલાષ રૂપ ખારું પાણી આર્દ્રતાની જરૂર પીવાનું છોડી દઈ, ચિત્તમાં દૃઢ વૈરાગ્ય રંગ ન લાગે, ભાવોગ ન ઉપજે, ત્યાં લગી જ્ઞાનનો ઉદ્દભવ થવો સંભવતો જ નથી. પણ જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ દુઃખમય સંસારનું સાચું યથાતથ્ય સ્વરૂપ વિચારતાં જેને સહજ નામૃત્યુગનાથપરાશાવાયુક્તમ્ | વીલનાના પર્વ રોગિષતિમોતઃ ” . શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય, શ્લો. ૭૯ "दीप्तोभयाग्रवातारिदारूदरगकीटवत् । બન્મમૃત્યુસમરે શરીરે વત સીસ !” - શ્રી ગુણભદ્રસ્વામીજી કૃત “આત્માનુશાસન “પુન ગનનું પુનર મi, ઉનાઈ મનની શાનં ”. શ્રી શંકરાચાર્ય ૧૯૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy