SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ સંવર પ્રરૂપક પંચમ અંકઃ સમયસાર ગાથા ૧૮૭-૧૮૮-૧૮૯ એટલે તે સમસ્ત પરદ્રવ્યની ઈચ્છાનો પણ “પરિહાર' - પરિત્યાગ - સર્વથા ત્યાગ કરે છે, એથી કરીને આમ પરભાવ રૂપ - યોગ રૂપ બાહ્ય સંગનો અને વિભાવ રૂ૫ - સમસ્ત પરભેચ્છા ઈચ્છા રૂપ આત્યંતર સંગનો સર્વથા પરિત્યાગ કર્યો હોવાથી તે “સર્વસંગથી પરિહારથી સમસ્ત સંગમુક્તિ વિમુક્ત” - સર્વથા મુક્ત થાય છે. (૪) અને આમ જે પરભાવ - વિભાવ રૂપ સર્વ સંગથી વિમુક્ત થાય છે, તે જ “નિત્યમેવ અતિનિપ્રકંપ” - સર્વથા પ્રકંપ રહિત થાય છે, અર્થાત્ સમસ્ત પરભાવ - વિભાવથી મુક્ત અને સ્વભાવથી યુક્ત એવો તે પરભાવ - વિભાવનું ખેંચાણ - આકર્ષણ (Pull or attraction) વિરામ પામતાં લેશ પણ કંપાયમાનપણું નહિ રહ્યું હોવાથી સદાય અતિનિપ્રકંપ હોય છે, સર્વથા કંપ - ચલાયમાનપણા રહિત - અચલાયમાન હોય છે, જરા પણ ન ડગે – ન ચળે એવા સુરાચલ મેરુ જેવો અચલ હોય છે. અને આવો જે નિત્યે જ “અતિ નિષ્પકંપ' હોય છે, તે જ કર્મ-નોકર્મનો લેશ પણ સંસ્પર્શ નહિ કરતા (Without the slightest touch or contact), પોતાના આત્માને જ અતિ નિકંપતાઃ કર્મ-નોક આત્માથી ધ્યાવે છે, અર્થાત્ આઠ પ્રકારનું જે દ્રવ્યકર્મ તેમજ રાગ-દ્વેષ-મોહ અસંસ્પર્શથી આત્મધ્યાન જે ભાવકર્મ અને પાંચ પ્રકારનું શરીર જે નોકર્મ. તે હું નથી ને મ્હારૂં સ્વરૂપ એકત્વ સંચેતન નથી એવા દેઢ નિશ્ચયથી તે કર્મ-નોકર્મને પણ જરા પણ નહિ સ્પર્શતો, તે દેહ છતાં જણે દેહાતીત - “કાયોત્સર્ગ' દશાને પામ્યો હોય એમ દેહાદિનું ભાન ભૂલી જઈને, આત્માથી આત્માનું જ એકાગ્ર ચિંતનરૂપ ધ્યાન ધરે છે, એક આત્માને જ “અગ્ર’ - પ્રધાન - મુખ્ય ચિંતવવા રૂપ અથવા એક આત્માના જ “અગમાં” આગળમાં સખ સાક્ષાત ચિંતવવા રૂપ “એકાગ્ર - ચિંતનમય ધ્યાન કરે છે અને આમ એકાગ્ર પણે આત્માને ધ્યાવતો તે “સ્વયં” - પોતે “સહજ’ - સ્વભાવભૂત “ચેતયિતાપણાને લીધે - ચેતકપણા - સંવેદકપણા - અનુભવકપણાને લીધે એકત્વને જ “ચેતે છે' - એકપણાને જ સંવેદે છે - અનુભવે છે, અર્થાત “ચેતવું' - સંવેદવું - અનુભવવું એ તો “ચેતક' - આત્માનો સહજ સ્વભાવ છે, “સહજાન્મસ્વરૂપ છે, એટલે સહજ સ્વભાવભૂત “સાહાત્મસ્વરૂપ” ચેતકપણાને લીધે “સ્વયં” - આપોઆપ જ આ આત્મા જ્યાં એક આત્મા સિવાય બીજું કંઈ પણ છે નહિ એવું ખરેખરૂં પરમાર્થભૂત અદ્વૈત એકપણું જ ચેતે છે – સંવેદે છે - અનુભવે છે. અને આમ સમસ્ત પરભાવ-વિભાવથી રહિત અસંગ થઈ અતિ નિષ્પકંપપણે જે આત્માથી આત્માનું ધ્યાન ધરતો એકત્વ ચેતે છે, તે જ એકત્વચેતન વડે કરીને શુદ્ધ આત્મદ્રવ્ય પ્રાપ્તિ : “અત્યંત વિવિક્ત” ચૈતન્ય ચમત્કારમાત્ર આત્માને ધ્યાવતો સતો શુદ્ધ સમસ્ત પરદ્રવ્યમયપણાથી દર્શનશાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થાય છે, અર્થાત્ તે જ આત્માના અતિકાંતપણું : સકલ કર્મ વિમુક્ત આત્મપ્રાપ્તિ એકપણાના અનુભવન વડે કરીને સમસ્ત અન્ય દ્રવ્યથી “અત્યંત’ - સર્વથા વિવિક્ત” - પૃથગભૂત - સર્વથા ભિન્ન અને જ્યાં માત્ર ચૈતન્યનો જ ચમત્કાર” - પરમ અદ્દભુત પરમ આશ્ચર્યકારી ચમકારો (greatest miracle or brilliant flash) છે એવા આત્માનું ધ્યાન કરતો તે - જે જેનું ધ્યાન કરે છે તે તે પામે એ ન્યાયે - કેવલ - માત્ર શુદ્ધ દર્શન - જ્ઞાનમય સાક્ષાત સંવર રૂપ આત્મદ્રવ્યને પામે છે અને આમ “શુદ્ધાત્મોપલંભ - શુદ્ધ આત્માની ઉપલબ્ધિ” - સાક્ષાત અનુભૂતિ વા સાક્ષાતુ પ્રાપ્તિ થાય છે, એટલે સમસ્ત પારદ્રવ્યમયપણું “અતિક્રાંત થયેલો' - વટાવી ગયેલો તે સકલ કર્મવિમુક્ત એવા આત્માને પ્રાપ્ત કરે છે, અર્થાતુ કોઈ પણ પરદ્રવ્યનું પરમાણુ માત્ર પણ ન સ્પર્શી શકે - ન હોંચી શકે એમ સમસ્ત પરદ્રવ્યમયપણાથી પર થયેલો તે સમસ્ત જ દ્રવ્યકર્મ - ભાવકર્મથી “વિમુક્ત' - વિશેષે કરીને સર્વદાને માટે સર્વથા મુક્ત થયેલા એવા પરમ સંવર રૂપ શુદ્ધ આત્માને સાક્ષાત પ્રાપ્ત કરે છે, સ્વાત્મોપલબ્ધિ રૂપ સાક્ષાત “આત્મસિદ્ધિ' વરે છે, “સિદ્ધ થાય છે. ૧૭૫
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy