SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ “હે મુનિયો ! દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી અસંગપણે વિચરવાનો સતત ઉપયોગ સિદ્ધ કરવો યોગ્ય છે. જેમણે જગત્ સુખપૃહા છોડી જ્ઞાનીના માર્ગનો આશ્રય ગ્રહણ કર્યો છે, તે અવશ્ય તે અસંગ ઉપયોગને પામે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૮૬ “આતમ આતમ ધ્યાન ગત, ન ભજે ઔર અપાય, જૈસે પાવક કાઠ વિનું, સહજે ઉપશમ થાય.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ', ૩-૧૩૧ અત્રે પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સંવર કયા પ્રકારે થાય છે તેનો સંપૂર્ણ વિધિ દર્શાવ્યો છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ તેનું અનન્ય તત્ત્વવૈજ્ઞાનિક (most scientific) કયા પ્રકારથી અપૂર્વ વ્યાખ્યાન કરી પરમ અદ્ભુત પરમાર્થ પ્રકાશ્યો છે, તેનો આશયાર્થ સંવર થાય છે આ પ્રકારે – (૧) પ્રથમ તો – રાષિમોમૂત્તે શુભાશુમો પ્રવર્તમાને - રાગ-દ્વેષ-મોહ જેનું મૂળ છે એવા શુભ-અશુભ યોગમાં પ્રવર્તમાન-પ્રવર્તતા આત્માને તમે વિજ્ઞાનાવાઈમેન “દઢતર' - અતિ દઢ ભેદવિજ્ઞાનના “અવખંભ” વડે - ઓઠા વડે - આધાર વડે અત્યંતપણે - સર્વથા “સંધીને’ - રોકી રાખીને, આત્માનમર્નિવાટ્યિતં હૃથ્વ, (૨) શુદ્ધ દર્શન-જ્ઞાન જેનો આત્મા છે એવા શુદ્ધ દર્શન-જ્ઞાનાત્મ આત્મદ્રવ્યમાં સારી પેઠે “પ્રતિષ્ઠિત - અત્યંત સુસ્થિત કરીને, (૩) સમસ્તપદ્રવ્યાપરિહારે - સમસ્ત પરદ્રવ્યની “ઈચ્છા” - અભિલાષાના પરિહારથી - પરિત્યાગથી સમસ્ત “સંગથી' - પરિગ્રહથી વિમુક્ત - સર્વથા મુક્ત થઈને - સમસ્તસંવિમુવતો મૂત્વ. નિત્યમેવ - સદાય “અતિનિષ્પકંપ” - પ્રકંપથી સર્વથા રહિત સતો એવો જે જ, જરા પણ કર્મ-નોકર્મના “અસંસ્પર્શથી' એટલે કે કર્મ-નોકર્મનો લેશ પણ સંસ્પર્શ નહિ કરીને (without the slightest touch), આત્મીય' - પોતાના આત્માને જ આત્માથી ધ્યાવતો, સ્વયં - પોતે સહજ “ચેતયિતૃત્વથી” - ચેતક પણા થકી - અનુભવકપણા થકી એકત્વને જ - એકપણાને જ “ચેતે છે' - સંવેદે છે - અનુભવે છે, છત્વમેવ વેતયતે, તે જ નિશ્ચય કરીને એકત્વ ચેતન વડે કરીને “અત્યંત વિવિક્ત” - અન્ય સર્વથી સર્વથા પૃથગૃભૂત - અલગ - જૂદા પડેલા એવા ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ધ્યાવંતો - ચૈતન્યમા૨માત્રમાત્માનું ધ્યાયન, શુદ્ધ દર્શન-જ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયેલો, “શુદ્ધાત્મોપલંભ” - શુદ્ધાત્માનુભવ સતે સમસ્ત પરદ્રવ્યમયપણું “અતિક્રાંત” સંતો - વ્યતીત થયેલ સતો, “અચિરથી જ' - અલ્પ જ સમયમાં શીઘ જ સકલ કર્મથી વિમુક્ત એવા આત્માને પ્રાપ્ત કરે છે. અમૃતચંદ્રજીની આ અદ્દભુત વ્યાખ્યાનું હવે વિશેષ ભાવન કરીએ. પ્રથમ તો (૧) શુભ – અશુભ - પ્રશસ્ત - અપ્રશસ્ત એવા મન-વચન-કાયાના “યોગમાં - પુદ્ગલમય પરભાવ સંયોગમાં પ્રવર્તતા આત્માને આત્માથી જ અત્યંતપણે શભાછાથ યોગ પ્રતતા 'ધ છે' - રોધી - રોકી રાખે છે. કેવી રીતે ? રાગ-દ્વેષ-મોહ એ આત્મરંધન : શુદ્ધ “વિભાવ' - ચિદૃવિકાર રૂપ વિકત ચેતન ભાવ મ્હારૂં સ્વરૂપ નથી અને દર્શન-શાનમાં પ્રતિષ્ઠાપન રાગ-દ્વેષ-મોહ વિભાવ જ આ શુભાશુભ યોગરૂપ પરભાવનું મૂળ છે, માટે હે આત્મનુ ! “રાગ-દ્વેષ-મોહમૂલ” આ શુભાશુભ યોગ હારૂં સ્વરૂપ નથી, હારાથી ભિન્ન છે, એમ અતિ અતિ “ઢ” - બળવાનુ ભેદવિજ્ઞાનના અવખંભ” - ઓથ – આધાર વડે શુભાશુભ યોગમાં પ્રવર્તતા વા વર્તતા આત્માને આત્માથી જ અત્યંતપણે સંધે છે, પુદ્ગલમય યોગરૂપ પરભાવ પ્રત્યે જતાં રોકી રાખે છે – અટકાવે છે. (૨) પછી શુદ્ધ દર્શન-શાન એ જ જેનો આત્મા છે એવા “શુદ્ધ દર્શન જ્ઞાનાત્મ' - શુદ્ધ દર્શન - જ્ઞાનમય આત્મદ્રવ્યમાં આત્માને “સારી પેઠે પ્રતિષ્ઠિત કરે છે, વેદિકામાં સુપ્રતિષ્ઠિત અચલ પ્રતિમાની જેમ શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મદ્રવ્યમાં સુપ્રતિષ્ઠિત (Enshrined) કરે છે. (૩) અને આવા અનંત મહિમાવાનું શુદ્ધ દર્શન - જ્ઞાન “દ્રવ્ય - સંપત્તિ સંપન્ન પરમ પરમ આત્મદ્રવ્યમાં આત્માને જે સુપ્રતિષ્ઠિત કરે છે, તેને પછી પરમ પામર પરદ્રવ્યની તુચ્છ ઈચ્છા પણ કેમ ઉત્પન્ન થાય ? ૧૭૪
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy