SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ઉત્થાનિકા સમયસાર કળશ (૮) પ્રકાશે છે - वसंततिलका अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्न - मैकाग्यमेव कलयंति सदैव ये ते । रागादिमुक्तमनसः सततं भवंतः, पश्यंति बंधविधुरं समयस्य सारं ॥१२०॥ ઉદામ બોધ લખણો નય શુદ્ધ શોધી, ઐકાગ્યને જ કળતા નિત જે સુબોધી; રાગાદિ મુક્ત મન સંતત તે શોધી ભવંતા, નિબંધ આ સમયસાર જે નિરખતા. ૧૨૦ અમૃત પદ-(૧૨) શુદ્ધ નય અધ્યાસીને જે, સદા મૈકાગ્ર કળે છે, બંધ વિહૂણો સાર સમયનો, નિશ્ચય તે નિરખે છે... શુદ્ધનય અધ્યાસીને જે. ૧ ઉદ્ધત બોધ છે ચિહ્ન જ જેનું, તે નય શુદ્ધ અધ્યાસી, એકાગ્યને જ સદૈવ કળતા, જે અનુભવ અભ્યાસી... શુદ્ધનય અધ્યાસીને જે. ૨ રાગાદિથી મુક્તમના તે, સતત ભવંતા સંતા, ભગવાન અમૃત બંધ વિહુણો, સમયસાર દેખતા... શુદ્ધનય અધ્યાસીને જે. ૩ અર્થ - ઉદ્ધત બોધ-ચિહ્નવાળા શુદ્ધ નયને અધ્યાસીને જેઓ સદૈવ એકાગ્ય જ કળે છે (અનુભવે છે), તેઓ સતત રાગાદિથી મુક્ત મનવાળા હોતાં, બંધ વિધુર (બંધ રહિત) એવો સમયનો સાર પેખે છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં. એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, તે અખંડ સત્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૭૨ આ અને આ પછીનો કળશ નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતા ઉત્થાનિકા કળશો છે, શુદ્ધ નયની અન્વય - વ્યતિરેકથી મહાપ્રતિષ્ઠા કરનારા આ બે પરમ અમૃત કળશ કાવ્યો પરમ આત્મભાવોલ્લાસની વસંતમાં પરમ આત્માનંદમય શુદ્ધનય દશાના (શુદ્ધોપયોગના) નંદનવનમાં રમણ કરનારા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ વસંતતિલકા છંદમાં નિબદ્ધ કરી અપૂર્વ આત્મભાવોલ્લાસથી લલકાર્યા છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - મધ્યાહ્ય શુદ્ધનયમુદ્ધતવિë - “ઉદ્ધત બોધચિહ્નવાળા' - ઉત્કટ જ્ઞાનલક્ષણવાળા શુદ્ધનયને અધ્યાસીને - શુદ્ધનયમાં સ્થિતિ કરીને જેઓ સદેવ “ઐકાગ્ય જ - એકાગ્રપણું જ “કળે છે” - અનુભવે છે - “કામેવ તયંતિ તવ રે તે, તેઓ સતત – નિરંતર રાગાદિથી મુક્ત મનવાળા હોતાં - રVIવિમુક્તમનસ: સતત મવંતઃ, “બંધ વિધુર' - બંધ સમયનો સાર દેખે છે – પદ્યુતિ વંધવિધુર સમયસ્થ સાર, અબંધ સમયસારને – શુદ્ધ આત્માનો સાક્ષાતુકાર કરે છે. અર્થાત્ આત્માથી અતિરિક્ત સર્વ અન્ય - પર ભાવોને “ઉત’ - ઉત્કટપણે – પ્રાબલ્યથી જેણે “હતુ’ કર્યા છે - હણી નાંખ્યા છે એવો “ઉદ્ધત” - ઉદ્દામ - ઉત્કટ બોધ એ જ જેનું ચિહ્ન - પ્રગટ લક્ષણ છે એવા શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરવા રૂપ જે “શુદ્ધનયમ્ - શુદ્ધ આત્મભાવ પ્રત્યે લઈ જનારો શુદ્ધનય છે, તેને અધ્યાસીને - તેમાં સદા આરૂઢપણે સ્થિતિ કરીને, જેઓ શુદ્ધોપયોગમય શ્રામસ્ય દશારૂપ ઐકાગ્ય જ સદા અનુભવે છે, એક આત્મા જ જ્યાં અગ્ર-પ્રધાન ભાવ છે એવા અદ્વૈત શુદ્ધ ૧૩૮
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy