SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૬૯ “એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૦, (૨૯) ઉપરમાં જ્ઞાનીને ભાવ આસવનો અભાવ હોય છે એમ પ્રતિપાદન કર્યું. આમ જ્ઞાનીને ભાવ આસવનો અભાવ હોય છે, એટલું જ નહિ પણ દ્રવ્ય આસ્રવનો પણ અભાવ હોય છે, તે આ ગાથામાં દર્શાવ્યું છે અને તે ‘આત્મખ્યાતિ’કર્તા પ૨મર્ષિએ સ્પષ્ટ વિવરી દેખાડ્યું છે - જે ખરેખર ! નિશ્ચયે કરીને પૂર્વે’ – જ્ઞાન થયા પહેલાં અજ્ઞાન દશામાં ‘અજ્ઞાનેનૈવ વદ્ધા:' અજ્ઞાનથી જ બદ્ધ – બાંધેલા મિથ્યાત્વ - અવિરતિ – કષાય - યોગ એ દ્રવ્ય આસ્રવભૂત ‘પ્રત્યયો’ આસ્રવ કારણો છે, તે જ્ઞાનીને દ્રવ્યાંતરમૂતાચેતનપુ તપરિણામાત્ - ‘દ્રવ્યાંતરભૂત’ પરદ્રવ્ય રૂપ - અન્ય દ્રવ્યરૂપ ‘અચેતન’ - જડ પુદ્ગલ પરિણામપણાને લીધે ‘પૃથ્વી પિંડ સમાન' - ‘પુવીપિંડતમાળા’- પૃથ્વીના - માટીના પિંડા જેવા છે અને તે તો સર્વે ય સ્વભાવથી જ' પ્રકૃતિથી જ ‘કાર્મણ શરીરની' કર્મમય શરીરની સાથે જ સંબદ્ધ સંબંધાયેલ છે, નહિ કે જીવની સાથે, એથી કરીને જ્ઞાનીને દ્રવ્ય આસ્રવનો અભાવ - નહિ હોવાપણું ‘સ્વભાવસિદ્ધ જ' - ‘સ્વમાવસિદ્ધ વ' - સ્વભાવથી - પ્રકૃતિથી જ સિદ્ધ છે, આ નિશ્ચય છે. - અર્થાત્ - મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ જે દ્રવ્ય આસવભૂત પુદ્ગલમય દ્રવ્ય આસ્રવરૂપ ‘પ્રત્યયો’ આસ્રવ ‘પ્રતિ' લઈ જનારા (તદ્) આસ્રવકારણો છે પૂર્વે જ્ઞાન થયા પહેલાં અજ્ઞાન દશામાં અજ્ઞાનથી જ બાંધેલા છે, તે આ દ્રવ્ય આસવભૂત પ્રત્યયો તો આત્મ દ્રવ્યથી અન્ય - ‘દ્રવ્યાંતરભૂત’ – પુદ્ગલ પરિણામ રૂપ છે, સ્વ ચેતન દ્રવ્યથી ભિન્ન પરદ્રવ્ય રૂપ અચેતન જડ પુદ્ગલના પરિણામ રૂપ છે. તેથી કરીને જ્ઞાનીને તો તે પૃથ્વી પિંડ સમાન' છે ‘પૃથ્વીવિંડસમાના:’, માટીના ઢેફાં જેવાં અકિંચિત્કર છે. પૃથ્વી પિંડ માટીનું ઢેકું અચેતન પુદ્ગલ પરદ્રવ્ય રૂપ હોઈ ચેતન આત્માને તેની સાથે કોઈ સંબંધ નથી કે તે ચેતન આત્માને કંઈ કરી શકવાને શક્તિમાનૢ નથી. તેમજ આ દ્રવ્યાસવભૂત મિથ્યાત્વાદિ પ્રત્યયો પણ અચેતન પુદ્ગલ દ્રવ્ય પરિણામ રૂપ હોઈ ચેતન આત્માને તેની સાથે કોઈ બંધ સંબંધ સંભવતો નથી કે તે ચેતન આત્માને કંઈ કરી શકવાને શક્તિમાન્ નથી. વળી ‘જ્ઞાનીને' ભાવ આસ્રવના અભાવે તે દ્રવ્ય પ્રત્યયો પુદ્ગલ કર્મ પરિણામના નિમિત્તકારણપણે પણ પરિણમે એમ નથી, એટલે સત્તામાં પડ્યા પડ્યા તે દ્રવ્ય પ્રત્યયો જ્ઞાનીને માટે તો ખરેખર ! ‘પૃથ્વી પિંડ સમાન' - માટીના ઢેફાં જેવા અકિંચિત્કર હોઈ કાંઈ કરી શકે એમ નથી, કોઈ અસર નીપજાવી શકે એમ નથી. ભલે ‘અજ્ઞાનીને' ભાવ આસવના સદ્ભાવે તે દ્રવ્ય પ્રત્યયો પુદ્ગલ કર્મ પરિણામના નિમિત્તકારણપણે પરિણમી પોતાનો પુદ્ગલ કર્મફલ ચમત્કાર દેખાડવા સમર્થ હોય, પણ જ્ઞાનીને માટે તો તે ખરેખર ! માટીના ઢેફાં બરાબર છે અને આ દ્રવ્યાસવભૂત પ્રત્યયો પુદ્ગલરૂપ છે એટલે જ એ બધાય ‘સ્વમાવત વ’ - સ્વભાવથી જ - સ્વ ભાવથી જ - - પ્રકૃતિથી જ પુદ્ગલમય કાર્મણ શરીરની સાથે જ સંબદ્ધ છે બંધ સંબંધથી જોડાયેલ છે, નહિ કે ચેતનમય જીવની સાથે - એથી કરીને અચેતન પુદ્ગલમય દ્રવ્ય આસ્રવ સાથે ચેતનમય આત્માનો બંધ સંબંધ નહિ હોવાથી જ્ઞાનીને દ્રવ્ય આસવનો અભાવ તો સ્વભાવસિદ્ધ જ છે, સ્વભાવથી - પ્રકૃતિથી સ્વયં આપોઆપ સિદ્ધ જ છે, તે સાધવાની જરૂર પણ રહેતી નથી. જ્ઞાનીને દ્રવ્ય આસવનો અભાવ સ્વભાવસિદ્ધ જ પૂર્વે અશાનથી જ બહુ મિથ્યાત્વાદિ પ્રત્યયો શાનીને પૃથ્વીપિંડ સમાન સ્વ જીવ = ૧૧૫ કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે, આશ્ચર્યતા છે કે, પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતન ભાવ જાણી જઈ તેને સ્વ સ્વરૂપ જ માને છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૫ - પર કર્મ પુદ્ -
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy