SearchBrowseAboutContactDonate
Page Preview
Page 953
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૭૪ ‘દુઃખ દોહગ દૂરે ટળ્યા રે' - એ રાગ રાગાદિ આ કોની કૃતિ રે, ભાખો અહો ગુરુદેવ ! શંકા સહજ મુજ અંતરે રે, ઊઠતી આ સ્વયમેવ... રાગાદિ આ કોની કૃતિ. ૧ રાગાદિ તે તો અહિં કહ્યા રે, નિશ્ચય બંધનિદાન, તે શુદ્ધ ચિન્માત્ર જ્યોતિથી રે, ભિન્ન ભાખ્યા ભગવાન... રાગાદિ આ. ૨ આત્મા પર વા શું અહીં રે, તેનું હોય નિમિત્ત ? સમાધાન આ શંકનું રે, સમજાવોજી સુરીત... રાગાદિ આ કોની કૃતિ. ૩ શિષ્યથી એમ પ્રેરિત થતાં રે, શ્રી સદ્ગુરુ ભગવાન, ટંકોત્કીર્ણ અક્ષર વદે રે, અમૃત અમૃત વાણ... રાગાદિ આ કોની કૃતિ. ૪ અમૃત પદ ૧૭૫ દુઃખ દોહગ દૂરે ટળ્યા રે' - એ રાગ - પરસંગ જ રાગાદિનું રે, નિમિત્ત નિશ્ચય જાણ ! વસ્તુ સ્વભાવ આ ઉદયતો રે, ઝળઝળતો જ્યું ભાણ... રે ચેતન ! પર સંગ નિમિત્ત જાણ ! ૧ આત્મા કદી સ્વ રાગાદિનો રે, પામે ન નિમિત્ત ભાવ, સૂર્યકાંત જ્યમ ના લહે રે, સ્વયમેવ દ્રવ ભાવ... રે ચેતન ! પર સંગ નિમિત્ત, ૨ સૂર્યકાંત દ્રવે છે લહી રે, સૂર્યકિરણ નિમિત્ત, પરસંગ નિમિત્ત લહી દ્રવે રે, આત્મ દ્રવ્ય તે રીત... રે ચેતન ! પર સંગ નિમિત્ત. ૩ પરભાવ નિમિત્તે ઉપજતા રે, આ રાગાદિ વિભાવ, ઔપાધિક તે સર્વ છે રે, પણ ન જ આત્મસ્વભાવ... રે ચેતન ! પર સંગ નિમિત્ત. ૪ વસ્તુ સ્વભાવ આ ઉદયતો રે, ઝળઝળતો જ્યું ભાણ, ટંકોત્કીર્ણ અમૃત કહી રે, ભગવાન અમૃત વાણ... રે ચેતન ! પર સંગ નિમિત્ત. ૫ उपजाति रागादयो बंधनिदानमुक्ता-स्ते शुद्धचिन्मात्रमहो ऽतिरिक्ताः । आत्मा परो वा किमु तन्निमित्त- मिति प्रणुन्नाः पुनरेवमाहुः || १७४|| હ न जातु रागादिनिमित्तभाव - मात्मात्मनो याति यथार्ककांतः । तस्मिन्निमित्तं परसंग एव, वस्तुस्वभावोऽयमुदेति तावत् ॥ १७५ ॥ ડ ૮૦૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy