SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત પદ - ૧૬૯ “પંથડો નિહાળું રે, બીજ જિન તણો રે' - એ રાગ પરનું કરે પર તે અજ્ઞાન છે રે, કહે નિશ્ચય ભગવાન, પણ અહંકાર રસે વહ્યા જતા રે, જાણે ન જન અજ્ઞાન.... પરનું કરે પર તે. ૧ એવા આ પામી અજ્ઞાનને રે, પર થકી પરના જેહ, મરણ જીવિત દુઃખ સુખ સર્વ એ રે, દેખે છે અહીં એહ... પરનું કરે પર તે અજ્ઞાન. ૨ હું કરૂં હું કરું તે અહંકૃતિ રસે રે, કરવા કર્મ ચહંત, આત્મઘાતી તે મિથ્યાદેષ્ટિઓ રે, નિયતપણે જ હવંત... પરનું કરે પર તે અજ્ઞાન. ૩ હુંકાર વિષ હોંસે પીતા રે, કરતા આત્મની ઘાત, પોતે પોતાના વૈરી બને રે, કેવી ખરી આ વાત'... પરનું કરે પર તે અજ્ઞાન. ૪ અજ્ઞાન વિષ નમાવી કરાવવા રે, પરમ જ્ઞાનામૃત પાન, ભગવાન અમૃતચંદ્ર આ કહી રે, અમૃત અમૃત વાણ... પરનું કરે પર તે અજ્ઞાન. ૫ અમૃત પદ - ૧૭૦ “પંથડો નિહાળું રે બીજ જિન તણો રે' - એ રાગ અધ્યવસાન જ બંધ નિદાન છે રે, કહે નિશ્ચય ભગવાન, અજ્ઞાનમય આ અધ્યવસાન કરે રે, મિથ્યાષ્ટિ અજ્ઞાન... અધ્યવસાન જ બંધ નિદાન. ૧ મિથ્યાદેષ્ટિને વિપર્યય થકી રે, બંધહેતુ તે હોય, અધ્યવસાન જે એનું દેખાય છે રે, અજ્ઞાનાત્મક સોય... અધ્યવસાન જ બંધ નિદાન. ૨ પરનું કરે પર જે એમ દેખતો રે, મિથ્યાદેષ્ટિ અજ્ઞાન, વસ્તુ સ્વરૂપ વિપર્યય દેખતો રે, તેથી કરે અધ્યવસાન... અધ્યવસાન જ બંધ નિદાન. ૩ ઉંધા ચશમાથી અહીં દેખતાં રે, ઉંધુ બધું દેખાય, કમળાથી અકળાતાં રોગીને રે, પીળું પીળું જ કળાય... અધ્યવસાન જ બંધ નિદાન. ૪ અધ્યવસાન આ મિથ્યાષ્ટિને, વિપર્યય થકી આમ, બંધહેતુ હોય નિશ્ચય એ વદે રે, ભગવાન અમૃત સ્વામ... અધ્યવસાન જ બંધ નિધાન. ૫ अज्ञानमेतदधिगम्य परात्परस्य, पश्यंति ये मरणजीवितदुःखसौख्यं । कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते, मिथ्यादृशो नियतमात्महनो भवंति ||१६९|| अनुष्टप मिथ्यादृष्टेः स एवास्य बंधहेतुर्विपर्ययात् । य एवाध्यवसायो यमज्ञानात्मा दृश्यते ।।१७०।। ૭૯૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy