SearchBrowseAboutContactDonate
Page Preview
Page 949
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ૧૬૭ અમૃત પદ (રાગ – ઉપરના અમૃત પદ પ્રમાણે) કરે તે જાણે ના જ, જે જાણે છે તે ન કરે છે, નિશ્ચયથી છે એમ ખરેખર ! કર્મ છે તે તો રાગ... અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ. ૧ રાગ તે તો છે જ્ઞાની ભાખે, અજ્ઞાનમય અધ્યવસાય, મિથ્યાદૃષ્ટિને જ તે હોયે, તે જ બંધહેતુ સદાય... અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ. ૨ નિષ્ઠુષ યુક્તિથી એ ભાખ્યું, ભગવાન અમૃતચંદ્ર, મર્મ તેનો સમજી જઈ જ્ઞાની, વર્ષે ન કદી સ્વચ્છંદે... અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ. ૩ અમૃત પદ - ૧૬૮ ‘પંથડો નિહાળું રે બીજા જિન તણો રે' - એ રાગ ૫૨નું કરે પર તે અજ્ઞાન છે રે, કહે નિશ્ચય ભગવાન, સર્વ સ્વકીય કર્મોદયથી થતું રે, જાણે ન જન અજ્ઞાન... પરનું કરે પર તેને. ૧ સર્વ સદૈવ સ્વકીય જ કર્મના રે, ઉદય થકી અહીં થાય, મરણ જીવિત દુઃખ સુખ સર્વ એ રે, નિયત જ એમ સદાય... પરનું કરે પર તેને. ૨ જીવિત આયુ ઉદયે હોય છે રે, મરણ આયુક્ષય હોય, સુખ સાતોદય જોય... પરનું કરે તે અજ્ઞાન છે. ૩ દુઃખ અસાતા ઉદયે હોય છે રે, પણ પુરુષ પર જે પરનું કરે રે, તે તો ખરેખર ! છે અજ્ઞાન આ રે, જાણ નિશ્ચય એ મુખ્ય... પરનું કરે પર તે. ૪ મરણ જીવિત દુઃખ સૌખ્ય, ત્રણ કાળે પણ ન ચળે એહવી રે, નિશ્ચય વાર્તા આમ, ટંકોત્કીર્ણ અક્ષર આ વર્ણવી રે, ભગવાન અમૃત સ્વામ... પરનું કરે પર તે. ૫ वसंततिलका जानाति यः स न करोति करोति यस्तु, जानात्ययं न खलु तत्किल कर्म रागः । रागं त्वबोधमयमध्यवसायमाहु मिथ्यादृशः स नियतं स हि बंधहेतुः || १६७ || ડ सर्वं सदैव नियतं भवति स्वकीय - कर्मोदयान्मरणजीवितदुःखसौख्यं । अज्ञानमेतदिह यत्तु परः परस्य, कुर्यात् पुमान् मरणजीवितदुःखसौख्यं || १६८|| ડ ७८८
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy