SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ (પૂર્વરંગ) અમૃત પદ-૧* નમન હો સમયસાર પ્રતિ ! નમન હો સમયસાર પ્રતિ 1 પ્રગટ સ્વાનુભૂતિ દ્વારા એ, રહ્યો પ્રકાશી જેહ અતિ... નમન હો ! ૧ ચિત્ સ્વરૂપ છે સ્વભાવ જેનો, ભાવરૂપ જે વસ્તુ છતી, અન્ય સર્વ ભાવાંતર કેરો, પરિચ્છેદ જે કરે અતિ... નમન હો | ૨ આત્મખ્યાતિથી આત્મખ્યાત તે, અમૃતચંદ્રજી પરમ મતિ, દાસ ભગવાન અમૃત પદ રચતો, નમન કરે છે નિત્ય પ્રતિ. નમન હો ! ૩ અમૃત પદ ૨ - નિત્ય પ્રકાશો ! નિત્ય પ્રકાશો ! મૂર્તિ અનેકાન્તમયી પ્રકાશો ! પ્રત્યગ્ આત્માનું તત્ત્વ પ્રત્યગ્ આ, અંતઃ પેખતી નિત્ય પ્રકાશો !... નિત્ય. ૧ પરની સાથે એક ન અંતો, એમ નિષેધે જેહ એકાંતો, એક વસ્તુના અનેક અંતો, એમ પ્રરૂપે જે અનેકાંતો... નિત્ય પ્રકાશો ! ૨ પરની સાથે એક ન એવું, અનંત ધર્મી આતમ કેરૂં, તત્ત્વ નિરાળું જેહ નિહાળે, સર્વથી જૂદું સાવ અનેરૂં નિત્ય પ્રકાશો ! ૩ મૂર્તિ અનેકાંતમયી, તે પ્રકાશો ! સર્વ એકાંતનો કરતી પ્રણાશો, ભગવાન અમૃત ચેતન મૂર્તિ, મૂર્તિ અનેકાંતમી પ્રકાશો !... નિત્ય પ્રકાશો ! ૪ परमर्षि अमृतचंद्राचार्य कृत अद्भुत दिव्य समयसार कलश रचना नमः समयसाराय, स्वानुभूत्या चकासते । चित्स्वभावाय भावाय सर्व भावांतरच्छिदे ||१|| अनंतधर्मणस्तत्त्वं पश्यंती प्रत्यगात्मनः । अनेकान्तमयीमूर्त्ति नित्यमेव प्रकाशताम् ||२|| મહાકવિ અમૃતચંદ્ર વિરચિત અમૃત સમયસાર કલશનો યથાર્થ ભાવ ઝીલી ગૂર્જરીમાં ઉતારેલ ભાવોદ્ઘાટન રૂપ અમૃત પદ - ભગવાનદાસ ૭૨૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy