SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ લીધે તેમાં જ વર્તે છે. પુનઃ દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં અસંક્રમતો તે અન્ય વસ્તવિશેષને કેમ પરિણમાવે ? એથી કરીને પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી.” ઈ. ઉપરમાં જે નિશ્ચયવાર્તા કહી તે પરથી ફલિત થાય છે કે નિશ્ચયથી આત્મા પુદગલકર્મોનો અકર્તા સ્થિત છે, આ વસ્તુ (૧૦૪)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશી છે - “આત્મા પુદ્ગલમય કર્મમાં દ્રવ્ય - ગુણ નથી કરતો, તેમાં તે ઉભય નહિ કરતો તે તેનો કર્તા કેમ ?' આ નિશ્ચય સિદ્ધાંત આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ કલશ ને કલશકારનાં દેશંતથી ઓર સમર્થિત કર્યો છે. આ જે ઉપરમાં કહ્યું તેથી અન્ય તો ઉપચાર છે એમ અત્ર (૧૦૫)મી ગાથાઓ સ્પષ્ટ કર્યું અને તેનું અપૂર્વ વ્યાખ્યાન આત્મખ્યાતિ'માં પ્રકાશ્ય છે. * પણ આત્મા જે વ્યાપ્ય - વ્યાપક ભાવના અભાવે પણ પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે પુગલ દ્રવ્યાત્મક કર્મ રહે છે, પરિણાવે છે, ઉપજાવે છે, કરે છે, બાંધે છે, તે તો ફુટ ઉપચાર છે.” એ પણ કેવી રીતે ? તે રાજા-પ્રજાના દચંતથી અત્ર (૧૦૮)મી ગાથામાં પ્રકાર્યું છે અને તેનું “આત્મખ્યાતિ'માં અત્યંત વિશદીકરણ કર્યું છે, ઈ. તો પછી પગલકર્મનો કર્તા કોણ ? એ નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૩) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - “જીવ જો પુદગલ કર્મ કરતો નથી, તો પછી તે કોણ કરે છે ? એવી અભિશંકાથી જ તીવ્ર વેગી મોહનિર્મણાર્થે (વિધ્વંસનાર્થે, વિનાશાથે) આ સ્કુટપણે પુગલકર્મ ક સંકીર્તવામાં આવે છે, તે શ્રવણ કરો !” - આ અત્ર (૧૦૯-૧૧૨) ગાથામાં આચાર્યજીએ પ્રકાર્યું છે અને “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવરીને દેખાડ્યું છે - “પુદગલ કર્મનું નિશ્ચયથી પુદગલ દ્રવ્ય જ એક કર્ણ, તેના વિશેષો - મિથ્યાત્વ - અવિરતિ - કષાય - યોગ બંધની સામાન્ય હેતતાએ કરીને ચાર કર્તાઓ છે, તેઓ જ વિકલ્પવામાં આવતાં મિથ્યાષ્ટિ આદિ સયોગ કેવલી અંત તેર કર્તાઓ છે. કારણકે પુદ્ગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના વિકલ્પો - “ગુણ' શબ્દથી વાચ્ય એવા તેર વિશેષ પ્રત્યયો કેવલ જ કર્મો કરે છે, તેથી પુદ્ગલ કર્મોનો જીવ અકર્તા, ગુણો જ તેના કર્તાઓ અને તેઓ તો પુદ્ગલ દ્રવ્ય જ છે. તેથી સ્થિત છે કે પુદ્ગલ કર્મનું પુદ્ગલ દ્રવ્ય જ એક કરૂં છે.' ઈ. અને જીવ - પ્રત્યયનું એકત્વ નથી એ (૧૧૩-૧૧૫) ત્રણ ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્ય છે - (૧) “જેમ ઉપયોગ જીવથી અનન્ય છે, તેમ જો ક્રોધ પણ અનન્ય હોય તો જીવ અને અજીવનું એમ એનન્યપણું આવી પડ્યું. (૨) એમ તો અહીં જે જ જીવ તે જ નિયમથી તથા પ્રકારે અજીવ હોય, પ્રત્યય - નોકર્મ - કર્મોના એકત્વમાં આ દોષ છે. (૩) હવે જે હારા મતે ક્રોધ અને ઉપયોગાત્મા ચેતયિતા અન્ય હોય, તેમ જેમ ક્રોધ તેમ પ્રત્યય - કર્મ - નોકર્મ પણ અન્ય છે.' આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ અનન્ય વ્યાખ્યાન કર્યું છે. - હવે પુદ્ગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સાધે છે - સાંખ્યમતાનુયાયી શિષ્ય પ્રતિ - અત્ર (૧૧૬-૧૨૦)મી ગાથા આચાર્યજીએ પ્રકાશે છે - (૧) “જો આ પુદ્ગલ દ્રવ્ય જીવમાં સ્વયં બદ્ધ નથી, સ્વયં કર્મભાવે પરિણમતું નથી, તો તે અપરિણામી હોય છે. (૨) અને કાશ્મણ વર્ગણાઓ કર્મભાવે અપરિણમતી સતે, સંસારનો અભાવ પ્રસંગ આવશે અથવા સાંખ્યસમયનો પ્રસંગ આવશે. (૩) જીવ પુદ્ગલદ્રવ્યોને કર્મભાવે પરિણાવે, તો તે સ્વયં અપરિણમતાને ચેતયિતા કેમ પરિણાવે વારુ? (૪) હવે પુદ્ગલ દ્રવ્ય સ્વયમેવ કર્મભાવે પરિણમે છે, તો જીવ કર્મને (કાર્મણ વર્ગણાને) કર્મત્વ પરિણાવે છે, એ મિથ્યા છે. (૫) નિયમથી કર્મ પરિણત પુદ્ગલ દ્રવ્ય કર્મ જ હોય, તેમ જ્ઞાનાવરણાદિ પરિણત તેને (પુદ્ગલને) તે જ (જ્ઞાનાવરણાદિ) જાણ !' આ ગાથાનો ભાવનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ નિgષ યુક્તિથી અદ્ભુત મીમાંસન પ્રકાશ્ય છે. હવે અત્ર (૧૨૧-૧૨૫) ગાથામાં આચાર્યજીએ જીવ પરિણામિત્વનું સાધ્યું છે. (૧) જે હારા મતે સ્વયં કર્મમાં ન બદ્ધ આ જીવ સ્વયં ક્રોધાદિથી નથી પરિણમતો, તો સંસારનો અભાવ હોય વા સાંખ્ય સમયનો પ્રસંગ આવે છે. (૩) આત્મા સ્વયં ક્રોધભાવે પરિણમે છે તો પુદગલ કર્મ ક્રોધ જીવને ક્રોધિત્વ ૮૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy