SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ આગલા બે કળશમાં અજ્ઞાનની ભારોભાર નિંદા કરી, અમૃતચંદ્રજી મહાકવિએ આ અને પછીના પણ ત્રણ અન્યોક્તિથી સમયસાર કળશમાં (૫૯-૬૦) જ્ઞાનની મુક્ત કંઠે પ્રશંસા કરી છે - (૧) “જ્ઞાન થકી વિવેચકતાએ કરીને જે, નીર-ક્ષીરમાં હંસની જેમ, પર -આત્માનો વિશેષ જાણે છે, તે અચલ ચૈતન્ય ધાતએ સદા અધિરૂઢ થયેલો નિશ્ચય કરીને જાણે જ છે, કંઈ પણ કરતો નથી.” (૨) “જ્ઞાન થકી જ અનલ-જલની ઔશ્ય - મૈત્યની (ઉષ્ણપણા - શીતલપણાની) વ્યવસ્થા છે, જ્ઞાન થકી જ લવણના સ્વાદભેદનો ભુદાસ ઉલસાવે છે, જ્ઞાન થકી જ સ્વરસથી વિકસતી નિત્ય ચૈતન્ય ધાતુની અને ક્રોધાદિની ભિદા (ભિન્નતા) કર્ણભાવને ભેદતી એવી - પ્રભવે છે.' ઈ. આ જે ઉપરમાં કહ્યું તેના સારસર્વસ્વ રૂપ આ અમૃત સમયસાર કળશમાં (૬૧) અમૃતચંદ્રજીએ આત્મા આત્મભાવનો જ કર્તા હોય સ્પષ્ટ પ્રકાર્યું છે - “એમ આત્માને અજ્ઞાન કે જ્ઞાન પણ કરતો આત્મા આત્મભાવનો કર્તા હોય, ક્વચિતુ પરભાવનો કર્તા ન હોય.' અને આ હવે પછીની ગાથાના ભાવનું સૂચન કરતો આ અમૃત સમયસાર કળશ (૬૨) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - “આત્મા જ્ઞાન સ્વયં જ્ઞાન જ્ઞાનથી અન્ય શું કરે છે? આત્મા પરભાવનો કર્તા એ તો વ્યવહારિઓનો આ મોહ છે. - આ પ્રકારે - આ (૯૮)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે તેમ - “વ્યવહારથી જ આત્મા ઘટ - પટ - રથ દ્રવ્યો અને કરણો અને કર્મો અને વિવિધ નોકર્મો અહીં કરે છે. આ ગાથાનો ભાવ આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ફુટ પ્રકાશ્યો છે “કારણકે યથા આ આત્મા આત્મવિકલ્પ - વ્યાપાર વડે ઘટાદિ પરદ્રવ્યાત્મક બહિકર્મ કરતો પ્રતિભાસે છે, તેથી કરીને તથા ક્રોધાદિ પરદ્રવ્યાત્મક સમસ્ત અંતઃકર્મ પણ કરે છે - અવિશેષ છે માટે - એવો વ્યવહારીઓનો ખરેખર ! વ્યામોહ છે.” તે સત નથી એમ (૯૯)મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે – “અને જો તે પરદ્રવ્યોને કરે તો નિયમથી તન્મય હોય, કારણકે નથી તન્મય હોતો, તેથી તે તેઓનો કર્તા નથી હોતો.” આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ પ્રકાશ્યો છે. જ્ઞાની જ્ઞાનનો કર્તા હોય એમ (૧૦૧)મી ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - “પુદ્ગલ દ્રવ્યોના પરિણામો જે જ્ઞાનાવરણો હોય છે, તેઓને આત્મા નથી કરતો, જે જાણે છે તે જ્ઞાની હોય છે.” અને તેનું ગોરસાધ્યક્ષના સમર્થ દષ્ટાંતથી સમર્થન કરી “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ અપૂર્વ અદ્ભુત વ્યાખ્યાન કર્યું છે. અને અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય એમ (૧૦૨)મી ગાથામાં નિરૂપણ કર્યું છે - “આત્મા જે શુભ – અશુભ ભાવ કરે છે, તેનો તે નિયમથી કર્તા હોય છે અને તે આત્મા તેનો વેદક હોય છે. તેનું ‘આત્મખ્યાતિમાં અપૂર્વ ભાવોદ્દઘાટન કર્યું છે અહી નિશ્ચય કરીને અનાદિ અજ્ઞાનને લીધે પર - આત્માના એકત્વ અધ્યાસે કરીને જે આ આત્મા અચલિત વિજ્ઞાનઘન એક સ્વાદવાળા આત્માના સ્વાદને પણ મંદ-તીવ્ર સ્વાદવાળી બે પુગલ કર્મવિપાક દશા વડે ભેદતો સતો શુભ વા અશુભ અજ્ઞાનરૂપ ભાવ કરે છે, તે (આત્મા) ત્યારે તન્મયપણાને લીધે તે ભાવનો વ્યાપકપણાને કર્તા હોય છે અને તે ભાવ પણ ત્યારે તન્મયપણાએ કરીને તે આત્માનું વ્યાપ્યપણાને લીધે કર્મ હોય છે અને તે જ આત્મા ત્યારે તન્મયપણાએ કરીને તે ભાવનો ભાવકપણાને લીધે અનુભવિતા હોય છે અને એ ભાવ પણ ત્યારે તન્મયપણાને કરીને તે આત્માનો ભાવ્યપણાને લીધે અનુભાવ્ય હોય છે અને એમ અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય.” ઈ. અને પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી, એમ (૧૦૩)મી ગાથામાં એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત આચાર્યજીએ પ્રસ્થાપિત કર્યો છે - “જે ગુણ જે દ્રવ્યમાં હોય છે, તે અન્ય દ્રવ્યમાં નથી સંક્રમતો, અન્યમાં અસંક્રાંત એવો તે દ્રવ્યને કેમ પરિણમાવે ?' આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરમ પરમાર્થગંભીર વ્યાખ્યાથી ઓર સમર્થિત કર્યો છે - “અહીં - આ લોકને વિષે ફુટપણે જે જેટલો કોઈ વસ્તુવિશેષ જે જેટલા કોઈ ચિદાત્મ વા અચિદાત્મ દ્રવ્યમાં વા ગુણમાં સ્વરસથી જ અનાદિથી જ વૃત્ત (વર્તી રહેલો) છે નિશ્ચયથી અચલિત વસ્તુસ્થિતિ સીમાના ભેદવાના અશક્યપણાને ૮૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy