SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે જ તેઓ શ્રુતજ્ઞાનરૂપ વિકલ્પ ભૂમિકાથી અતિક્રાંત - અતીત - પર વર્તે છે. (૩) અને આમ તેઓનું શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પ ભૂમિકાથી અતિક્રાંતપણું અતીતપણું - પરપણું વર્તે છે, એટલે જ તેઓ શ્રુતજ્ઞાનના અવયવભૂત - અંગભૂત સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂત દૂર થઈ ગયેલા હોય છે. (૪) અને આમ તેઓનું સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણું હોય છે, એટલે જ તેઓ શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર - નિશ્ચય નયપક્ષમાંથી કોઈ પણ નયના પક્ષને પરિગ્રહતા નથી, કોઈ પણ નયનો પક્ષપાત કરતા નથી. કર્તાકર્મ પ્રરૂપ્રક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૩ આમ ભગવાન્ આત્મજ્ઞાની જ્ઞાની, ભગવાન્ કેવલીની જેમ, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર - નિશ્ચય બન્ને નયપક્ષનું સ્વરૂપ જ કેવલ જાણે છે. પણ ચિન્મય સમય પ્રતિબદ્ધતાએ કરીને ત્યારે સ્વયં જ ‘વિજ્ઞાનઘન’ભૂત હોઈ, શ્રુત જ્ઞાનવિકલ્પરૂપ કોઈપણ નયપક્ષનો પરિગ્રહ કરતા નથી. ‘પરમાત્મા’ અને આવો ભગવાન્ વિજ્ઞાનઘન કેવલી સમો જે ભગવાન્ વિજ્ઞાનઘન આત્મજ્ઞાની શ્રુતકેવલી વિકલ્પાતીત ભૂમિકાને પ્રાપ્ત થઈ નયપક્ષ પરિગ્રહથી પર થયો છે, તે જ આવો સમ્યગ્ ગુણનિષ્પન્ન વિશેષણસંપન્ન સમયસાર છે. (૧) નિખિલ વિકલ્પોથી ‘પરતર' – સમસ્ત વિકલ્પથી અત્યંત પર, (૨) જેનાથી પર કોઈ નથી ને જે સર્વથી પર છે એવો પરમ ઉત્તમ ઉત્કૃષ્ટ આત્મા - પરાત્મા, (૩) ‘જ્ઞાનાત્મા' જ્ઞાન એજ જેનો આત્મા છે સમસ્ત વસ્તુ સ્વરૂપ સર્વસ્વ છે એવો અંતર્ગત પૃથક્ જ્ઞાનમય આત્મા, (૪) ‘પ્રત્યગ્ જ્યોતિ' - સર્વ અન્ય ભાવથી પ્રત્યગ્ જ્યાં સાવ જૂદી પડતી ઝળહળ સહજાત્મસ્વરૂપ સ્વરૂપે પ્રકાશતી જ્યોતિ, (૫) ‘આત્મખ્યાતિ રૂપ' આત્માની ખ્યાતિ સિદ્ધિ અથવા આત્માની ખ્યાતિ - પ્રખ્યાતિ પ્રસિદ્ધિ છે એવો, (૬) ‘અનુભૂતિમાત્ર' - જ્યાં માત્ર કેવલ આત્માનુભૂતિ - આત્માનુભવનતા સિવાય બીજું કાંઈ નથી, એવો ‘સમયસાર' છે. - અલગ - ** - ‘‘જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેમાં ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માનીને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિનાં અંત સુધી એકલયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમજ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૯૩, ૨૨૫ સ્વ જીવ Fev - પર પુદ્ગલ કર્મ -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy