SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાનાં સ્વરૂપને વિષે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૭૩ સર્વ પક્ષથી પર કહ્યો, તે પક્ષાતિક્રાંતનું સ્વરૂપ શું છે ? તેનું અત્ર સ્પષ્ટીકરણ છે અને તેનું શ્રીમદ્ ભગવદ્ અમૃતચંદ્રજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં દૃષ્ટાંત - દાણંતિક પક્ષાતિક્રાંતનું સ્વરૂપ ભાવ સાંગોપાંગ બિંબપ્રતિબિંબપણે દર્શાવતું તત્ત્વ સર્વસ્વ સમર્પક અલૌકિક અદ્ભુત પરમ અમૃત વ્યાખ્યાન કરતાં અપૂર્વ તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે. તેનો યત્ કિંચિત્ આશાથે આ પ્રકારે જેમ ભગવાન્ કેવલી છે, તે શ્રુતજ્ઞાનના અવયવરૂપ વ્યવહાર-નિશ્ચય નયપક્ષનું સ્વરૂપ જ કેવલ જાણે છે, પણ કેવલજ્ઞાનથી નિત્ય વિજ્ઞાનઘનપણાએ કરીને શ્રુતજ્ઞાન ભગવાન કેવલી જેમ ભૂમિકાથી પર હોઈ, કોઈ પણ નયપક્ષને પરિગ્રહતા નથી. તેમ જે આત્મજ્ઞાનીને નયપક્ષ આત્મજ્ઞાની તે શ્રુતજ્ઞાનના અવયવરૂપ વ્યવહાર-નિશ્ચય નયપક્ષનું સ્વરૂપ જ અપરિગ્રહ કેવલ જાણે છે, પણ ચિન્મય સમયમાં પ્રતિબદ્ધપણાથી ત્યારે – તે કાળે વિજ્ઞાનઘનમયપણાએ કરીને શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પભૂમિકાથી પર હોઈ કોઈ પણ નયપક્ષને પરિગ્રહતા નથી, તે સર્વ વિકલ્પોથી પર તર પરમાત્મા સાક્ષાત્ સમયસાર આમ દષ્ટાંત - દાષ્ટ્રતિકનો સંક્ષેપાર્થ છે, તેનો વિસ્તરાર્થ આ પ્રકારે - જેને કેવલ જ્ઞાન પ્રગટ્યું છે એ જે “કેવલી' - કેવલ શુદ્ધ આત્મભાવમાં જ વર્તનારા પરમ જ્ઞાનૈશ્વર્યસંપન્ન જ્ઞાનાતિશયવંત “ભગવાન કેવલી છે - માવાનું છેવત્ની - તે સાક્ષાત્ વિજ્ઞાનઘન સમસ્ત વિશ્વના તટસ્થ સાક્ષીભાવે દેખનારા - જાણનારા દષ્ટા-જ્ઞાતા હોઈ કેવલી ભગવાન સમસ્ત વિશ્વના સાક્ષી છે. વિશ્વસાક્ષિત વિશ્વસાક્ષિતાએ કરીને આ ભગવાનું કેવલી સર્વજ્ઞ સર્વદર્શી હોઈ સર્વ જાણે છે ને સર્વ સાક્ષાત દેખે છે. એટલે વિશ્વના સર્વ અન્ય ભાવથી વિવિક્ત - પૃથગૃભૂત કેવલ એક શુદ્ધ આત્મામાં જ રમણ કરનારા આ વિશ્વસાક્ષી ભગવાન કેવલી, વ્યવહાર અને નિશ્ચય જે “શ્રુતજ્ઞાનના અવયવભૂત’ - “શ્રુતજ્ઞાનાવયવમૂતયો: વ્યવહારનિશ્ચયનયપક્ષયોઃ' અંગરૂપ છે, એ બન્ને નયપક્ષનું વિશ્વ સાક્ષીપણાએ કરીને કેવલ સ્વરૂપ જ જાણે છે, પણ કોઈ પણ નયપક્ષને પરિગ્રહતા નથી. કારણકે – સતતમુસિતસંહનવમનસત્તવત્તજ્ઞાનતયા - “સતત ઉલ્લસિત સહજ વિમલ સકલ કેવલજ્ઞાનતાએ કરીને તે ભગવાન કેવલીને “નિત્ય સ્વયમેવ વિજ્ઞાનઘનભૂતપણું વર્તે છે', નિત્યસ્વયમેવવિજ્ઞાન નમ્રતીત - આ વિજ્ઞાનઘનભૂતપણાને લીધે તેઓને “શ્રુતજ્ઞાન ભૂમિકાને અતિક્રાંતપણું' વર્તે છે, આ શ્રુતજ્ઞાનમૂનાતિકાંતતયા - શ્રુતજ્ઞાન ભૂમિકાના ભૂમિકાના ઉલ્લંઘાઈ ગયાપણાએ કરીને, વિકલ્પભૂમિકાથી પર થઈ ગયાપણાએ કરીને. તેમ શાને લીધે ? તાત્વે - તદાત્વે - તદાપણામાં - ત્યારે – તે વખતે - તે સમયે (વર્તતા દશામાં) સ્વયમેવ વિજ્ઞાનધનમૂતત્વત્ - સ્વયમેવ - સ્વયં જ - પોતે જ વિજ્ઞાનઘનભૂતપણાને લીધે અને એમ વિજ્ઞાનઘનભૂતપણું પણ શાથી ? વરતરષ્ટિગૃહીતસુનિતુનિત્યતિચિન્મ સમયપ્રતિવદ્ધતયા - ખરતર - અતિ કઠોર - આકરી - ઉગ્ર - તીક્ષ્ણ દૃષ્ટિથી ગૃહીત સુનિgષ - સારી પેઠે નિખુષ (ફોતરાં રહિત) એટલે કે ચોખે ચોખા - ખુલ્લે ખુલ્લી શુદ્ધ એવા નિત્યોદિત - સદોદિત – સદા ઉદયગત - ચિન્મય - ચૈતન્યમય સમય - આત્મપદાર્થ સાથે પ્રતિબદ્ધતાએ કરીને. આમ આવા સમય સાથે પ્રતિબદ્ધપણાએ કરીને ત્યારે વિજ્ઞાનઘનપણાને લીધે, જે ઉભયનયનું સ્વરૂપ જ કેવલ જાણે છે, પણ કોઈ પણ નયપક્ષ પરિગ્રહતા નથી, તે વસ્તુ - તે ખરેખર ! નિશ્ચયે કરીને નિવિવિસ્વે: પરંતર:- નિખિલ - સમસ્ત વિકલ્પોથી પરતર - અત્યંત પર - અતીત એવો પરમાત્મા - પરમાત્મા, જ્ઞાનાત્મા - જ્ઞાનાત્મા, પ્રત્યે ખ્યોતિ - પ્રત્યગુ - અંતર્ગત – પૃથફ જ્યોતિ, માત્માધ્યાતિરૂપો - આત્મખ્યાતિ રૂપ, અનુભૂતિ માત્ર - અનુભૂતિ માત્ર – કેવલ અનુભૂતિ જ સમયસ૨: - સમયસાર છે. || રૂતિ “આત્મધ્યાતિ' માત્મભાવના ||૧૪રૂ | ૬૯૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy