SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૧ જે નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે ત્યાં તેટલું પ્રમાણ છે. નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે ત્યાં તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એક વખતે વાણી દ્વારા એ બધા ધર્મ કહી શકાતા નથી. તેમજ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે ત્યાં તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭પ૩), વ્યાખ્યાનસાર (૯૫૮) કર્મ શું અધિકરણભૂત એવા આત્મામાં બદ્ધસ્કૃષ્ટ છે ? શું અબદ્ધસ્કૃષ્ટ છે? એ પ્રશ્નનો ઉત્તર અત્રે વ્યવહારનય અને નિશ્ચયનયનો સ્પષ્ટ વિભાગ કરીને - નવિમાન આપ્યો છે; અને મહામુનીશ્વર અમૃતચંદ્રજીએ તે અત્યંત સ્પષ્ટપણે સમજાવ્યો છે. જીવમાં કર્મ “બદ્ધસ્કૃષ્ટ' - બંધાયેલું અને સ્પર્શાએલું છે એમ વ્યવહારનય પક્ષ છે, “ની વસ્કૃષ્ટ વ્યવહારથી કર્મ બદ્ધસ્કૃષ્ટ : નિશ્ચયથી અબદ્ધસ્પષ્ટ ઐતિ વ્યવહારનયપક્ષ:’ | એમ શાને લીધે ? તેના - જીવ પદગલકર્મના ‘તાત્વેિ - ત્યારે તે કાળે - તે વખતે વ્યતિરેકના - જુદાપણાના અભાવને લીધે - “વ્યતિરેTમાવત', વ્યતિરેકના - જૂદાપણાના અભાવ - નહિ હોવાપણાને લીધે. એમ પણ શાથી? જીવ અને પુદ્ગલકર્મના એકબંધ પર્યાયપણાએ કરીને, “નવપુતિયોરેવવંદપર્યાયત્વેન’ - જીવમાં કર્મ “અબદ્ધ સૃષ્ટ' - નહિ બંધાયેલું - નહિ સ્પર્શાએલું છે એમ નિશ્ચયનય પક્ષ છે, - “નીવેડવદ્ધસ્કૃષ્ટ ઋતિ નિશ્ચયનપક્ષ:' - એમ શાને લીધે ? અત્યંત વ્યતિરેકને લીધે – “અત્યંતવ્યતિરેવાતું', અત્યંત - સર્વથા વ્યતિરેક - જૂદાપણાને લીધે, વિશિષ્ટ ભિન્નપણાને લીધે. જીવ અને પુદ્ગલકર્મનું “એકબંધ પર્યાયપણું' છે, અર્થાતુ બંધ અપેક્ષાએ જીવ અને પુલકર્મ સાથે જોડાયેલા હોઈ તેઓનો એક બંધ પર્યાય છે; એટલે તેના - જીવ અને પુદગલકર્મના ત્યારે – તે કાળે વ્યતિરેકના અભાવને લીધે - ભિન્નપણાનો અભાવ - નહિ હોવાપણાનો છે તેને લીધે જીવમાં કર્મ બદ્ધસ્કૃષ્ટ' છે; અર્થાત “બદ્ધ' એટલે સંશ્લેષરૂપે – પરસ્પર ગાઢ અવગાહરૂપે ક્ષીર નીરની જેમ - દૂધ ને પાણીના પેઠે પરસ્પર સંબદ્ધ છે અને “સ્પષ્ટ' એટલે સ્પર્શાવેલ, સંયોગમાત્રથી લગ્ન, લાગીને - અડકીને રહેલ, સ્પર્શીને રહેલ છે – એમ વ્યવહાર નયનો પક્ષ છે, અભિપ્રાય છે. પણ એથી ઉલટું, જીવ અને પુદ્ગલદ્રવ્યનું “અનેક દ્રવ્યપણું' છે, અર્થાત્ જીવ ચેતન છે અને પુદગલ કર્મ અચેતન છે, એટલે તે બન્નેનું ભિન્ન ભિન્ન દ્રવ્યપણું છે, એક દ્રવ્યપણું નથી, એથી કરીને તે બન્નેનો અત્યંત વ્યતિરેક - સર્વથા વ્યતિરેક - સર્વથા ભિન્નપણું છે, તેને લીધે જીવમાં કર્મ “અબદ્ધસ્કૃષ્ટ' છે અને પાણીના પેઠે અન્યોન્ય અવગાહ સંબંધથી બદ્ધ અને સંનિકર્ષરૂપ - નિકટ ખેચાવા રૂપ સંયોગ સંબંધથી સૃષ્ટ - સ્પર્શાવેલ નથી, એમ નિશ્ચયનયનો પક્ષ - અભિપ્રાય છે. અચલ અબાધિત દેવકું હો, ખેમ શરીર લખત; વ્યવહાર ઘટવધ કથા હો. નિહંચે કરમ અનંતઃ બંધ મોખન નિહસે નહીં હો, વિવારે લખ દોષ, કુશલ એમ અનાદિહી હો, નિત્ય અબાધિત હોય.” - શ્રી આનંદઘન, પદ-૮૮ स्व પર પુદ્ગલકર્મ જીવે ૬૭૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy