SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૩૯-૧૯૪૦ આત્મખ્યાતિટીકાર્ય જો પુગલદ્રવ્યનો - તેના નિમિત્તભૂત રાગાદિ અજ્ઞાન પરિણામ પરિણત જીવની સાથે જ - કર્મ પરિણામ હોય છે એવો વિતર્ક છે, તો પુદ્ગલદ્રવ્ય અને જીવને - સહભૂત હરિદ્રા-સુધાની જેમ – બન્નેને પણ કર્મપરિણામની આપત્તિ થશે અને હવે જો એક જ પુગલદ્રવ્યનો કર્મત્વ પરિણામ હોય છે, તો રાગાદિ – જીવના અજ્ઞાનપરિણામરૂપ હેતુથી પૃથગુભૂત જ પુદ્ગલકર્મનો પરિણામ છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “ચેતનને ચેતન પર્યાય હોય અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૮૦, ૫૮૧ પરિણામ સ્વભાવી પુદ્ગલદ્રવ્યનો જે પરિણામ હોય છે તે જીવથી પૃથગુભૂત જ - અલગરૂપ જ હોય છે - “જીવાત્ પૃથમૂત ઇવ પુતિદ્રવ્યસ્ય પરિણામ', એમ અત્ર જીવથી પૃથગુભૂત પ્રતિપાદન કર્યું છે અને આત્મખ્યાતિકર્તાએ સુરેખ સ્પષ્ટ સુયુક્તિથી તેનું પુગલદ્રવ્યનો પરિણામ સમર્થન કર્યું છે. જે તગ્નિમિત્તભૂત - તે કર્મપરિણામના નિમિત્તભૂત રાગાદિ અજ્ઞાન પરિણામે પરિણત - પરિણમેલા જીવની સાથે જ પુદ્ગલદ્રવ્યનો કર્મ પરિણામ હોય છે એવો વિતર્ક છે. તો પુદગલદ્રવ્યને અને જીવને બન્નેયને કર્મપરિણામની આપત્તિ થશે - પ્રસંગ આવી પડશે. ‘દયોરપિ પરિણામપત્તિઃ' - કોની જેમ ? સહભૂત સુધા-હરિદ્રાની જેમ, હવે જે આ અનિષ્ટ આપત્તિના ભયથી એમ કહો કે એક જ પુદ્ગલદ્રવ્યનો કર્મ7 પરિણામ - કર્મપણારૂપ પરિણામ હોય છે, તો રાગાદિ જીવના અજ્ઞાનપરિણામરૂપ હેતુથી પૃથગભૂત જ - જૂદો જ – અલાયદો જ પુદ્ગલકર્મનો પરિણામ છે. જીવ રાગાદિ અજ્ઞાન પરિણામે પરિણત હોય છે; તે જીવના રાગાદિ અજ્ઞાનપરિણામના નિમિત્તે ર્મ પરિણામ હોય છે. તનિમિત્તગત - આ નિમિત્તભૂત રાગાદિ અજ્ઞાનપરિણામે પરિણત જીવની “સાથે જ પુદ્ગલદ્રવ્યનો કર્મ પરિણામ હોય છે, અર્થાત પગલદ્રવ્યનો જીવની સાથે ભેગા મળીને જ કર્મપરિણામ હોય છે, એવો જે વિતર્ક કરવામાં આવે, તો સહભૂત સુધા-હરિદ્રાની જેમ - ફટકડી અને હળદરની જેમ પુદ્ગલ અને જીવ બન્નેને પણ કર્મપરિણામની આપત્તિ થશે; ફટકડી અને હળદર બન્ને ભેગા મળીને જેમ એક રંગનો પરિણામ પ્રાપ્ત થાય છે, તેમ અચેતન યુગલ અને સચેતન જીવ બન્નેને અચેતન કર્મપરિણામની પ્રાપ્તિ થવાનો અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થશે. અને સચેતન જીવને અચેતન કર્મપરિણામની પ્રાપ્તિ તો કોઈએ ક્યારેય દીઠી નથી કે સાંભળી નથી. એટલે આ અનિષ્ટપત્તિના ભયથી જે એમ સ્વીકારવામાં આવે કે એક જ પુદગલદ્રવ્યનો કર્મ–પરિણામ હોય છે, તો આપોઆપ સિદ્ધ થાય છે કે પુગલદ્રવ્યનો જે કર્મપરિણામ છે, તે રાગાદિ જીવ અજ્ઞાન પરિણામરૂપ હેતુથી પૃથગૃભૂત જ- અલગ રૂપ જ છે, સ્વતંત્રપણે જ છે. સ્વ જીવ પર પુદ્ગલ કર્મ ૬૭૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy