SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જ અનુભવાતે સતે, બહિર્ વ્યાપ્ય - વ્યાપક ભાવથી કળશ સંભવને અનુકૂળ વ્યાપાર કરતો અને કળશકૃત જલોપયોગજન્ય તૃપ્તિ ભાવ્ય - ભાવક ભાવથી અનુભવતો કુંભકાર કળશ કરે છે અને અનુભવે છે - એવો લોકોનો પ્રથમ તો અનાદિ રૂઢ વ્યવહાર છે : તેમ - અંતર્ વ્યાપ્ય - વ્યાપક ભાવથી પુદ્ગલ દ્રવ્યથી કર્મ કરાતે સતે અને ભાવ્ય - ભાવક ભાવથી પુદ્ગલ દ્રવ્યથી જ અનુભવાતે સતે, બહિર્ વ્યાપ્ય - વ્યાપક ભાવથી - અજ્ઞાનને લીધે - પુદ્ગલ કર્મ સંભવને અનુકૂળ પરિણામ કરતો અને પુદ્ગલ કર્મ વિપાકથી સંપાદિત વિષય સન્નિધિથી પ્રાવિત સુખ દુઃખ પરિણતિને ભાવ્ય ભાવક ભાવથી અનુભવતો જીવ પુદ્ગલ કર્મ કરે છે અને અનુભવે છે, એવો અજ્ઞાનીઓનો આસંસાર પ્રસિદ્ધ વ્યવહાર છે.’ હવે આને (વ્યવહારને) (૮૫)મી ગાથામાં આચાર્યજી દૂષવે છે જો આત્મા આ પુદ્ગલ કર્મને કરે છે અને તેને જ વેદે છે, તો બે ક્રિયાથી અવ્યતિરિક્ત (અભિન્ન - જૂદો નહિ એવા) આત્માનો પ્રસંગ પ્રાપ્ત થાય છે કે તે જિનાવમત છે.' - આ ગાથાનો ભાવ ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ નિષ્ઠુષ યુક્તિથી પરિસ્ફુટ પ્રકાશ્યો છે - ‘અહીં નિશ્ચયે કરીને સ્ફુટપણે ક્રિયા તો અખિલ પણ પરિણામ લક્ષણતાએ કરીને' ખરેખર ! પરિણામથી ભિન્ન છે નહિ, પરિણામ પણ પરિણામ - પરિણામીના અભિન્ન વસ્તુત્વને લીધે પરિણામીથી ભિન્ન છે નહિ, તેથી જે કોઈ ક્રિયા છે, તે સકલ પણ સ્ફુટપણે ક્રિયાવંતથી ભિન્ન નથી, એમ ક્રિયા અને કર્તાની અવ્યતિરિક્તતા (અભિન્નતા) વસ્તુસ્થિતિથી પ્રતપતી સતે - જેમ વ્યાપ્ય વ્યાપક ભાવથી જીવ સ્વપરિણામ કરે છે અને ભાવ્ય - ભાવક ભાવથી તે જ અનુભવે છે, તેમ વ્યાપ્ય વ્યાપક ભાવથી પુદ્ગલકર્મ પણ જો કરે અને ભાવ્ય ભાવક ભાવથી તે જ અનુભવે, તો આ સ્વ - પર સમવેત ક્રિયાયની અવ્યતિરિક્તતા (અભિન્નતા) પ્રસક્ત સતે સ્વ - પર વિભાગના પ્રત્યસ્તમનને લીધે, અનેકાત્મક એક આત્માને અનુભવતો (તે) મિથ્યાર્દષ્ટિતાએ કરીને સર્વજ્ઞ અવમત હોય.' ઈત્યાદિ. - - દ્વિ (બે) ક્રિયાનો અનુભાવી મિથ્યાર્દષ્ટિ કયા કારણથી ? તેનો આ (૮૬)મી ગાથામાં આચાર્યજીએ ખુલાસો કર્યો છે ‘કારણકે આત્મભાવને અને પુદ્ગલભાવને બન્ને કરે છે, તેથી જ ઢિક્રિયાવાદિનો મિથ્યાદષ્ટિઓ હોય છે.' - આ ગાથાના ભાવનું ‘આત્મખ્યાતિ'માં ઘટ મૃત્તિકા ને ઘટ કુંભકારના દૃષ્ટાંતથી તત્ત્વ સર્વસ્વ સમર્પક વિવરણ કરતાં અમૃતચંદ્રજીએ અનન્ય અપૂર્વ અદ્ભુત તત્ત્વ રહસ્ય પ્રઘોતિત કર્યું છે કારણકે સ્ફુટપણે આત્મપરિણામને અને પુદ્ગલ પરિણામને કરતા આત્માને દ્વિક્રિયા વાદીઓ માને છે, તેથી તેઓ મિથ્યાદૅષ્ટિઓ જ છે, એમ સિદ્ધાંત છે અને એક દ્રવ્યથી દ્રવ્યન્દ્વય પરિણામ કરાતો મા પ્રતિભાસો ! યથા સ્ફુટપણે કુંભકાર કળશ સંભવને અનુકૂળ આત્મ વ્યાપાર પરિણામ - આત્માથી અવ્યતિરિક્ત, આત્માથી અવ્યતિરિક્ત પરિણતિમાત્ર ક્રિયાથી ક્રિયમાણ એવો કરતો પ્રતિભાસે છે, પણ કળશ કરણ અહંકારથી નિર્ભર છતાં, સ્વ વ્યાપારને અનુરૂપ મૃત્તિકાનો કળશ પરિણામ મૃત્તિકાથી અવ્યતિરિક્ત, કૃત્તિકાથી અવ્યતિરિક્ત પરિણતિ માત્ર ક્રિયાથી ક્રિયમાણ - એવો, કરાતો નથી પ્રતિભાસતો : તથા આત્મા પણ પુદ્ગલપરિણામને અનુકૂળ એવો - અજ્ઞાનને લીધે - આત્મપરિણામ આત્માથી અવ્યતિરિક્ત, આત્માથી અવ્યતિરિક્ત પરિણતિ માત્ર ક્રિયાથી ક્રિયમાણ એવો કરાતો ભલે પ્રતિભાસો ! પણ પુદ્ગલ પરિણામ કરણ અહંકારથી નિર્ભર છતાં, સ્વ પરિણામને અનુરૂપ પુદ્ગલનો પરિણામ પુદ્ગલથી અવ્યતિરિક્ત, પુદ્ગલથી અવ્યતિરિક્ત પરિણતિ માત્ર ક્રિયાથી ક્રિયમાણ એવો, કરતો મા પ્રતિભાસો! ઈત્યાદિ. - - ૭૯ - ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે અપૂર્વ તત્ત્વ વિજ્ઞાન પ્રકાશ્યું, તેની પરિપુષ્ટિ કરતા સારસમુચ્ચયરૂપ આ ચાર અમૃત સમયસાર કળશમાં (૫૧-૫૪) અમૃતચંદ્રજીએ કર્તૃ-કર્મના ધંડુ ગંભીર પરમ રહસ્યભૂત તત્ત્વજ્ઞાન અદ્ભુત શબ્દ - અર્થ - તત્ત્વ ચમત્કૃતિથી સંગીત કર્યું છે - (૧) જે પરિણમે છે તે કર્તા, પરિણામ તે કર્મ હોય, જે પરિણતિ તે ક્રિયા, ત્રય પણ વસ્તુતાથી ભિન્ન નથી ઈ. (૨) એક સદા પરિણમે છે, એકનો સદા પરિણામ ઉપજે છે, એકની પરિણતિ હોય, કારણકે અનેક પણ એક જ છે. (૩) ઉભય (બે) નિશ્ચયે કરીને પરિણમતા નથી, ઉભયનો (બેનો) પરિણામ ઉપજે નહિ, ઉભયની (બેની) પરિણતિ હોય નહિ, કારણકે અનેક અનેક જ સદા હોય. (૪) એકના નિશ્ચયે કરીને બે
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy