SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ (૭૮)મી ગાથામાં આપ્યો છે - “અનંત પુદગલ કર્મફલ જાણતાં છતાં જ્ઞાની નિશ્ચય કરીને પરદ્રવ્યપર્યાયે નથી પરિણમતો, નથી રહતો, નથી ઉપજતો.” (૪) જીવ પરિણામને, સ્વ પરિણામને અને સ્વપરિણામ ફલને નહિ જાણતા પુદ્ગલ દ્રવ્યનો જીવની સાથે કર્નાકર્મ ભાવ શું હોય છે ? શું નથી હોતો ? આ ચતુર્થ ભંગનો ઉત્તર (૭૯)મી ગાથામાં આપ્યો છે - “તથા પ્રકારે પુગલ દ્રવ્ય પણ પરદ્રવ્યપર્યાય નથી પરિણમતું, નથી રહેતું, નથી ઉપજતું, પણ સ્વક (પોતાના) ભાવે પરિણમે છે.' - આ ચારે ભંગનું સૂક્ષ્મ પર્યાલોચન “આત્મખ્યાતિ'માં પ્રકાશ્ય છે. ઉપરમાં ચાર ગાથાઓમાં વ્યાપ્ય-વ્યાપક સિદ્ધાંત જે કર્તાકર્મભાવના હૃદયરૂપ છે, તેના નિશ્ચય રૂપ ઉડ અપૂર્વ તત્ત્વવિજ્ઞાન વિવરી દેખાડ્યું, તેનો સારસમુચ્ચય રૂપ અમૃત સમયસાર કળશ (૫૦) પરમાર્થ-મહાકવિ અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - “જ્ઞાની આ સ્વ – પર પરિણતિને જાણતો છતાં અને પુદ્ગલ નહિ જાણતો છતાં, અત્યંત ભેદને લીધે, અંતર વ્યાપ્ય - વ્યાપકત્વને કળવા નિત્ય અસહ-અસમર્થ છે, અજ્ઞાનને લીધે આ બેના ક-કર્મની ભ્રમમતિ ત્યાં લગી ભાસે છે, કે જ્યાં લગી કરવતની જેમ સદ્ય (શીઘ) અધ્ય ભેદ ઉપજાવીને વિજ્ઞાનાચિષ (વિજ્ઞાન તેજ:પ્રકાશ) પ્રકાશતો નથી.” અર્થાતુ કરવત જેમ અદયપણે કાષ્ઠની બે ફાડ કરે છે, તેમ આ ભેદજ્ઞાનની કરવત અદયપણે શીધ્ર જડ - ચેતનનો સ્પષ્ટ ભેદ ઉપજવવા રૂપ બે ફાડ કરે છે, એટલે આ વિજ્ઞાનાચિષ - વિજ્ઞાન અગ્નિની જ્વાલા ઉગ્રપણે પ્રકાશે છે. હવે જીવપરિણામનું અને પુદ્ગલપરિણામનું અન્યોન્ય નિમિત્તપણું છે, તથાપિ તે બેનો કર્જ કર્મ ભાવ નથી એમ (૮૦-૮૧-૮૨) ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - (૧) જીવ પરિણામના હેતુએ પુદગલો કર્મત્વ પરિણમે છે, તેમજ પુદ્ગલ કર્મ નિમિત્તે જીવ પણ પરિણમે છે. (૨) નથી જીવ કર્મગુણો કરતો, તેમજ નથી કર્મ જીવગુણો કરતું, પણ અન્યોન્ય નિમિત્તથી જ બન્નેના પરિણામ જાણ ! (૩) એ કારણથી જ આત્મા સ્વક (પોતાના) ભાવે કરી કર્તા છે, પણ પુગલ કર્મ કત સર્વ ભાવોનો કર્તા નથી.' - આ ગાથાનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ તલસ્પર્શી મીમાંસન કર્યું છે - ** જીવ અને પુગલના પરસ્પર વ્યાપ્ય - વ્યાપક ભાવના અભાવને લીધે જીવને પુદ્ગલ પરિણામોના અને પુદગલ કર્મને પણ જીવ પરિણામોના કર્તકર્મત્વની અસિદ્ધિ સતે ** તે કારણથી - મૃત્તિકાથી કલશ જેમ, સ્વ ભાવ વડે કરી સ્વ ભાવના કરણને લીધે જીવ સ્વભાવનો કર્તા કદાચિત હોય, પણ મૃરિકાથી વસ્ત્રની જેમ સ્વ ભાવ વડે કરીને પરભાવ કરવાના અશક્યપણાને લીધે પુદ્ગલભાવોનો કર્તા કદાચિત. પણ ન હોય એમ નિશ્ચય છે.” તેથી આ સ્થિત છે કે જીવનો સ્વપરિણામો સાથે જ કર્ણકર્મભાવ અને ભોક્નભોગ્ય ભાવ છે, એમ અત્ર (૮૩)મી ગાથામાં શાસ્ત્રકાર આચાર્યજીએ તત્ત્વવિનિશ્ચય પ્રકાશ્યો છે - “એમ નિશ્ચય નયના અભિપ્રાયે આત્મા ફુટપણે, આત્માને જ કરે છે અને આત્મા તે આત્માને જ પુનઃ વેદે છે એમ જાણ !” - આ ગાથાના ભાવને “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સમુદ્ર - સમીરના સચોટ દેણંતથી પરિપુષ્ટ કર્યો છે - જેમ સમીરનું સંચરણ - અસંચરણ નિમિત્ત છે જેનું એવી ઉત્તરંગ - નિસ્તરંગ એ બે અવસ્થાને વિષે પણ ” સમુદ્ર ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને પોતાને) કરતો આત્માને એકને જ પ્રતિભાસે છે, નહિ કે પુનઃ અન્યનેઃ તેમ પુદ્ગલ કર્મ વિપાકનો સંભવ - અસંભવ નિમિત્ત છે જેનું એવી અસંસાર - નિઃસંસાર એ બે અવસ્થાને વિષે પણ * જીવ સસંસાર વા નિઃસંસાર આત્માને કરતો આત્માને એકને જ કરતો ભલે પ્રતિભાસો ! મ પુનઃ અન્યને', ઈત્યાદિ. હવે (૮૪)મી ગાથામાં આચાર્યજી વ્યવહાર દર્શાવે છે – “પણ વ્યવહારના અભિપ્રાય આત્મા અનેક પ્રકારનું પુદ્ગલ કર્મ કરે છે અને તે અનેક પ્રકારનું પુદ્ગલ કર્મ પુનઃ વેદે છે.” આ ગાથાના ભાવને આત્મખ્યાતિ'માં ઘટ-મૃત્તિકા અને ઘટ-કુંભકારના સચોટ દષ્ટાંતથી “અમૃતચંદ્રજીએ સ્કુટ વિવરી દેખાડ્યો છે - જેમ અંતર્ વ્યાપ્ય – વ્યાપક ભાવથી મૃત્તિકાથી કળશ કરાતે સતે અને ભાગ્ય ભાવક ભાવથી મૃત્તિકાથી ૭૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy