SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) પુદ્ગલ દ્રવ્યપરિણમન હેતુ અજ્ઞાન ઉદય મિથ્યાત્વ ઉદય અવિરતિ ઉદય કષાય ઉદય યોગ ઉદય (૨) પુદ્ગલદ્રવ્ય પૌદ્ગલિક મિથ્યાત્વાદિ ઉદય ↓ કર્મવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય ↓ જ્ઞાનાવરણાદિ ભાવ (૮) સમયસાર : આત્મખ્યાતિ આકૃતિ આત્મભાવ - અતત્ત્વોપલબ્ધિ - અશ્રદ્ધાન - - અવિરમણ કલુષ ઉપયોગ શોભન-અશોભન વિરતિભાવ (ચેષ્ટા) ઉત્સાહ જીવ નિબદ્ધ કર્મ ત્યારે જીવ અજ્ઞાનથી ↓ પરાત્મના એકત્વથી ↓ અજ્ઞાનમય તત્ત્વાશ્રદ્ધાન ‘સ્વસ્ય' (સ્વના) પરિણામ ભાવ ↓ સ્વયમેવ પરિણામભાવ આમ મિથ્યાત્વાદિ સર્વ ભાવોનું અને સર્વ કર્મનું મૂળ અંતર્ગત કારણ અજ્ઞાન જ - આત્મસ્વરૂપનું અજ્ઞાન જ છે, અવિદ્યારૂપ આત્મસ્રાંતિ જ છે. દેહાદિ પરવસ્તુમાં આત્મસ્રાંતિ એજ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે, અને આ આત્મસ્રાંતિથી જ ભવભ્રાંતિથી ઉપજી છે. કારણકે એમ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ ઉપજ્યા એટલે તે તે વિષયના યોગક્ષેમાર્થે - વિષયસંરક્ષણાર્થે કષાય ઉપજ્યા અને આ જ પ્રકારે સર્વ પાપસ્થાકનની ઉત્પત્તિ થઈ. આમ પરવસ્તુમાં મુંઝાવારૂપ મોહ-દર્શનમોહ ઉપજ્યો દર્શન મિથ્યા થયું, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યું અને સર્વ ચારિત્ર પણ કુચારિત્ર થઈ પડ્યું. દર્શનમોહ ઉપજ્યો એટલે ચારિત્રમોહ ઉપજ્યો અને અનંતાનુબંધી આદિ તીવ્ર કષાય પ્રકારોની ઉત્પત્તિ થવા લાગી. આ દ્વિવિધ મોહરૂપ ઘાતિ પ્રકૃતિનો બંધ થયો, એટલે તેંના અવદંભને ઈતર ઘાતી પ્રકૃતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય પણ બંધાવા લાગી, તેમજ વેદનીય, આયુ, નામ, ગોત્ર એ અઘાતિ પ્રકૃતિનો પણ બંધ થવા લાગ્યો; અને મૂળ શુદ્ધ સ્વભાવે મુક્ત આત્મા અવિધ કર્મની બેડીના ગાઢા બંધને બંધાઈ સંસાર ચક્રમાં અનંત જન્મમરણ પરંપરા રૂપ પરિભ્રમણ કરી પામી રહ્યો. EFF અથવા પ્રકારાંતરે વિચારીએ તો જગત્ની મોહ-માયા જાલમાં લપટાવનાર નામચીન મોહનીય કર્મના બે ભેદ છે : દર્શનમોહ અને ચારિત્રમોહ. તેમાં (૧) દેહાદિ પ૨વસ્તુમાં આત્મસ્રાંતિ રૂપ દર્શનમોહને લીધે જીવને મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ હોય છે, અને તેથી ચારિત્રમોહ પણ ઉપજે છે. (૨) એટલે પરભાવમાં આત્મબુદ્ધિ હોવાથી જીવ પરભાવથી વિરામ પામતો નથી ને વિરતિ રહે છે. (૩) આમ પરભાવ પ્રત્યે ગમન-પરિણમન કરતો હોવાથી તે સ્વરૂપ ભ્રષ્ટતા રૂપ પ્રમાદને પામે છે. (૪) અને તે પરભાવની પ્રાપ્તિ - અપ્રાપ્તિના નિમિત્તે તે ક્રોધાદિ કષાય કરી રાગ દ્વેષાદિ વિભાવભાવને ભજે
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy