SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૨-૧૩૬ જ્ઞાનાવરણાદિ ભાવે સ્વયમેવ પરિણમે છે - “સ્વયમેવ રિતે', તે નિશ્ચય કરીને કર્મવર્ગણાગત જ્યારે જીવનિબદ્ધ હોય - “નીનિવઠું થલા ચાતું', ત્યારે જીવ સ્વયમેવ - આપોઆપ જ અજ્ઞાનને લીધે પર - આત્માના એકત્વઅધ્યાસથી - એકપણું માની બેસવાથી અજ્ઞાનમય એવા તત્ત્વઅશ્રદ્ધાન આદિ “સ્વના” પરિણામ ભાવોનો - “વા પરિણામમાવાનાં હેતુ વિતિ' - નિમિત્તરૂપ ભાવોના હેતુપણાને પામે છે, એમ પરમ તત્ત્વદેએ અત્ર નિરૂપણ કર્યું છે અને અમૃતચંદ્રજીએ તેનું તત્ત્વસર્વસ્વસમર્પક તલસ્પર્શી વિશદ વિવરણ પ્રકાડ્યું છે. તેની સ્પષ્ટ સમજુતી આ પ્રકારે – હવે વિશેષ વિચાર કરીએ. અત્રે “અતત્ત્વોપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વદમાન તે અજ્ઞાનોદય છે.” અર્થાત્ તપણું – વસ્તુપણું - વસ્તુસ્વરૂપ જેમ છે તેનું નામ ‘તત્ત્વ' છે, તેનાથી વિપરીત તે અતત્ત્વ છે, અતત્ત્વોપલબ્ધિ રૂપે શાનમાં એટલે વસ્તુસ્વરૂપ - વસ્તુપણું - તપણારૂપ તત્ત્વ જેમ છે તેનાથી વિપરીત વાદમાન અશાનોદય એવા અતત્વની ઉપલબ્ધિ - અનુભૂતિ - જાણપણું જ્યાં છે તે અતત્ત્વોપલબ્ધિ, અથવા તો વસ્તુસ્વરૂપ – વસ્તુપણું - તત્પણારૂપ તત્ત્વ જેમ છે તેમ તત્ત્વની ઉપલબ્ધિ - અનુભૂતિ - જાણપણું જ્યાં નથી તે અતત્ત્વોપલબ્ધિ. આ અતત્ત્વોપલબ્ધિરૂપે - તત્ત્વ અજાણપણારૂપે જ્ઞાનમાં જે સ્વદમાન છે સ્વાદાઈ - ચખાઈ – અનુભવાઈ રહ્યું છે, તે અજ્ઞાનનો ઉદય છે, ઉદયાગત અજ્ઞાનનો વિપાક છે. અને “મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો એ તન્મય ચાર ભાવો કર્મ હેતુઓ છે.” અર્થાતુ મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયગત વિપાકો એ તન્મય - અજ્ઞાન ઉદયમય ચાર ભાવો જે છે તે કર્મના હેતુઓ છે, તે અજ્ઞાન ઉદયમય ચાર આત્મભાવ રૂપ જે ભાવકર્મ છે તે પુદ્ગલમય દ્રવ્યકર્મના કારણો છે. તેમાં “તત્ત્વ અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં દમામ તે મિથ્યાત્વોદય' છે “તત્ત્વાશ્રદ્ધાનરૂપે જ્ઞાને સ્વમાનો મિથ્યાત્વીર'; - ઈત્યાદિ, અર્થાત જેમ છે તેમ તત્વનું શ્રદ્ધાન નહિ ઉપજવારૂપે જ્ઞાનમાં જે સ્વદમાન છે - તે સ્વાદાઈ – ચખાઈ – અનુભવાઈ રહ્યો છે તે મિથ્યાત્વનો ઉદયાગત વિપાક છે. આત્માથી અન્ય - પરભાવથી વિરમવા - અટકવારૂપ વિરમણ જ્યાં થતું નથી એવા અવિરમણરૂપે જ્ઞાનમાં જે સ્વદમાન છે, સ્વદાઈ - ચખાઈ - અનુભવાઈ રહ્યો છે, તે અસંયમનો ઉદયગત વિપાક છે. આત્માથી અન્ય - પરભાવને કાજે ઉપયોગનું કલુષપણું – મલિનપણું થાય છે એવા કલુષ - મલિન ઉપયોગરૂપે જ્ઞાનમાં જે સ્વદમાન છે, સ્વદાઈ ચખાઈ-અનુભવાઈ રહ્યો છે, તે કષાયનો ઉદયાગત વિપાક છે. શુભ કાર્યમાં પ્રવર્તવારૂપ - નિવર્નવારૂપ અને અશુભ કાર્યથી પ્રવર્તવા - નિવર્નવારૂપ વ્યાપાર જ્યાં થાય છે એવા શુભાશુભ પ્રવૃત્તિ નિવૃત્તિ વ્યાપારરૂપે જ્ઞાનમાં જે સ્વદમાન છે, સ્વદાઈ - ચખાઈ - અનુભવાઈ રહ્યો છે, તે યોગનો ઉદયાગત વિપાક છે. હવે આ પૌગલિક - પુદ્ગલમય મિથ્યાત્વાદિ ઉદયો હેતુભૂત હોય છે, એટલે જે કર્મવર્ગણાગત પુદગલ દ્રવ્ય છે તે સ્વયમેવ - આપોઆપ જ્ઞાનાવરણાદિભાવે અષ્ટ પ્રકારે પરિણમે છે. તે કર્મવર્ગણાગત જ્યારે “જીવનિબદ્ધ હોય છે, જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહ સંબંધથી બંધાય છે. ત્યારે જીવ સ્વયમેવ - આપોઆપ જ “જ્ઞાનાતું' - “અજ્ઞાનને લીધે' - “VRભિનીરવત્વાધ્યાસેન - પર-આત્માના એક્વઅધ્યાસથી - પર અને આત્માનું એકપણું માની બેસવાથી “અજ્ઞાનમય’ એવા તત્ત્વ અશ્રદ્ધાનાદિ સ્વના - પોતાના આત્માના પરિણામભાવોનો હેતુ હોય છે, કારણરૂપ હોય છે. “સ્વચ પરિણામમાવાનાં હેતર્મવતિ' - આમ આત્મા અજ્ઞાનને લીધે જ અજ્ઞાનમય એવા અશ્રદ્ધાનાદિ આત્મપરિણામરૂપ “સ્વ” ભાવોનો જ કર્તા હોય છે. ૬૬૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy