SearchBrowseAboutContactDonate
Page Preview
Page 807
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય ને અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનમય જ હોય છે એમ નિગમન કરતો સમયસાર કળશ (૨૨) પ્રકાશે છે - अनुष्टुप् ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवंति हि । सर्वेप्यज्ञाननिर्वृत्ताः भवंत्यज्ञानीनस्तु ते ॥६७॥ જ્ઞાનિના ભાવ તો સર્વે, જ્ઞાનથી ઘડિયા ખરે ! ભાવ અજ્ઞાનીના સર્વે, અજ્ઞાને ઘડિયા ખરે!. અર્થ - જ્ઞાનિના સર્વે ભાવો નિશ્ચય કરીને જ્ઞાન નિવૃત્ત (જ્ઞાનથી સર્જિત) હોય છે; અને અજ્ઞાનીના તે સર્વે ય ભાવો અજ્ઞાન નિવૃત્ત (અજ્ઞાનથી સર્જિત) હોય છે. ૬૯ અમૃત પદ-૯ જ્ઞાનમયા જ્ઞાનીના ભાવો, અજ્ઞાનીના અજ્ઞાન રે... (૨) ધ્રુવ પદ. ૧ જ્ઞાનીના ભાવો તે સર્વે, જ્ઞાનથી ઘડિયા હોય રે, અજ્ઞાનીના સર્વ તેહ તો, અજ્ઞાને ઘડ્યા જોય રે... જ્ઞાન મયા. ૨ સુવર્ણના ભાવો તે સર્વે, સુવર્ણ ઘડિયા જેમ રે, જ્ઞાનીના ભાવો સર્વે તે, જ્ઞાને ઘડિયા તેમ રે... જ્ઞાન મયા. ૩ લોહ તણા ભાવો તે સર્વે, લોહ ઘડિયા જેમ રે, અજ્ઞાનીના ભાવો સર્વે, ઘડ્યા અજ્ઞાને તેમ રે... જ્ઞાન મયા. ૪ ભગવાન અમૃત જ્યોતિ પ્રગટ્ય, ભાવ અજ્ઞાન વિલાય રે, જ્ઞાન ભાવ વિલાસ વિલસતો, આત્મા સ્વરૂપ સમાય રે... જ્ઞાન મયા. ૫ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “તે જ્ઞાની પુરુષનું અગમ્ય અગોચર માહાલ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૬૪૩), ૫૭ (ઉપદેશ છાયા) ઉપરમાં આત્મખ્યાતિના ગદ્યભાગમાં જે વિવરી દેખાડ્યું, તેનો સારસમુચ્ચય આ કળશમાં સંદેબ્ધ કર્યો છે. જ્ઞાનીના બધાયે ભાવો નિશ્ચય કરીને “જ્ઞાન નિવૃત્ત' - “જ્ઞાનનિર્વત્તા:' - શાને સર્જિત છે, જ્ઞાનથી નિર્માણ કરાયેલાજ્ઞાનથી ઘડાયેલા હોય છે અને અજ્ઞાનીના બધાયે ભાવો નિશ્ચય કરીને - સંજ્ઞાનનિવૃત્ત: - “અજ્ઞાન નિવૃત્ત' - છે અજ્ઞાન સર્જિત છે - અજ્ઞાનથી નિર્માણ કરાયેલા - અજ્ઞાનથી ઘડાયેલા હોય છે. ૬૫૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy