SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૬૦ લવાના સ્વાદભેદનો બુદાસ કરે છે - સ્વાદભેદને દૂર કરી - ફગાવી દઈ, લવણનો તો આ લવણ, સ્વાદ એમ જ્ઞાનથકી જ જાણે છે, અથવા બીજા અર્થમાં લઈએ તો જેને લવણના મૂળ સ્વાદનું જ્ઞાન છે તે લવણના સ્વાદભેદને - બીજ બધાથી જૂદા તરી આવતા ભિન્ન સ્વાદને જાણે છે, ને તેથી લવણનો ભુદાસ-ઉદાસીન સ્થિતિ છે એટલે કે બીજા બધા સ્વાદથી “વિ' - વિશેષે કરીને વિશિષ્ટપણે “ઉ” - અન્યથી અસ્પૃશ્ય ઉંચે આસુ' - બેસવારૂપ સ્થિતિ કરવારૂપ - ઉદાસીનતા છે, એમ જ્ઞાન થકી જ જાણે છે. અને “જ્ઞાનાવ’ - જ્ઞાન થકી જ સ્વરવિવસન્નિત્યચૈતન્યથાતોઃ શોધાશ્ચ પ્રમવતિ મિલા મિંતી વર્દૂમાવે - સ્વરસથી વિકસતી નિત્ય ચૈતન્ય ધાતુની અને ક્રોધાદિની ભિદા - ભિન્નતા પ્રભવે છે - જન્મે છે, કે જે કર્ણભાવને ભેટે છે. અર્થાતુ “સ્વરસથી' - આપોઆપ જ - સ્વયં જ વિકસતી - ઉલ્લસતી ઉલ્લસતી જે નિત્ય - સદા એકરૂપ સુસ્થિત ચૈતન્ય ધાતુ છે તેની અને ક્રોધાદિ અનિત્ય અનેક વિકલ્પભાવ છે તેની ભેદતા જન્મે છે, કે જે કર્તા ભાવને ભેદી નાંખે છે, સર્વથા નષ્ટ કરે છે. અત્રે પણ અન્યોક્તિ આ પ્રકારે વિચારવા યોગ્ય છે - (૧) જ્ઞાનથકી જ ઔસ્ય-શૈત્યની - ઉણપણા-શીતપણાની વ્યવસ્થા છે, (ભાવથી) તે તે વિભાવ ભાવ ઔણ્ય-ઉષ્ણતા-સંસાર તાપનો ઉત્તાપ જન્માવનાર છે ને સ્વભાવભાવ દૈત્ય-આત્મશીતલતા - આત્માની શાંત સ્થિતિરૂપ ટાઢક ઉપાવનાર છે, એવી જે વ્યવસ્થા - “વિ’ વિશિષ્ટ અવસ્થા છે તેનું ભાન જ્ઞાનથકી જ થાય છે. માટે અન્યોક્તિ - હે મુમુક્ષુઓ ! જ્ઞાન થકી આ સ્વભાવ-વિભાવનો ભેદ પારખી લઈ, ઔશ્ય-સંસાર ઉત્તાપ ઉપજાવનારા આ વિભાવ ભાવોને ત્યજી દૈત્ય-આત્મ શીતલતા પમાડનારા સ્વભાવ ભાવને ભજો ! (૨) જ્ઞાન થકી જ લવણનો સ્વાદભેદ-ભુદાસ ઉલ્લસે છે. વ્યંજન મિશ્ર - મસાલા મિશ્રિત અવસ્થામાં લવણનો સ્વાદભેદ ભાસે છે, પણ જ્ઞાનથકી જ જેણે શુદ્ધ લવણનો સ્વાદ જાયો છે તે તો લવણનો અસલ સ્વાદ તો આ છે એમ ઝટ સમજી લઈ તે દેખાતા સ્વાદભેદને દૂર ફગાવી દે છે. આ પરથી અન્યોક્તિ - હે મુમુક્ષુઓ ! વિભાવ ભાવ મિશ્ર અવસ્થામાં ચેતનનો સ્વાદભેદ ભાસે છે, પણ શાનથકી જ શુદ્ધ ચેતનનો મૂળ અસલ અનુભવસ્વાદ તો આ છે એમ શાનથી શીધ્ર સમજી લઈ તે દેખાતો અનુભવ સ્વાદભેદ તમે દૂર ફગાવી દ્યો ! તેમજ લવણનો સ્વાદભેદ ને તેથી ઉદાસીન સ્થિતિ છે, તેમ જ્ઞાનથકી જ શુદ્ધ ચેતનનો અનુભવ સ્વાદભેદ ને ઉદાસીન સ્થિતિ જાણી તમે શુદ્ધ ચેતનનો અનુભવાસ્વાદ કરો અને સર્વ વિભાવભાવથી અસ્પૃશ્ય એવી ઉદાસીન આત્મસ્વભાવ સ્થિતિને ભજે ! (૩) ધાતુ જેમ સકલ પ્રદેશે તે ધાતુમય છે ને તેમાં અન્યભાવનો પ્રવેશ પણ નથી, તેમ આ ચૈતન્ય ધાતુ સકલ પ્રદેશે ચૈતન્ય ધાતુમય જ છે ને તેમાં અન્ય ભાવનો પ્રવેશ પણ નથી. એમ જ્ઞાનથકી જ જાણી, અહો મુમુક્ષુઓ ! તમે આ શુદ્ધ સ્વભાવમય ચૈતન્ય ધાતુનો ને વિભાવરૂપ ક્રોધાદિ પરભાવીરૂપ અશુદ્ધિઓનો પ્રગટ વિભેદ સમજી લઈ, ક્રોધાદિ અન્ય ભાવોને આત્મામાં પેસવા મ દ્યો ! એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો. ધર્મ શબ્દ આચરણને બદલે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, (૩૩૪), ૪૦૮ ૫૯૫
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy