SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાનની મુક્તકંઠે પ્રસ્તુતિ કરતો અમૃત સમયસાર કળશ (૧૫) અમૃતચંદ્રજી લલકારે છે – मंदाक्रांता ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था, ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः । ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः, क्रोधादेश्च प्रभवति भिदा भिंदती कर्तृभावं ॥६०॥ શાનેથી જ જ્વલન-જલની ઔષણ્ય-શૈત્ય વ્યવસ્થા, જ્ઞાનેથી જ લવણ રસનો સ્વાદભેદ ભુદાસ; જ્ઞાનેથી જ સ્વરસ વિકસી નિત્ય ચિત્ ધાતુ સાવ, (ને) ક્રોધાદિની પ્રભવતી ભિદા ભેદતી કર્ણભાવ. ૬૦ અમૃત પદ-૬૦ શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ' - એ રાગ જુઓ ! જ્ઞાનનો પ્રભાવ ! જુઓ જ્ઞાનનો પ્રભાવ ! કરે નાશ કર્તૃભાવ... જુઓ જ્ઞાનનો પ્રભાવ ! ૧ અગ્નિ ઉષ્ણતા જણાય, જલ શીતતા ગણાય, એમ વ્યવસ્થા કરાય, જ્ઞાન પ્રભાવે કળાય... જુઓ !. ૨ મીઠું મરચું ભભરાય, લવણ સ્વાદ અવરાય, સ્વાદભેદ દૂર થાય, જ્ઞાને લવણ કળાય... જુઓ !. ૩ સ્વરસે વિકસતી નિત, ચૈતન્ય ધાતુ તણી રીત, અને ક્રોધાદિની રીત, જ્ઞાને જણાયે સુરત... જુઓ !. ૪ ભેદ જ્ઞાનને પ્રભાવ, ભેદતી જ કર્તૃભાવ, ભગવાન અમૃત સ્વભાવ, જ્ઞાન જ્યોતિ એ જલાવ (જગાવ)... જુઓ !. ૫ અર્થ - જ્ઞાન થકી જ અનલ-જલની ઔશ્ય-શૈત્યની (ઉષ્ણપણા-શીતલપણાની) વ્યવસ્થા છે, જ્ઞાન થકી જ લવણના સ્વાદ ભેદનો ભુદાસ ઉલ્લસે છે. જ્ઞાન થકી જ સ્વરસથી વિકસતી નિત ધાતુની અને ક્રોધાદિની ભિદા (ભિન્નતા) કણ્વભાવને ભેદતી એવી પ્રભવે છે (જન્મે છે). અમૃત જ્યોતિ” મહાભાષ્ય “જ્ઞાની કહે છે તે કુંચી રૂપી જ્ઞાન વિચારે તો અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ઉપદેશ છાયા અત્રે “વિજ્ઞાનઘન' અમૃતચંદ્રજી જ્ઞાનની મુક્ત કંઠે ઓર પ્રસ્તુતિ કરી છે - “જ્ઞાનાવ’ - જ્ઞાન થકી જ અગ્નિ અને જલની ઔશ્ય-શૈત્ય વ્યવસ્થા છે, ઉષ્ણપણા-શીતલપણાની વ્યવસ્થા છે, અગ્નિ ઉન્હો છે, પાણી ટાઢે છે એવી વ્યવસ્થા જ્ઞાન થકી જ હોય છે. “જ્ઞાનાવ’ - જ્ઞાન થકી જ લવણનો સ્વાદ ભેદ - બુદાસ ઉલ્લસે છે, અથવા લવણનો સ્વાદભેદ ને બુદાસ-ઉદાસીન સ્થિતિ ઉલ્લસે છે. અર્થાત લવણ-મીઠું બીજા મસાલા સાથે ભેળવ્યું હોય ત્યારે લવણના સ્વાદમાં ભેદ ભાસે છે, પણ જેને શુદ્ધ લવણના અસલ મૂળ સ્વાદનું જ્ઞાન છે, તે તો આ લવણનો સ્વાદ નહિ એમ ઝટ પારખી લઈ તે ૫૯૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy