SearchBrowseAboutContactDonate
Page Preview
Page 741
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અજ્ઞાનને લીધે તમસમાં ઘોર - અંધકારમાં રજૂમાં - દોરડામાં ભુજગ અધ્યાસથી - સાપ માની બેસવાથી જનો દ્રવે છે - દડદડ દોડી જાય છે - એકદમ વેગે ભાગે છે, “જ્ઞાનાત્તમતિ દ્રવંતિ મુન Tધ્યસેન રણ નના:', અને અજ્ઞાનને લીધે વિકલ્પચક્રના - ચક્ર જેવા વિકલ્પવૃંદના કરણથકી - કરવા થકી વાયુથી ઉત્તરંગ - ઉંચા ઉછળતા તરંગવાળા અબ્ધિ - સમુદ્રની જેમ - “જ્ઞાનાવું વિહત્પક્કરગાદ્વીતોત્તરં શ્ચિવત' - આકુલ થયેલા આ જનો સ્વયં - પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં કર્તારૂપ થાય છે - “શદ્ધ જ્ઞાનમાં મરિ સ્વામી હર્ટીમવંત્યજૂના:' - અત્રે આ અન્યોક્તિઓની પરમાર્થ ઘટના આ પ્રકારે - (૧) ઉન્ડાળામાં અરણ્યમાં ભટકતા મૃગને દૂર દૂર ક્ષિતિજમાં જલનો આભાસ આપતું મૃગજલ - ઝાંઝવાનું પાણી દેખાય છે, તેને સાચું પાણી જાણી અજ્ઞાની મૃગ તે પાણી પીવાની આશાથી તે પ્રત્યે પૂરપાટ દોડે છે, પણ તે ઝાંઝવાનું પાણી તો હાથતાળી દઈ દૂર ને દૂર જ રહે છે, મિથ્યાભાસરૂપ હોઈ કાંઈ હાથમાં આવતું નથી, ને મૃગ બિચારું થાકી પાકીને લોથપોથ થાય છે, અજ્ઞાનને લીધે મતિભ્રમથી અતિશ્રમ કરી મહાદુઃખી થાય છે. તેમ અજ્ઞાનને લીધે મૃગ - દુર્બળ હરણ જેવા - અબૂઝ પશુ જેવા ગમાર અજ્ઞાન જીવો છે; તે અજ્ઞાની જીવ-મૃગલાંઓને પરભાવરૂપ મૃગજલમાં આત્મભાવરૂપ જલનો ભાસ થાય છે, એટલે તે જલ પીવાની દુરાશાથી તે પરભાવ મૃગજલ પ્રત્યે અનુધાવન કરે છે, પણ તે પરભાવ મૃગજલ તો મિથ્યાભાસરૂપ હોવાથી તેમાં ક્યારેય પણ કંઈ પણ આત્મભાવ-જલની પ્રાપ્તિ સંભવતી નથી, આમ અજ્ઞાનને લીધે બિચારા અજ્ઞ જીવ-મૃગો ભવારણ્યમાં ભટકતા રહી પરભાવમાં આત્મબુદ્ધિરૂપ અતિભ્રમથી અતિશ્રમ પામી સહા ભવભ્રમણ દુઃખ અનુભવે છે. માટે અન્યોક્તિ - હે અબૂઝ જીવ-મૃગો ! તમે આ પરભાવરૂપ મૃગજલમાં આત્મભાવ-જલની મિથ્યા ભ્રમણાથી તૃષ્ણાથી દોડી દોડી ભવભ્રમણ ક્લેશને અનુભવો છો, તે અજ્ઞાનને લીધે છે, માટે તે આત્મભ્રાંતિ જન્ય ભવભ્રાંતિ ઉચ્છેદવા માટે અજ્ઞાનને છોડો ! અને પરભાવ પ્રત્યે ફોગટ મ દોડો ! . (૨) તમસુમાં - અંધારામાં દોરડું પડ્યું છે, તેને અજ્ઞાનને લીધે સાપ માની બેસી લોકો ભાગે છે. તેમ અજ્ઞાની જીવો તમસમાં - ગાઢ અજ્ઞાન અંધકારમાં પડ્યા છે. તે આત્મવસ્તુરૂપ દોરડામાં પરવતુરૂપ ભુજગનો અધ્યાસ કરે છે, માની બેસે છે, એટલે તે “દ્રવે છે' ભડકીને વેગે ભાગે છે ! આ હું નહિ એમ માની બેસી આત્મસ્વરૂપથી દૂર પલાયન કરે છે ! અથવા તો પરવતુરૂપ દોરડામાં આત્મવસ્તુરૂપ ભુજગનો અધ્યાસ કરે છે, માની બેસવાપણું કરે છે, એટલે તે “દ્રવે છે' - દ્રવી જાય છે - ઓગળી પીગળી જાય છે. એટલે કે પરવસ્તુમાં તન્મય બની એકરસ થાય છે. માટે આ પરથી અન્યોક્તિ - હે આત્મભ્રાંતિ પામેલા મોહ મૂઢ જીવો ! તમે આત્મામાં પરની ભ્રાંતિથી ભડકીને આત્મસ્વરૂપથી દૂર મ ભાગો ! પરમાં આત્માની ભ્રાંતિથી પરમાં તન્મય એકરસ મ બનો ! “સત્' એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એ જ જીવનો મોહ છે. “સત્' જે કોઈ છે, તે “સત જ સરલ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. “સતુ” છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવલ વ્યતિરિક્ત (જૂદું) છે, કલ્પનાથી “પર' (આઘે) છે, માટે જેની પ્રાપ્ત કરવાની દેઢ સતિ થઈ, તેણે પોતે કંઈક જાણતો નથી, એવો દૃઢ નિશ્ચયવાલો પ્રથમ વિચાર કરવો અને “સતુ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૧), ૨૧૧ (૩) સમુદ્ર છે. તેમાં વાયુના હિલોળા આવે છે ને મોટા મોજાં ઉછળે છે - ઉંચા તરંગો ઉઠે છે, ને તેથી ક્ષોભ પામતો - ખળભળી ઉઠતો સમુદ્ર, સ્વયં – પોતે નિસ્તરંગ છતાં, આકુલ હોય છે. તમ આત્મારૂપ સમુદ્ર-ચૈતન્યસાગર છે, તેમાં પરભાવ-વિભાવની વાસનારૂપ વાયુના હિલોળા આવે છે ને વિકલ્પોના મોજો ઉછળે છે - ઉંચા વિકલ્પ તરંગો ઉઠે છે, એક વિકલ્પતરંગ ઉઠ્યો - પછી બીજો ઉઠ્યો - પછી ત્રીજે ઉઠ્યો એમ દુશ્ચક્રની (Vicious Circle) જેમ વિકલ્પચક્ર ઘૂમ્યા કરે છે, વિકલ્પનું ચકરડું ચાલ્યા કરે છે અને તેથી ક્ષોભ પામતો આ વિકલ્પચક્રના દુશ્ચક્રમાં ચાકડે ચઢેલો આ જીવ “આકુલ' થાય ૫૯૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy