SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૮ અજ્ઞાનની ભારોભાર નિંદા કરતો સમયસાર કળશ (૧૩) પ્રકાશે છે – शार्दूलविक्रीडित अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावंति पातुं मृगा, अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रज्जौ जनाः । अज्ञानाच विकल्पचक्रकरणाद्वातोत्तरंगाब्धिवत्, शुद्धज्ञानमया अपि स्वयममी कीभवंत्याकुलाः ॥५८॥ અજ્ઞાને મૃગતૃષ્ણિકા જલધીથી પીવા મૃગો દોડતા, અજ્ઞાને તમમાં ભુજંગ રજુમાં માની જનો ભાગતા; અજ્ઞાને પરને તરંગી જલધિ શું વિકલ્પ ચઢે ગતા. શુદ્ધજ્ઞાનમયા છતાં સ્વયમપિ આકુલ કર્તા થતા. ૫૮ અમૃત પદ-૫૮ અજ્ઞાને કર્તા થઈ આત્મા, આકુલ થઈ અકળાય... ધ્રુવ પદ. ૧ અજ્ઞાને મૃગ મૃગજલ પીવા, જલબુદ્ધિથી ધાય, અજ્ઞાને અંધારે રજુ, માની સાપ પલાય... અજ્ઞાને કર્તા. ૨ અજ્ઞાને જ વિકલ્પ ચક્રના, કરણ ચાકડે ચડાય, વાયે હેલે ચડતા સાયર શું, હાય હિલોળા ખાય... અજ્ઞાને કર્તા. ૩ શુદ્ધ જ્ઞાનમય છતાંય પોતે, જન આ કર્તા થાય, ભગવાન અમૃત જ્યોતિ ભૂલી, આકુલ થઈ અકળાય.. અજ્ઞાને કર્તા. ૪ અર્થ - અજ્ઞાનથી મૃગ તૃાિકાને (ઝાંઝવાના જલને) જલ બુદ્ધિથી પીવાને મૃગો દોડે છે, અજ્ઞાનથી તમસમાં રજૂમાં ભુજગાધ્યાસથી (દોરડીમાં સાપ માની બેસી) જનો ભાગે છે અને અજ્ઞાનથી વિકલ્પ ચક્રકરણથકી વાયુથી ઉત્તરંગ સમુદ્રની જેમ આ (જનો) સ્વયં શુદ્ધ જ્ઞાનમય છતાં આકુલ બની સ્વયં કર્તા થાય છે અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે, સત્યરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્યરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૧૮૪), ૨૧૩ “મુજ લાયકતા પરરસી રે લાલ. પરતુષ્ણાએ તપ્ત રે, તે સમતારસ અનુભવે રે લાલ. સુમતિ સેવન વ્યાસ રે...' - શ્રી દેવચંદ્રજી અજ્ઞાનની ભારોભાર નિંદા કરતા આ કળશ કાવ્યમાં કેટલાક સુપ્રસિદ્ધ દષ્ટાંતો તાદેશ્ય આબેહૂબ શબ્દચિત્રથી (graphic pictures • સ્વભાવોક્તિથી) આલેખી મહાપરમાર્થ કવીશ્વર અમૃતચંદ્રજી અન્યોક્તિથી જીવોની અજ્ઞાન નિંદ્રા ઉડાડે છે. જ્ઞાનાન્ મૃતૃવિદાં નધિય વંતિ પાનું 5T: - અજ્ઞાનને લીધે મૃગતૃષ્ણિકાને - ઝાંઝવાના જલને જલ બુદ્ધિથી પીવાને મૃગો – હરણીયાંઓ દોડે છે, ૫૮૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy