SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજ સ્વભાવે પરિણામ થવું એજ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહિ એવો નિશ્ચય જિને કહ્યો છે, તે વેદાંતાદિ કરતાં બળવાનું પ્રમાણભૂત છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૫૭૭), પ૯૫ “જીવ નવિ પુગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પરતણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે ન પર સંગી. અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા, તાહરી સ્વગુણ પર્યાય પરિણામ રામી.” - શ્રી દેવચંદ્રજી બે ક્રિયાનો અનુભાવી - અનુભવ કરનારો મિથ્યાષ્ટિ કહ્યો તે કયા કારણથી ? તેનો આ ગાથામાં ખુલાસો કર્યો છે અને તેનું ઘટ-મૃત્તિકા ને ઘટ-કુંભકારના દષ્ટાંતથી સાંગોપાંગ બિંબપ્રતિબિંબ ભાવથી તલસ્પર્શી તત્ત્વ સર્વસ્વસમર્પક વિવરણ કરતાં તાત્ત્વિકશિરોમણિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અનન્ય અપૂર્વ અદૂભુત તત્ત્વ રહસ્ય પ્રદ્યોતિત કર્યું છે - પ્રકાશ્ય છે : કારણકે ‘ક્રિક્રિયાવાદીઓ' - આત્મા બે ક્રિયા કરે છે એમ વદનારાઓ આત્મપરિણામને અને પુદ્ગલપરિણામને કરતા આત્માને માને છે, તેથી તેઓ મિથ્યાદેષ્ટિઓ જ છે એમ “સિદ્ધાંત” છે, ત્રણે કાળમાં ન ચળે એવો પરમ નિશ્ચયરૂપ “સિદ્ધ' - સુપ્રતિષ્ઠિત “અંત' - ધર્મ અથવા અંતિમ છેવટનો તત્ત્વ નિર્ણય છે. માટે એકદ્રવ્યથી દ્રવ્યદ્રય પરિણામ - બે દ્રવ્યનો પરિણામ કરાતો મ પ્રતિભાસો ! અત્રે દષ્ટાંત - ગુલાલ-કુંભકાર છે, તે કળશ સંભવને - કળશની ઉત્પત્તિને અનુકૂળ આત્મવ્યાપાર પરિણામ કરતો પ્રતિભાસે છે – જણાય છે - દીસે છે. કેવો છે તે આત્મવ્યાપાર પરિણામ ? ‘નાત્મનોગવ્યતિરિવર્ત' - આત્માથી અતિરિક્ત - અભિન્ન - ભિન્ન જુદો પૃથફ નહિ એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે ? આત્માથી અતિરિક્ત - અભિન્ન - જુદી પૃથક નહિ એવી કેવળ પરિણમ્યા કરવાપણારૂપ પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે - ‘માભિનોડવ્યતિરિક્તા રિતિમાત્ર ક્રિયા શિયમા' | - આમ આવી રીતે આત્માથી – પોતાથી કરાતા આવા આત્મવ્યાપાર પરિણામને કરતો કુંભકાર પ્રતિભાસે છે - દીસે છે. પણ નજરઅહંકારનર્મર - કલશ કરણ અહંકારથી નિર્ભર છતાં, હું કલશ કરું છું એવા અહંકારથી નિર્ભર-અત્યંત ભરેલ છતાં, તે સ્વવ્યાપારને “અનુરૂપ' - અનુસરતા સ્વરૂપવાળો મૃત્તિકાનો કળશ પરિણામ કરતો પ્રતિભાસતો નથી - દીસતો નથી. કેવો છે મૃત્તિકાનો કળશ પરિણામ ? “કૃત્તિવાન વ્યતિરિવર્ત' - કૃત્તિકાથી - માટીથી અતિરિક્ત - અભિન્ન - ભિન્ન જૂદો પૃથક નહિ એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે ? મૃત્તિકાથી અતિરિક્ત - અભિન્ન - જૂદી પૃથફ નહિ એવી કેવળ પરિણમ્યા કરવાપણારૂપ પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે – “કૃત્તિવાથી વ્યતિરિવાયા રિતિમાત્રયી ક્રિયા યિમા' - આમ આવી રીતે મૃત્તિકાથી કરાતા આવા કળશ પરિણામને કરતો કુંભકાર મ પ્રતિભાસો ! મ દીસો ! તેમ દાષ્ટ્રતિક - આત્મા પણ પુગલકર્મ પરિણામને અનુલ આત્મપરિણામ કરતો ભલે પ્રતિભાસો ! ભલે દીસો ! તેવો આત્મપરિણામ શાને લીધે કરે છે ? અજ્ઞાનને લીધે - અજ્ઞાનાતુ’ . કેવો છે તે આત્મપરિણામ ? ‘નાત્મનોડવ્યતિરિક્ત’ - આત્માથી અતિરિક્ત - અભિન્ન - ભિન્ન જૂદો પૃથક નહિ એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે ? આત્માથી અતિરિક્ત - અભિન્ન - જૂદી પૃથક નહિ એવી કેવળ પરિણમ્યા કરવાપણારૂપ પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે, ‘લાભનીડવ્યતિરિવતયા રણતિમત્રિય ક્રિયા ઝિયમ . આમ આવી રીતે અજ્ઞાનને લીધે કરાતા આવા આત્મપરિણામને કરતો આત્મા ભલે પ્રતિભાસો ! પણ ‘પુતિપરિણામરાહંકારનર્મરો' - પુદ્ગલ પરિણામકરણના અહંકારથી નિર્ભર છતાં, હું પુદ્ગલ પરિણામ કરું છું એવા અહંકારથી નિર્ભર - અત્યંત ભરેલ છતાં, તે સ્વપરિણામને અનુરૂપ એવો પુદગલનો પરિણામ કરતો મ પ્રતિભાસો ! મ દીસો ! કેવો છે આ પુદગલનો પરિણામ ? ‘હુIનાવ્યતિરિવર્ત' . પુદ્ગલથી અતિરિક્ત - અભિન્ન - ભિન્ન જૂદો પૃથક નહિ એવો. તે કોનાથી ૫૩૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy