SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ‘પુલૢાતદ્રવ્યેળ સ્વયમંતવ્યાપòન ભૂત્વા યિમાળ - શાની જાણે છે. છતાં માટી જેમ સ્વયં અંતર્ વ્યાપક થઈ ઘડાને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, તથાપ્રકારે પરિણમે છે અને તથાપ્રકારે ઉપજે છે, તેમ શાની બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહણ કરતો, નથી તથાપ્રકારે પરિણમતો અને નથી તથાપ્રકારે ઉપજતો. અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને તેના પરિણામ આત્માથી ‘બહિ:સ્થ' - બ્હાર સ્થિતિ કરી રહેલ છે, આત્મબાહ્ય છે, તેમાં અંતઃપ્રવેશ કરી આત્મા ક્યારેય પણ - આદિમાં મધ્યમાં કે અંતમાં (from beginning to end, from start to finish) - તેમાં અંતર્સ્થાપક થતો નથી. એટલે પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એમ ત્રણે તબક્કામાં વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામરૂપ કર્મ જ્ઞાની કરતો જ નથી, પણ સુખદુઃખાદિ પુદ્ગલ કર્મફળની જાણપણાક્રિયારૂપ કર્મ તો તે કરે જ છે અને આમ પુદ્ગલ કર્મફળને જાણતાં છતાં, જ્ઞાનીનો પુદ્ગલની સાથે કર્તાકર્મભાવ તો નથી જ. આ અખંડ સિદ્ધાંતરૂપ નિશ્ચય વાર્તા છે. પુદ્ગલ કર્મફળને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્તા કર્મભાવ નથી સ્વ જીવ વ્ય આત્મપરિણામ vok પર પુદ્દગલ દ્રવ્ય કર્મ પરિણામ
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy