SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અનુભવાઈ રહેલો - સર્વતઃ પણ એક વિજ્ઞાનઘનત્વથી - જ્ઞાનત્વથી સ્વાદમાં આવે છે.” આ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં વિવરીને કહ્યું તેની પરિપુષ્ટિરૂપ આ અમૃત કળશ (૧૪) અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે - “અખંડિત, અનાકુલ અંતરમાં ને બહારમાં જ્વલંત (ઝળહળતું). અનંત એવું સહજ પરમ તેજ અમને સદા ઉવિલાસ (ઉત્કૃષ્ટપણે વિલાસ કરતું) હો ! - કે જે લવણ ખિલ્યનો (મીઠાના ગાંગડાનો) લીલા પ્રકાર જ્યાં ઉલ્લસે છે એવા ચિતુના ઉછાળાથી નિર્ભર એકરસને સકલકાલ અવલંબે છે. અર્થાત આ અલૌકિક અમૃત કળશનો ભાવ આ લેખકે સ્વરચિત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચ્યો છે તેમ - અત્ર મહાકવિ - બ્રહ્મા “વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજીએ પરમ ઉદ્દામ આત્મભાવના વ્યક્ત કરી છે - સહજ એવું તે પરમ મહસુ - મહાતેજ અમને સદા ઉદ્ વિલાસ હો ! સહજ - આત્મ સહજત સ્વભાવભૂત હોઈ જે ક્યાંઈ બહારથી લાવવું પડતું નથી પણ સહજ - અપ્રયાસપણે સદા હાજરાહજૂર છે, તેમજ તેનાથી પર કોઈ ન હોઈ ને પોતે સર્વથી પર હોઈ જે પરમ” - ઉત્કૃષ્ટ - પરમોત્તમ એવું “મહમ્” છે - “મદસો મહીયાનું મહત્ કરતાં મહતું એવું મહાતેજ છે, ઝળહળ સ્વરૂપે ઝળહળતી પરમ જ્યોતિ છે - તે આ સહજ પરમ તેજ અમને સદા - સર્વકાળ નિરંતરપણે “ઉદ્ર વિલાસ' - ઉત્કૃષ્ટપણે ઉદ્દામપણે વિલાસ કરતું, નિત્ય આત્મામાં રમણ કરતું સહજ - અપ્રયાસપણે સદા હો ! આ પ્રત્યક્ષ અનુભવથી સંવેદાતું સહજ પરમ તેજ કેવું છે ? ‘અવંતિ'. - અખંડ અભંગ આત્મસ્વભાવનું દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી અને ભાવથી કદી પણ કંઈ પણ ખંડિતપણું ન થતું હોવાથી અખંડિત છે, પરભાવ - વિભાવનું કદી પણ આકુલપણું ન થતું હોવાથી અનાકુલ છે, આમ સ્વભાવનું અખંડપણું અને પરભાવના આવરણનું અનાકુલપણું હોવાથી અંતરમાં અને વ્હારમાં અનંતપણે ઉગ્ર સ્વરૂપ તેજ ઝળહળતું - જ્વલંત છે અને આ ઝળહળ જ્વલંત જ્યોતિપણાનો દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી અને ભાવથી અંત ન હોવાથી “અનંત” છે, અત એવ વિદુછતનનિર્મર - ચિત્ ઉચ્છલન નિર્ભર, શુદ્ધ ચૈતન્ય અમૃતસિંધુના ચિત આવિષ્કારોરૂપ તરંગોના ઉછાળાથી નિર્ભરપણું વિલસતું હોવાથી સકલ કાલ એક ચૈતન્ય રસરૂપ છે અને એમ નિરંતર એક ચૈતન્યામૃતરસપણાને લીધે, સર્વ પ્રદેશે લવણ રસ પણે સ્વદાતા લવણ - ઘનની (મીઠાના ગાંગડા) જેમ, સર્વ પ્રદેશે ચૈતન્યઘન સ્વરૂપ છે. આવી ચૈતન્ય અમૃતરસની લહરીઓ ઉછાળતી ચૈતન્યામૃતસિંધુ ચૈતન્યઘન એવી આ સહજાત્મસ્વરૂપ પરમ જ્યોતિ અમને સદા ઉદ્દવિલાસ હો ! સ્વ સ્વરૂપમાં અત્યંત રમણતા રૂપ ઉદ્દામ વિલાસ કરતી નિરંતર પ્રગટ હો ! એમ અનુભવામૃત સિંધુનો પરમ અર્ક (Concentrated extract) આ અમૃત સમયસાર કળશમાં સંભૂત કરી આત્માનુભવામૃત સ્વયંભૂરમણ સમુદ્રમાં રમણતા અનુભવનારા વિજ્ઞાનઘન ભગવત્ અમૃતચંદ્રાચાર્યજી ભાવે છે. આમ પંદર ગાથા અને “આત્મખ્યાતિ'નું તથા અંતર્ગત ચૌદ અમૃત કળશનું આપણે દિગદર્શન કર્યું. હવે સોળમી (૧૬) ગાથાનો ભાવ સૂચવતો અમૃત કળશ અમૃતચંદ્રજી સંગીત કરે છે - (સમજાવે છે) “એહ જ્ઞાનઘનો નિત્ય, આત્મા સિદ્ધિ ઈચ્છુકથી, દ્વિધા એક ઉપાસાઓ, સાધ્ય-સાધક ભાવથી.' આ કળશથી સૂચિત ગાથા આચાર્યજી પ્રકાશે છે – “દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધુએ નિત્ય સેવવા યોગ્ય છે અને તે ત્રણેય નિશ્ચયથી આત્મા જ જાણ !' આ ગાથાની અપૂવ વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં પ્રકાશી છે, તેના અનુસંધાનમાં અમૃતચંદ્રજીએ દર્શન-શાનચારિત્ર અંગે ચાર અમૃત સમયસાર કળશ (૧૬-૧૭-૧૮-૧૯) પ્રકાશ્યા છે અને છેલ્લા કળશમાં આગલી ગાથાનું સૂચન કર્યું છે. આ ગાથામાં (૧૭-૧૮) આચાર્યજીએ પ્રકાશ્ય છે - “જેમ કોઈ પુરુષ રાજાને સદેહે (શ્રદ્ધ) છે, પછી અર્થાર્થી તે તેને પ્રયત્નથી અનુચરે છે, તેમ જીવ-રાજ જાણવો યોગ્ય છે, સહવો (શ્રદ્ધવો) યોગ્ય છે અને મોક્ષકામીએ પુનઃ તે જ અનુચરવો યોગ્ય છે.' આ ગાથાની અપૂર્વ વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશી છે - ** જ્યારે આત્માને અનુભવાઈ રહેલા અનેક ભાવના સંકરમાં પણ પરમ વિવેક કૌશલથી “આ હું અનુભૂતિ’ એવા આત્મજ્ઞાન સંગાથે સંગત થતું જ “તથા” એવા પ્રત્યય લક્ષણવાળું શ્રદ્ધાન ઉસ્લવે (એકદમ ઉપજે) છે, ત્યારે સમસ્ત ભાવાંતરના વિવેકથી નિઃશંક જ આસ્થિત ૬૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy