SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ - આ (આત્મા) એક જ ભૂતાર્થ છે, ઈત્યાદિ ગદ્ય ભાગમાં કહ્યું તેનો સારસમુચ્ચયરૂપ અમૃત કળશ સંગીત કરે છે, “નયશ્રી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત પામી જાય છે અને નિક્ષેપચક્ર અમે ન ક્યાંય ચાલ્યું જાય છે ! બીજું અમે શું કહીએ ? આ સર્વકષ ધામ (તજ) અનુભવમાં આવ્યું àત જ ભાસતું નથી.” અમૃતચંદ્રજીના આ અમૃત કળશ પરથી પરમ આત્મદેશ શ્રીમદ્ રાજચંદ્રજીના આત્માનુભવસિદ્ધ વચનામૃતની સહજ સ્મૃતિ થાય છે - એક પુરાણ પુરૂષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિમાત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. ** અમે દેહધારી હૈયે કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. નય - પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતા નથી. ઈ."* - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૨૫૫ આ પછીની ગાથાનાં ભાવનું સૂચન કરતો અમૃતકળશ (૧૦) અમૃતચંદ્રજી લલકારે છે - “આપૂર્ણ, આદિ અંત વિમુક્ત, સંકલ્પ - વિકલ્પની જાલ ત્યાં વિલીન છે એવો પરભાવથી ભિન્ન એક આત્મસ્વભાવ પ્રકાશતો શદ્વનય અભ્યદય પામે છે.” આવો શદ્ધનય આચાર્ય ચૌદમી ગાથામાં (૧૪) પ્રકાશે છે - “જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત એવો દેખે છે, તે શુદ્ધનય જાણ !' આ ગાથાનો અલૌકિક પરમાર્થ અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશ્યો છે - “નિશ્ચયે કરીને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય અને અનુભૂતિ તો આત્મા જ છે, એટલે આત્મા એક જ પ્રદ્યોતે છે. યથોદિત આત્માની અનુભૂતિ કેમ ? એમ જો પૂછો તો બદ્ધસ્પષ્ટત્વ આદિના અભૂતાર્થપણાને લીધે, ઈ.” અત્ર “આત્મખ્યાતિમાં - (૧) કમલ પત્ર, (૨) મૃત્તિકા, (૩) સમુદ્ર, (૪) સુવર્ણ, (૫) જલ - એ દૃષ્ટાંત યોજી સર્વ ભાવ અત્યંત સ્પષ્ટ કર્યો છે. અર્થાતુ આત્મા જલ - કમલપત્રવતુ છે, આત્મા અનન્ય છે - મૃત્તિકાની જેમ, આત્મા નિયત છે - સમુદ્રની જેમ, આત્મા અવિશેષ છે - સુવર્ણની જેમ, આત્મા અસંયુક્ત છે - શીત જલ જેમ. સર્વના સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૧) અમૃતચંદ્રજી સંગીત કરે છે. “આ અબદ્ધસ્પષ્ટ ભાવ આદિ ફુટપણે ઉપરમાં તરતાં છતાં આવીને જ્યાં પ્રતિષ્ઠા ધરતા નથી, તે સર્વતઃ ઘોતમાન સમ્યક સ્વભાવને જગતુ મોહરહિત થઈને અનુભવો !” તથા બીજે અમૃત કળશ (૧૨) પ્રકાશે છે - ભૂત, વર્તમાન અને ભાવી બંધને એકદમ (એક સપાટ) નિર્ભદીને કોઈ પણ સુધી – સુમતિવંત મોહને હઠથી વ્યાહત્ય કરી જે અંતરમાં સ્કુટપણે અહો ! કળે (દખે, અનુભવે), તો આત્માનુભવૈકગમ્ય મહિમાવાળો આત્મા વ્યક્ત ધ્રુવપણે બેઠો છે - કે જે નિત્ય કર્મકલંક પંકથી વિકલ એવો સ્વયં શાશ્વત દેવ છે.' તથા ત્રી અમૃત કળશ (૧૩) આગલી ગાથાના ભાવનું સૂચન કરતો સંગીત કરે છે - “એવા પ્રકારે જે શુદ્ધનયાત્મિકા આત્માનુભૂતિ આ જ જ્ઞાનાનુભૂતિ એમ નિશ્ચયે કરીને જાણીને, આત્માને આત્મામાં સુનિપ્રકંપ નિવેશીને, સર્વતઃ નિત્ય એક અવબોધઘન - જ્ઞાનઘન છે.” આમ શુદ્ધનયાત્મિકા આત્માનુભૂતિ એ જ્ઞાનાનુભૂતિ એમ “આત્મખ્યાતિ'માં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૧૫) આચાર્યજી પ્રકાશે છે - “જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ દેખે છે, અપદેશ સૂત્રમધ્ય સર્વ જિનશાસનને દેખે છે.” આ ગાથાનો અપૂર્વ પરમાર્થ - મર્મ અમૃતચંદ્રજીએ આત્મખ્યાતિ'માં પ્રકાશ્યો છે - “જે આ અબદ્ધસ્કૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત - એવા આત્માની અનુભૂતિ, તે નિશ્ચયે કરીને અખિલ જિનશાસનની અનુભૂતિ છે - શ્રુતજ્ઞાનનું સ્વયં આત્મત્વ છે માટે. પરંતુ ત્યારે સામાન્ય - વિશેષના આર્વિભાવ - તિરોભાવથી અનુભવાઈ રહેલું છતાં જ્ઞાન અબદ્ધ લુબ્ધોને સ્વદાતું (સ્વાદમાં આવતી નથી. એમ પણ અલુબ્ધ બુદ્ધોને તો - જેમ સૈધવ ખિલ્ય (મીઠાનો ગાંગડો) - અન્ય દ્રવ્ય સંયોગના વ્યવચ્છેદથી કેવલ જ અનુભાઈ રહેલો - સર્વતઃ પણ એક લવણરસત્વથી લવણત્વથી સ્વાદમાં આવે છે - તેમ આત્મા પણ પરદ્રવ્ય સંયોગના વ્યવચ્છેદથી કેવલ જ જુઓઃ “અધ્યાત્મ રાજચંદ્ર (સ્વરચિત) પ્રકરણ ઓગણસાઠમું. ૬૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy