SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય જેમ આ આત્મા તેમ તાદાભ્ય સિદ્ધ સંબંધવાળા સંયોગસિદ્ધ સંબંધવાળા આત્મા અને જ્ઞાનનો આત્મા અને ક્રોધાદિ આસવનો પણ અવિશેષને લીધે સ્વયં અજ્ઞાનથી વિશેષ નહિ જાણતો ભેદ નહિ દેખતો, જ્યાં લગી ભેદ નથી દેખતો, અવિશંકપણે આત્મતાથી ત્યાં લગી અશંકપણે આત્મતાથી જ્ઞાનમાં વર્તે છે; ક્રોધાદિમાં વર્તે છે; અને ત્યાં વર્તતો તે, અને ત્યાં વર્તતો તે, જ્ઞાનક્રિયાના સ્વભાવભૂતપણાએ કરીને ક્રોધાદિ ક્રિયાઓનું – પરભાવભૂતપણાએ કરીને અપ્રતિષિદ્ધપણાને લીધે પ્રતિષિદ્ધપણું છતાં – સ્વભાવભૂતપણાના અધ્યાસને જાણે છે : લીધે ક્રોધે છે, જે છે અને મોહે છે. - તેથી અત્રે જે આ આત્મા, સ્વયં અજ્ઞાન ભવનમાં (અજ્ઞાન હોવાપણામાં) - જ્ઞાનભવન માત્ર (શાન હોવાપણા માત્ર) સહજ ઉદાસીન અવસ્થાના ત્યાગથી - વ્યાપ્રિયમાણ (વ્યાવૃત થતો - પ્રવર્તતો) પ્રતિભાસે છે, તે કર્તા અને જે, જ્ઞાન ભવનમાં વ્યાપ્રિયમાણપણાઓથી (પ્રવર્તવાપણાઓથી) ભિન્ન એવું ક્રિયમાણપણે (કરાઈ રહેવાપણે) અંતરમાં ઉગ્લવતું ક્રોધાદિ પ્રતિભાસે છે, તે કર્મ, - એમ આ અનાદિ અજ્ઞાનજન્ય કર્તાકર્મપ્રવૃત્તિ છે. એમ આ આત્માને - સ્વયે અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવથી ક્રોધાદિમાં વર્તતાને - તે જ ક્રોધાદિ પ્રવૃત્તિરૂપ (પાઠાં : વૃત્તિ રૂ૫) પરિણામને નિમિત્ત માત્ર કરી સ્વયમેવ પરિણમતું પૌદ્ગલિક કર્મ સંચય પામે છે. એમ જીવ અને પુદગલનો પરસ્પર અવગાહલક્ષણ સંબંધરૂપ બંધ સિદ્ધ થાય અને અનેકાત્મક એકસંતાનપણાએ કરીને ઈતરેતર આશ્રય દોષ નિરસ્ત કરતો એવો તે (બંધ) કર્તાકર્મપ્રવૃત્તિનું નિમિત્ત એવા અજ્ઞાનનું નિમિત્ત છે. ૬૯-૭૦ “અમૃત જ્યોતિ” મહાભાષ્ય શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કરી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગનાં ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.” - શ્રીમદ્ રાજચંદ્ર અં. ૪૯૬, ૫૮૮ હું કરતા હું કરતા પરભાવનો હોજી, ભોક્તા પુદ્ગલ રૂપ.” - શ્રી દેવચંદ્રજી આ અંકના ઉદ્ઘાટન કળશમાં સૂચવ્યું તેમ અજ્ઞાન થકી જ કર્તા-કર્મપ્રવૃત્તિ થાય છે; અને આ અજ્ઞાન થકી જ જીવનો બંધ કેવા પ્રકારે થાય છે ? તે સમસ્ત વિધિ આ ગાથામાં શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્યો છે અને તેનું પરમ અદ્ભુત તલસ્પર્શી વિવરણ કરતાં, “આત્મખ્યાતિ સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કર્નાકર્મપ્રવૃત્તિનું સમગ્ર તત્ત્વજ્ઞાન (Comprehensive philosophy) એકજ, સળંગ વાક્ય-સૂત્રમાં ગૂંથેલ અનન્ય સૂત્રાત્મક લાક્ષણિક શૈલીથી નિgષપણે વિવરી દેખાડી, બંધ પ્રક્રિયાનું (Process of Bandha-Bandage) સમસ્ત તત્ત્વ સર્વસ્વ સમર્પક રહસ્ય પ્રસ્કટ કર્યું છે અને ડિડિમ નાદથી જાહેર કર્યું છે કે કર્તાકર્મપ્રવૃત્તિનું મૂળ અજ્ઞાન જ છે, આ અજ્ઞાનને લીધે જ જીવ ક્રોધાદિ પરિણામરૂપ ભાવકર્મ કરે છે, અને જીવના આ અજ્ઞાનજન્ય ક્રોધાદિ પરિણામરૂપ ભાવકર્મને લીધે જ જીવને પૌગલિક કર્મબંધ (દ્રવ્યકર્મ બંધ) થાય છે. તે આ પ્રકારે : ૪૫૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy