SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૩-૬૪ અભિનિવેશ - મિથ્યાગ્રહરૂપ દુરાગ્રહ જેને છે, તેના અભિપ્રાય પ્રમાણે તો ‘તવાની - ‘ત્યારે” તે સંસારઅવસ્થાને વિષે તે જીવ રૂપિપણાને અવશ્ય - જરૂર પામે છે અને આ સંસાર અવસ્થામાં જીવન રૂપિપણું તો “પદ્રવ્યાસધાર' - શેષ દ્રવ્યને અસાધારણ - બાકીના દ્રવ્યોથી વણદિ સાથે તાદાસ્ય સાધારણ - સામાન્ય નહિ એવું કોઈ દ્રવ્યનું અસાધારણ – અસામાન્ય લક્ષણ માનતાં જીવ અભાવ છે. તેથી રૂપિપણા લક્ષણથી લક્ષ્યમાણ - લક્ષાતું જે કંઈ હોય, તે જીવ હોય છે, અને રૂપિપણાથી લક્ષ્યમાણ - લક્ષાઈ રહેલું તો પુદગલદ્રવ્ય જ હોય છે. આમ પુદ્ગલ દ્રવ્ય જ સ્વયં – પોતે જીવ હોય છે, નહિ કે બીજી કોઈ પણ. અને તેમ હોતાં તો - “મોક્ષાવસ્થાથામપિ' - મોક્ષ અવસ્થામાં પણ રૂપિપણારૂપ પુદ્ગલલક્ષણ ચાલુ જ રહેશે, કારણકે “નિત્યસ્વતક્ષત્તિfક્ષતદ્રવ્ય' - નિત્ય - સદાયે સ્વલક્ષણથી - પોતાના લક્ષણથી લક્ષિત દ્રવ્યનું સર્વ અવસ્થાઓમાં અનપાયિપણું હોય છે – સર્વાવસ્થાનાયિત્વાન્ - અર્થાત્ સ્વલક્ષણાથી લક્ષિત દ્રવ્યને કદી પણ તે લક્ષણનો અપાય (હાનિ) હોતો નથી, તે લક્ષણ કદી પણ ચાલ્યું જતું નથી, એટલે ‘નાિિનધનત્યેન' - સ્વલક્ષણ લક્ષિત દ્રવ્યનું “અનાદિ નિધનપણું” – અનાદિ અનંતપણું હોય છે, એથી મોક્ષ અવસ્થામાં પણ પુદ્ગલદ્રવ્ય જ સ્વયં જીવ હોય છે, નહિ કે બીજો કોઈ પણ. અને તેમ હોતાં, પુદ્ગલોથી ભિન્ન-જૂદા એવા જીવદ્રવ્યનો અભાવ હોય છે, તેથી કરીને તેના - તે દુરભિનિવેશવંતના અભિપ્રાયે તો જીવનો અભાવ હોય જ છે. આમ જીવદ્રવ્ય લોપરૂપ મહાદોષ તેને પ્રાપ્ત થાય છે. “વિતા થિતં આમ આ સ્થિત છે કે વર્ણાદિ ભાવો જીવ નથી, યદુવકો માવા ન ગીવ તિ |’ આ અંગે વર્તમાન યુગના સંતશિરોમણિ પરમ ભેદવિજ્ઞાની પરમ આત્મજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – “દેહને વિષે હું પણું મનાએલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે “હું વાણીઓ છું', “બ્રાહ્મણ છું', પણ શુદ્ધ વિચારે તો તેને “શુદ્ધ સ્વરૂપમય છું' એમ અનુભવ થાય. આત્માનું નામ ઠામ કે કાંઈ નથી એમ ધારે તો કોઈ ગાળો વગેરે દે તો તેથી તેને કંઈ પણ લાગતું નથી. જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારૂ શાસ્ત્રો કહ્યાં છે. * “દેહમાં મૂછને લઈને ભય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૩), ૯૫૭ (ઉપદેશ છાયા) સ્વ. પર પુદ્ગલ જીવ "देहेन सममेकत्वं मन्यते व्यवहारवित् । कथंचिन्मूर्ततापत्तेर्वेदनादिसमुद्भवात् ॥ तनिश्चयो न सहते यदमूर्तों न मूर्तताम् । अंशेनाप्यवगाहेत पावकः शीततामिव ॥ उष्णस्याग्नेर्यथा योगाद् घृतमुष्णमिति भ्रमः । तथा मूर्तागसंबंधादात्मा मूर्त इति भ्रमः ॥ न रूपं न रसो गंधो न न स्पर्शो न चाकृतिः । यस्य धर्मो न शब्दो वा तस्य का नाम मूर्तता ॥ दृश्यादृश्यं हृदा ग्राह्यं वाचामपि न गोचरं । स्वप्रकाशं हि यद्रूपं तस्य का नाम मूर्तता ॥ आत्मा सत्यचिदानंदः सूक्ष्मात्सूक्ष्मः परात्परः । स्पृशत्यपि न मूर्तत्वं तथा चोक्तं परैरपि ॥ इंद्रियाणि पराण्याहुरिद्रियेभ्यः परं मनः । मनसोऽपि परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥ વિરે દંત રોfક્ષત્રમૂર્વે મૂર્તતાપમાન ! પશ્યન્યાયવ જ્ઞાની હત્યા થઈવઢવઃ - શ્રી યશોવિજયજી કૃત અ. સાર ૪૨૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy