SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ નથી, પણ વિભ્રમ-મોહનો પડદો ખૂલતાં જ આ રંગભૂમિ અને તે પરના તત્ત્વ-પાત્રનું યથાર્થ સ્વરૂપ-દેશ્ય ચેષ્ટિત દૃષ્ટિ સન્મુખ ખડું થાય છે. એટલે સહૃદય દૃષ્ટા પ્રેક્ષકગણ નાટ્યરસમાં મજ્જન કરે છે, તેમ અધ્યાત્મ ૨સીયા સજ્જન તલ્લીન તન્મય બની જાણે અધ્યાત્મ નાટકના પરમ શાંતસુધારસમાં મજ્જન કરે છે – ડૂબી જાય છે ! - બહિરંગ નાટકમાં જેમ દૃષ્ટા સભ્ય પ્રેક્ષકગણ હોય છે, તેમ આ અંતરંગ નાટકમાં દૃષ્ટા પ્રેક્ષકગણ આત્માર્થી મુમુક્ષુજનો હોય છે. બહિરંગ નાટક જેમ પૂર્વરંગ અને વિવિધ અંકોમાં વિભક્ત હોય છે, તેમ આ અંતરંગ નાટક પણ પૂર્વ રંગ અને નવ અંકમાં વિભક્ત છે. બહિરંગ નાટકમાં જેમ મુખ્યપણે કોઈ શ્રૃંગાર - અદ્ભુત - કરુણ વીર આદિમાંથી કોઈ એક રસનું પ્રાધાન્ય હોય છે, તેમ આ અંતરંગ નાટકમાં મુખ્યપણે રસાધિરાજ પરમશાંતરસનું પ્રાધાન્ય છે. નાટકના સ્રષ્ટા-સર્જક જેમ કોઈ તત્ વસ્તુના જાણકાર તજજ્ઞ મહાકવિ બ્રહ્મા હોય, તેમ આ અંતરંગ નાટકના સ્રષ્ટા-સર્જક અધ્યાત્મ વસ્તુના જાણકાર તજજ્ઞ પરમ બ્રહ્મવેત્તા પરમર્ષિ શાસ્ત્રકાર અને પરમર્ષિ ‘આત્મખ્યાતિ’કાર મહાકવિ પરબ્રહ્મ બ્રહ્મા છે. - નવ તત્ત્વના નવ અંકો જેમાં છે એવા આ નવાંકી અધ્યાત્મ નાટકનો આ પૂર્વરંગ સમાપ્ત થયો. નાટકમાં જેમ પ્રથમ સૂત્રધાર નાટકના પ્રવેશક રૂપ પૂર્વ રંગ રજૂ કરે છે, તેમ મહાકવિ બ્રહ્મા કુંદકુંદજીએ પ્રણીત કરેલા સમયસાર અધ્યાત્મ નાટકના સૂત્રધાર સમા આત્મખ્યાતિ’ સૂત્રકાર મહાકવિ બ્રહ્મા અમૃતચંદ્રજીએ એક આત્માનું સૂત્ર જ્યાં સંતાનિત છે એવી આ એક સૂત્રમય ‘આત્મખ્યાતિ’ વ્યાખ્યાથી ઓર બહલાવેલો આ સમયસાર - નાટકનો પૂર્વ રંગ પ્રણીત કર્યો અને અત્રે નાટકના તન્ના પર મોહનો પડદો દૂર હઠાવીને ભગવાન્ અવબોધસિંધુ - જ્ઞાનસિંધુ આત્માનું પાત્ર સમયસાર નાટક કળશ કાવ્યના દિવ્ય ધ્વનિથી આ અધ્યાત્મ રંગભૂમિ પર પ્રગટ ખડું કર્યું અને તે ભગવાન્ જ્ઞાનસિંધુ આત્માના લોકપર્યંત ઉછળતા શાંતસુધારસમાં નિમજ્જન કરવાનું આ મહાનાટ્યકાર મહા કવીશ્વરે સર્વ કોઈને સપ્રેમ આમંત્રણ આપ્યું. મહાકવિ બ્રહ્મા કુંદકુંદ : મહાકવિ બ્રહ્મા અમૃતચંદ્ર પરમર્ષિ કુંદકુંદાચાર્યજી કૃત આ સમયસાર પ્રામૃત'ની અપૂર્વ ‘આત્મખ્યાતિ' વ્યાખ્યાની અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથણી કરતાં મહાનિગ્રંથ મુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીને જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર ! તેના ગદ્યભાગ માત્રથી સંતોષ ન થતાં, તેમનો આત્માનંદ અમૃતરસ એટલો બધો ઉભરાયો કે તે પરમ અમૃતરસ સંસ્કૃત ‘સુવર્ણ' કળશમય કવિતાની અમૃતસરિતા રૂપે પ્રવહ્યો. દિવ્ય અધ્યાત્મ ગગનમાં અતિ અતિ ઉર્ધ્વ ભૂમિકાએ ઉડનારા આ પરમહંસ મહાનાટ્યકાર અમૃતચંદ્રજી મહાકવિએ, ગગન ગામિની કલ્પનાથી આ સમયસારને પોતાની વિશિષ્ટ સમયસાર નાટક કળશની દિવ્ય સૃષ્ટિથી અલૌકિક અનુપમ અદ્ભુત નાટકનું વ્યવસ્થિત રૂપ આપ્યું. આત્માને શુદ્ધ ચેતનાના શાંતસુધારસમાં રમણ કરાવતું તે જાણે - ‘ાવ્યેવુ ના થં' - કાવ્યોને વિષે નાટક રમ્ય છે એ ઉક્તિને ચરિતાર્થ કરતું હોય નહીં ! અને એટલે જ આત્મરમણતામાં રમણ કરાવવા સમર્થ આવા દિવ્ય નાટકના અનુપમ સ્રષ્ટા પરંબ્રહ્મ સ્વરૂપ આ બન્ને આત્મારામી મહાકવિ બ્રહ્માઓની આ દિવ્ય કાવ્યસૃષ્ટિ દેખી સાનંદાશ્ચર્ય અનુભવતા સહૃદય દૈષ્ટા મુમુક્ષુ આત્માર્થી જન પદે પદે આફ્રીન પોકારે છે કે - જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર ! // ઈતિ શ્રી સમયસાર વ્યાખ્યા ‘આત્મખ્યાતિ'માં પૂર્વરંગ સમાપ્ત ॥ ॥ इति श्री समयसारव्याख्यायामात्मख्यातौ पूर्वरंगः समाप्तः ॥ 卐 ૩૫૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy