SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ મહાપ્રવાહમાં ક્યાંય પત્તો ન લાગે એમ તાણી જઈ - ડૂબાવી દઈ ફૂલાવી દઈ, આ “ભગવાન અવબોધસિંધુ' - જ્ઞાનસિંધુ - જ્ઞાનાર્ણવ પ્રો-ગ્ન થયો છે ! કોનન ઉષ માવાન વવોલિંg: - અત્યંત ઉન્મગ્ન થયો છે ! પ્રગટ દૃષ્ટિએ પડે એમ અત્યંતપણે ઉપરમાં તરી આવેલો દેખાય છે ! તેનું સાક્ષાતુ દર્શન કરી પાવન થાઓ ને તેના આ શાંતસુધારસમાં નિમજ્જ ! નાટકનો પડદો દૂર થતાં દેખવ્ય જેમ દૃષ્ટિસન્મુખ પ્રત્યક્ષ દશ્યમાન થાય, તેમ મોહ-વિભ્રમનો નાનકડો પડદો દૂર થતાં આ દૃષ્ટવ્ય દેખા-આત્મા દૃષ્ટિ સન્મુખ પ્રત્યક્ષ દૃશ્યમાન છે તે દેખો ! અને તેના શાંતરસમાં નિમજ્જન કરી દિવ્ય આનંદનો અનુભવ કરો ! આ “આત્મખ્યાતિ’ ચંદ્રિકા રૂપ અમૃત વર્ષાવતા “અમૃતચંદ્ર' આત્માના દર્શને લોકપર્વત શાંતસુધારસ ઉલ્લાવતો આ ભગવાનું જ્ઞાનસિંધુ ઉન્મગ્ન થયો - પ્રગટ તરતો દેખ થયો, તે બીજો કોઈ નહિ પણ આ પ્રત્યક્ષ દૃશ્યમાન અનુભવ સ્વરૂપ સહજાત્મસ્વરૂપ ભગવાન્ આત્મા જ છે, આ શાંતસુધારસમય ભગવાનું જ્ઞાનસમુદ્ર આત્મા એકદમ બહાર પ્રત્યક્ષ પ્રગટ દેખાય એમ પ્રકૃષ્ટપણે અત્યંત ઉન્મગ્ન થયો છે તે છે લોકો ! તમે આત્માનુભવ પ્રત્યક્ષથી અવલોકો ! અને પરમતીર્થ સ્વરૂપ આ જ્ઞાનામૃત સિંધુના પરમ શાંતસુધારસમાં મજ્જન કરો ! તેમાંથી કદીય હાર ન નીકળાય એમ એમાં જ નિમગ્ન-નિતાંતપણે મગ્ન થાઓ ! “વિજ્ઞાનઘન’ અમૃતચંદ્રજીના આ દિવ્ય ધ્વનિનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એમ પરમ જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજી આવું જ પરમ જ્ઞાનામૃત વર્ષાવતું પરમ ભાવવાહી આહ્વાન કરે છે : “દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ : સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭૫૯), ૮૩૨ અત્રે પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ જ્યાં અન્ય સર્વ ભાવ પ્રશાંત થઈ ગયા છે એવા શાંત - સુધારસમય કેવલજ્ઞાન સિંધુમાં નિમજ્જન કરવાનું સાર્વજનિક શાંત સુધારસમય શાનામૃત આહ્વાન કર્યું છે. કારણકે સર્વ પરભાવ-વિભાવ જ્યાં વિરામ પામી ગયા સિંધુમાં નિમજ્જનનું સાર્વજનિક છે, એવા પરમ શાંત કેવલ જ્ઞાનમય આત્મસ્વભાવમાં વર્તતાં, આત્મા પરમ આમંત્રણ : વીતરાગ ભાવરૂપ વીતરાગ ભાવરૂપ અસંગ પદને પામે છે, કે જ્યાં અનાદિ કુવાસનામય અસંગ પદ વિષનો પરિક્ષય - ‘ વિભાગ પરિક્ષય થતાં, પરમ અમૃત સ્વરૂપ આત્મા શુદ્ધ સહજત્મસ્વરૂપે પ્રગટ થાય છે અને જ્યાં પરમ શાંત સુધારસનો પ્રશાંત અખંડ પ્રવાહ વહ્યા કરે છે - “પ્રશાંત વાહિતા' વર્તે છે, એટલે અખંડ આત્મસ્થિતિ રૂપ પરમ પ્રશાંત ચૈતન્યરસામૃત સાગરમાં આત્મા નિરંતર નિમજ્જન કરે છે. અત્રે જ તે આત્મારામી શુદ્ધોપયોગી પરમ યોગી જ્ઞાન-દર્શન-ચારિત્રની અભેદ એકતા રૂપ પરમાર્થ મોક્ષમાર્ગને - “શિવમાર્ગ'ને સાક્ષાત પામે છે, મોક્ષરૂપ ધ્રુવપદ પ્રત્યે લઈ જનારા પ્રત્યક્ષ “ધ્રુવ માર્ગ”ને પ્રાપ્ત કરે છે. આવા શીઘ મોક્ષપદ પ્રાપ્ત કરાવનારા અસંગ ચૈતન્યના પરમ શાંતરસામૃત સાગરમાં નિમજ્જન કરનારા આ અસંગ વીતરાગ શુદ્ધોપયોગી યોગીની આત્મદશા પરમ અદ્દભુત હોય છે, તેનો આત્મા એટલો બધો ઉદાસીન - વીતરાગ વર્તે છે કે તે સર્વત્ર અસંગ ભાવને જ ભજે છે, એક આત્મા સિવાય અન્યત્ર ક્યાંય પણ સંગ કરતો નથી. આવી પરમ અદ્દભુત અસંગ ઉદાસીન વીતરાગ દશાનું વર્તમાનમાં શ્રેષ્ઠ ઉદાહરણ પરમ ભાવિતાત્મા આત્મારામી શ્રીમદ્ રાજચંદ્રજીના તેમના પરમાર્થ સખા સૌભાગ્ય પરના અમૃત પત્રોમાં આ સહજ અનુભવોદ્દગારોમાં સુજ્ઞ વિવેકીઓને સ્થળે સ્થળે પ્રત્યક્ષ થાય છે. જેમકે - ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.” એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમારે દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે.” ૩૪૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy