SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વગઃ સમયસાર કળશ-૩૨ આ કેવલ બ્રાનસિંધુના પરમ શાંતસુધારસમાં એકી સાથે મજ્જન કરવાનું સમસ્ત લોકોને આમંત્રણ કરતો અમૃત કળશ અમૃતચંદ્રજી લલકારે છે – वसंततिलका मजंतु निर्भरममी सममेव लोका, आलोकमुच्छलति शांतरसे समस्ताः । आप्लाव्य विभ्रमतिरस्करिणी भरेण, प्रोन्मग्न एष भगवानवबोधसिंधुः ॥३२॥ નિમજ્જજો અતિ જનો સહ સાથ આંહિ, આલોક ઉછળત શાંતરસાબ્ધિમાંહિ. ફૂલાર્વી વિભ્રમતણો પટ અમૃતેંદુ, પ્રોન્મગ્ન એહ ભગવાન્ અવબોધ સિંધુ. ૩૨ અમૃત પદ-૩૨ મજ્જન કરો કે મજ્જન કરો, શાંતરસે સહુ મજ્જન કરો ! લોક સુધી આ ઉછળતા રસમાં, એક સાથે સહુ મજ્જન કરો !... મજ્જન. ૧ વિભ્રમનો પડદો ફૂલાવી, અમૃતરસે આ મૂલવતો, અમૃતચંદ્ર ઉલસાવ્યો ભગવાન, જ્ઞાનસિંધુ ઉન્મગ્ન થયો... મજ્જન. ૨ અર્થ : લોક પર્યત ઉછળી રહેલા શાંતરસમાં આ સમસ્ત લોકો એકી સાથે જ નિર્ભરપણે મજ્જન કરો ! વિભ્રમ રૂપ તિરસ્કરિણી (પડદીની) આપ્લાવિત કરી, આ ભગવાન અવબોધસિંધુ (જ્ઞાનસિંધુ) આત્મા પ્રોન્મગ્ન થયો છે ! (પ્રકૃષ્ટપણે ઉન્મગ્ન થયો છે !) અમૃત જ્યોતિ મહાભાષ્ય આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ આ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે. જે સુલભ છે અને તે પામવાને હેત પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં, “તું હિ તંહિ વિના બીજી રટના રહે નહીં. માયિક એક પણ ભયનો. મોહનો સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૭૦ અત્રે સમસ્ત મુમુક્ષુ શ્રોતાજનને જ નહિ પણ સમસ્ત લોકોને પરમ પ્રેરણા-આહવાન રૂપ આ ઉપસંહાર કળશ પરમ આત્મભાવની વસંતઋતુના પ્રફુલ્લ ઉલ્લાસથી વસંતતિલકા વૃત્તમાં લલકારતાં મહાઅધ્યાત્મ નાટ્યકાર પરમ પરમાર્થ મહાકવિવર અમૃતચંદ્રજી અભુત નાટકીય શૈલીથી દિવ્ય ધ્વનિમય અમૃતવાણીથી ઉદ્દબોધન કરે છે કે - માતોમુછન્નતિ શાંતરસે સમસ્તા: - આ પરમ શાંતસુધારસ એટલો બધો ઉલ્લાસ પામ્યો છે કે તે લોકપર્વત ઉછળી રહ્યો છે ! એ શાંતરસમાં અહો લોકો ! તમે બધાય એકી સાથે જે નિર્ભરપણે – પૂરેપૂરી રીતે ગાઢપણે – “પેટ ભરીને મજ્જન કરો ! મiતુ નિર્મરમની સમેવ તોછા. - શાંતરસ સમુદ્ર એટલો બધો અવગાહવાળો છે કે તે બધાને - આખા લોકને - એકીસાથે સમાવી શકે એવો છે. માટે આમાં અમે બધા કેવી રીતે અવકાશ પામીશું ? એવી ભીતિ રખેને મ સેવશો ! Come one - come all ! એમ તમને સર્વેયને આ અમે - “અમૃતચંદ્ર’ - આત્માએ વહાવેલા - ઉલસાવેલા આ શાંતસુધારસ અમૃતસાગરમાં નિમજ્જન કરવાનું આત્મબંધુભાવે આમંત્રણ છે ! “સાગમટે નોતરૂં છે !” સત્તાવ્ય વિક્રમતિરક્કરિપff રેપ - જુઓ ! વિભ્રમ રૂપ તિરસ્કરિણીને’ - આત્માને આવરણ રૂપ નાનકડી “પડદી'ને આપ્લાવિત કરી, આ અમૃતરસ પૂરના ૩૪૭
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy