SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ ૧૦. दसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिचं । ताणि पुण जाण तिण्णिवि अप्पाणं चेव निश्चयदो ॥२६॥ અર્થ - દર્શન - જ્ઞાન - ચારિત્ર સાધુએ નિત્ય સેવવા યોગ્ય છે અને તે ત્રણેય નિશ્ચયથી આત્મા જ જાણ ! અત્રે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી “આત્મખ્યાતિ'માં પ્રકાશે છે - “નિશ્ચયે કરીને જે જ ભાવે કરીને આત્મા સાધ્ય – સાધન હોય, તેથી કરીને જ આ નિત્ય ઉપાસ્ય છે એમ સ્વયં અભિપ્રાય ધારી (વિચારી) “સાધુએ દર્શન - જ્ઞાન - ચારિત્ર નિત્ય ઉપાસ્ય છે' એમ પરો પ્રત્યે વ્યવહારથી પ્રતિપાદવામાં આવે છે. પુનઃ તે ત્રણે પણ પરમાર્થથી આત્મા એક જ છે - વસ્તૃતરનો (બીજી કોઈ વસ્તુનો) અભાવ છે માટે. જેમ કોઈ દેવદત્તનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ દેવદત્તના સ્વભાવના અનતિક્રમથી દેવદત્ત જ છે - નહિ કે વસ્તૃતરઃ તેમ આત્માની બાબતમાં પણ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ આત્મસ્વભાવના અનતિક્રમથી આત્મા જ છે - નહીં કે વસ્વન્તર, તેથી આત્મા એક જ ઉપાય છે, એમ સ્વયમેવ પ્રદ્યોતે છે. (તે આત્મા - ખરેખર ! તે નીચેના કળશોમાં કહીએ છીએ.)' અમૃતખ્યાતિનો આશય આ લેખકે સ્વરચિત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં આ પ્રમાણે વિવર્યો છે : નિશ્ચય શુદ્ધ દ્રવ્યાશ્રિત હોઈ અભેદગ્રાહી છે. એટલે તેમાં સાધ્ય - સાધનનો અભેદ છે, વ્યવહાર પર્યાયાશ્રિત છે - હોઈ ભેદગ્રાહી છે એટલે તેમાં સાધ્ય-સાધનનો ભેદ છે. દ્રવ્યાશ્રિત નિશ્ચય દૃષ્ટિએ એક શુદ્ધ આત્મા એ જ અભેદ રત્નત્રયી છે અને એ જ નિશ્ચય મોક્ષમાર્ગ છે; અને આ આત્માથી અભિન્ન સ્વગુણપર્યાયરૂપ દર્શન-જ્ઞાનચારિત્ર એ આત્મસ્વભાવભૂત આત્મધર્મ સ્વગત - આત્મગત ભેદવિવક્ષારૂપ સદભૂત વ્યવહારથી વા પરમાર્થ વ્યવહારથી ભેદ રત્નત્રયી છે. એટલે એ પણ નિશ્ચય મોક્ષમાર્ગના અંગભૂત જ છે. કારણકે એ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ભેદરત્નત્રયીરૂપ આત્મધર્મ આત્માથી અભિન્ન હોઈ અભેદ રત્નત્રયીરૂપ આત્મા પ્રત્યે - નિશ્ચય સાધ્ય પ્રત્યે લઈ જનાર નિશ્ચય સાધન છે. મહાગીતાર્થ મહામુનિ દેવચંદ્રજીએ “અધ્યાત્મગીતા'માં સંગીત કર્યું છે તેમ - “ભેદરત્નત્રયી તીક્ષ્ણતાયે, અભેદ રત્નમયીમાં સમાયે’ - ભેદ રત્નત્રયીની તીક્ષ્ણતાએ કરીને અભેદ રત્નત્રયીરૂપ આત્મામાં” આ સમાય છે, સવિકલ્પરૂપ ભેદરત્નત્રયીના સાધન થકી નિર્વિકલ્પ અભેદ રત્નત્રયીરૂપ સાધ્ય આત્મા પર આરૂઢ થવાય છે; અને એટલે જ નિશ્ચયથી આત્માથી અભિન્ન છતાં સભૂત વ્યવહારથી ભિન્ન વ્યપદેશાતા આ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મધર્મ સાધુએ નિત્ય ઉપાસ્ય છે - સદાય ઉપાસવા યોગ્ય છે, નિરંતર આરાધવા યોગ્ય છે, એવો સ્પષ્ટ ઉપદેશ અત્ર આ ગાળામાં કરવામાં આવ્યો છે, કે જેથી કરીને દર્શન-શાન-ચારિત્ર એ આત્મધર્મથી અભિન્ન એવો નિત્ય ઉપાસ્ય આત્મા પ્રાપ્ત થાય. આમ આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન, આત્માનું ચારિત્ર એ ભેદરત્નત્રયી અને આત્મા એ જ દર્શન, આત્મા એ જ જ્ઞાન, આત્મા એ જ ચારિત્ર એ અભેદરત્નત્રયી - એમ ભેદભેદ રત્નત્રયી બન્ને આત્માશ્રિત હોઈ સાધ્ય - સાધનના અભેદથી નિશ્ચય મોક્ષમાર્ગ પરમાર્થ મોક્ષમાર્ગ છે. અને એ જ “જિન”નો મૂળમાર્ગ છે, જે જિનના મૂળ માર્ગનું દિવ્ય ગાન પરમ આત્મદેણ શ્રીમદ્ રાજચંદ્રજીએ “મૂળ મારગ સાંભળો જિનનો રે એ દિવ્ય ધ્વનિનો રણકાર કરતા આ અમર કાવ્યમાં પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યું છે - મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ... મૂળ મારગ. નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વહાલું અંતર ભવદુઃખ... મૂળ મારગ. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ.. મૂળ મારગ. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... મૂળ મારગ. જે શાને કરીને જણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત... મૂળ મારગ. ૪૨
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy