SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ જ્યારે સ્વભાવભાવની ભાવના સૌષ્ઠવના અવરંભ વડે કરીને, તેના (મોહના) સંતાનના અત્યંત વિનાશથી પુનઃ અપ્રાદુર્ભાવાર્થે (ફરી પ્રાદુર્ભાવ-પ્રગટવું ન થાય એમ), ભાવક એવો મોહ ક્ષીણ થાય, ત્યારે તે જ ભાવ્ય-ભાવક ભાવના અભાવથી એકત્વમાં ઢંકોત્કીર્ણ એવા પરમાત્માને પ્રાપ્ત થયેલો એવો ક્ષીણમોહ' જિન, એવા પ્રકારે તૃતીય નિશ્ચયસ્તુતિ છે. અને એમ જ મોહપદના પરિવર્તનથી રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોક્ષ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન, એમ સોળ સૂત્રો વ્યાખ્યેય (વ્યાખ્યા કરવા યોગ્ય) છે. આ દિશા પ્રમાણે બીજા પણ સમજી લેવા. ૩૩ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાનસ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ' જ્ઞાન કહેવા યોગ્ય છે.'' – શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૯૦), ૬૭૯ ‘‘સહજ ગુણ આગરો સ્વામી સુખ સાગરો, જ્ઞાન વયરાગરો પ્રભુ સવાયો; શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મોહરિપુ જીતી જય પડહ વાયો...'' ક્ષીણમોહ તે જિન : મોહક્ષયનું અમૃતચંદ્રજીએ દાખવેલું અપૂર્વ વિધાન - અત્રે ભાવ્ય-ભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિનો ત્રીજો પ્રકાર કહ્યો છે : ‘જિતમોહ’ - જેણે મોહ જીતી લીધો છે એવા સાધુનો જ્યારે ક્ષીણમોહ થાય, ત્યારે તે નિશ્ચયવિદોથી - નિશ્ચયશોથી ‘ક્ષીણમોહ' કહેવાય છે. આ ગાથાની અપૂર્વ વ્યાખ્યા કરતાં અમૃતચંદ્રજીની અમૃત વાણીએ મધુરતમ-વિશદતમ શૈલીમાં નિષ્ઠુષપણે સ્પષ્ટ સમજાવી અલૌકિક પરમાર્થ પ્રકાશ રેલાવ્યો છે : અહીં ‘પૂર્વ પ્રક્રાંત વિધાનથી' આ પૂર્વેની ગાથાની ‘આત્મખ્યાતિ’ વ્યાખ્યામાં પ્રસ્તુત કરેલ સકલ અવિકલ વિધાન પ્રમાણે આત્માના મોહને ન્યષ્કૃત કરી - તિરસ્કૃત કરી હઠથી હઠાવી, પથોદિત જ્ઞાનસ્વભાવ વડે ‘અતિરિક્ત' - અધિક - અલાયદા જૂદા તારવી આવતા એવા આત્માના ‘સંચેતનથી’ સંવેદનથી - સમ્યક્ અનુભવનથી ‘જિતમોહ' હોતા સત્નો – સંતનો – સાધુ સત્પુરુષનો ભાવક એવો મોહ જ્યારે ક્ષીણ થાય - ક્ષય પામી જાય, ત્યારે તે જ જિતમોહ સાધુ-સત્પુરુષ ભાવ્ય-ભાવક ભાવના અભાવથી એકત્વમાં ટંકોત્કીર્ણ એવા પરમાત્માને પ્રાપ્ત થયેલો ક્ષીણમોહ જિન, એવી ત્રીજી નિશ્ચયસ્તુતિ છે. આ મોહ કેવો ક્ષીણ ? ‘તત્ સંતાનના' - તે મોહની સંતતિના અત્યંત - સર્વથા વિનાશથી પુનઃ અપ્રાદુર્ભાવ હોય એમ, અર્થાત્ ફરી પ્રાદુર્ભાવ - પ્રગટવું ન થાય એમ સર્વદાને માટે સર્વથા ક્ષીણમોહ. એવો ક્ષીણમોહ કેવી રીતે થયો ? સ્વભાવભાવની ભાવનાના સૌષ્ઠવના - સારી પેઠે કરવાપણાના અવખંભ થકી - આધાર - ઓથ થકી. અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થગંભીર વ્યાખ્યાનું વિશેષ સ્પષ્ટીકરણ આ પ્રકારે - - પ્રથમ તો ‘પૂર્વપ્રાંતવિધાનેન’ આ પૂર્વે ગાથાની ‘આત્મખ્યાતિ' વ્યાખ્યામાં પૂર્વે પ્રક્રાંત-પ્રસ્તુત ‘વિધાનથી’ સકલ અવિકલ વિધિથી આત્માના મોહને ન્યકૃત - તિરસ્કૃત કરી, તિરસ્કારી, ગાભનો મોહં ચત્ય, હઠથી હઠાવી, યથોક્ત જેવો કહ્યો હતો તેવા ષવિશેષણ સંપન્ન ભગવત્ જ્ઞાનસ્વભાવથી ‘અતિરિક્ત' - અધિક અતિશાયી - અલાયદા - જૂદા નહિં એવા આત્માના ‘સંચેતન’ વડે - સંવેદન વડે સમ્યક્ અનુભવન વડે જિતમોહ' હોય છે, અર્થાત્ તે મોહ ભાવ કરનાર ‘ભાવક’ એવા મોહને ‘તદનુવૃત્તિમાંથી' - તેને અનુકૂળ વૃત્તિમાંથી ભાવ્ય એવા આત્માને દૂરથી લાંબેથી જ પાછો વાળી, મોહને જીતી, એકત્વમાં ટંકોત્કીર્ણ એવા આત્માને ભગવત્ જ્ઞાન સ્વભાવે કરી દ્રવ્યાંતર સ્વભાવભાવી સર્વ ભાવાંતરોથી - બીજા બધા ભાવોથી અતિરિક્ત - અધિક - અતિશાયી - અલાયદો - = - ૨૮૬ - - - શ્રી દેવચંદ્રજી (પાર્શ્વ જિન સ્તવન) = -
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy