SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અર્થાત્ સહજાત્મસ્વરૂપ તે ‘જિન’ છે. અત્રે સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ આ સર્વરાગાદિ ભાવોથી ભિન્ન શુદ્ધ આત્માને સંચેતવાને-અનુભવવાને પણ ક્યારે સમર્થ થાય છે ? જેમ મોહમાંથી તેમ રાગાદિ ભાવોમાંથી આત્માને હઠથી હઠાવી ભાવ્ય-ભાવક ભાવનો વિવેક કરે છે ત્યારે. અર્થાત્ વિષય-કષાયાદિ રાગાદિ ભાવક ભાવોમાંથી ભાવ્ય એવા આત્માને પાછો વાળી – હઠથી પાછો હઠાવી, પ્રત્યાહ્ન કરવા રૂપ પાછો ખેંચી લેવા રૂપ પ્રત્યાહાર કરે છે ત્યારે જ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ તે તે રાગાદિ ભાવોનો જય કરી તથારૂપ શુદ્ધ આત્માને સંચેતવાને-અનુભવવાને સમર્થ થાય છે અને ખરેખરા જ્ઞાની સમ્યક્ દૃષ્ટિ પુરુષ તેમજ કરે છે, એટલે અવિદ્યાભ્યાસ સંસ્કાર દૂર થઈ જેને જ્ઞાન સંસ્કાર પ્રાપ્ત થયા છે એવા જ્ઞાની પુરુષને રાગ-દ્વેષ-મોહાદિ ભાવો ક્ષોભ પમાડી શકતા નથી, કષાયો-ચિત્તભૂમિને ખૂંદી નાંખી ક્ષળભળાટ મચાવતા નથી, વિષયોનું આકર્ષણ મનને ડામાડોળ કરતું નથી, માન-અપમાન–સુખ-દુઃખ-હર્ષ-શોક વગેરે દ્વંદ્વો ચિત્તને વિક્ષેપ ઉપજાવતા નથી, અર્થકથા કામકથા કે કોઈ પણ પ્રકારની વિકથા ચિત્તને આકર્ષતી નથી.* બાહ્ય ભાવનું રેચન કરી અને અંતર ભાવનું પૂરણ ને કુંભન (સ્થિરીકરણ) કરી જેણે ભાવ પ્રાણાયામ સાધ્યો છે એવા ભાવયોગી જ્ઞાની પુરુષની વૃત્તિ બાહ્ય ભાવમાં ૨મતી નથી અને અંતરાત્મભાવમાં પરિણમે છે, એટલે જ અપૂર્વ આત્મવીરત્વ દાખવતો તે રાગ દ્વેષાદિ - વિષય કષાયાદિ વૃત્તિમાંથી પાછો વળી તે આંતર શત્રુઓનો વિજય કરવાને સમર્થ થાય છે અને એટલે જ તે નિશ્ચયે કરીને ‘જિન' નામથી સ્તવવા યોગ્ય બને છે. આવું આત્મસ્થાને અપૂર્વ વીરત્વ દાખવનારા પરમ આત્મવિજયી શ્રીમદ્ રાજચંદ્રજીના આત્મપુરુષાર્થ પ્રેરક અનુભવ વચનામૃત છે કે - - ‘નિદ્રાદિ પ્રકૃતિ, ક્રોધાદિ અનાદિ વૈરી તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું. તેને અપમાન દેવું. તે છતાં ન માને તો તેને ક્રૂર થઈ ઉપશમાવવી. તે છતાં ન માને તો ખ્યાલ (ઉપયોગ)માં રાખી વખત આવ્યે તેને મારી નાંખવી. આમ શૂર ક્ષત્રિય સ્વભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિ સુખ થાય.'' “બાર અંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ બે પ્રકારની છે ઃ એક બાહ્ય અને બીજી આંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બ્હાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું તે અંતર વૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતરવૃત્તિ રહે.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૭૮, ૬૪૩ “શરીર કૃશ કરી, માંહેનું તત્ત્વ શોધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ, વિષય કષાય રૂપ ચોરને અંદરથી બ્હાર કાઢી, બાળી જાળી, ફૂંકી મૂકી, તેનું સ્નાન સૂતક કરી, તેનો દાડો પવાડો કરી શાંત થાઓ, છૂટી જાઓ, શમાઈ જાઓ, શાંતિ, શાંતિ, શાંતિ થાઓ, વહેલા વહેલા તાકીદ કરો.’’* - શ્રીમદ્ રાજચંદ્ર “અવિક્ષિતં મનસ્તત્ત્વ, વિક્ષિપ્ત પ્રાંતિભનઃ । धारयेत्तदविक्षिप्तं, विक्षिप्तं नाश्रयेत्ततः ॥ अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्त्वत्त्वेऽवतिष्ठते ॥ अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । નાપમાનાવવસ્તસ્ય 7 ક્ષેપો વસ્વ ચેતસ્ય ।।” - શ્રી પૂજ્યપાદ સ્વામી કૃત ‘સમાધિ શતક’ જુઓ : ‘અધ્યાત્મ રાજચંદ્ર', (સ્વરચિત), પ્રકરણ-૯૭, પૃ. ૬૮૮ ૨૮૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy