SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ-૨૪ (રોળાવૃત્ત) કાંતિથી જે શ્વવરાવે છે દશે દિશાને યતિપતિ, ઢાંકી ઘે જે મહાતેજના તેજોને નિજ તેજ વતી; રૂપથી ચોરે જનમનને જે દિવ્ય ધ્વનિથી “અમૃત ઝરે, અષ્ટોત્તરસહસ્ત્ર લક્ષણા તીર્થકરા ને વંદ્ય ખરે ! ૨૪ - અર્થ - કાંતિથી જ જેઓ દશે દિશાઓને હવરાવે છે, તેથી જેઓ ઉદ્દામ મહસ્વીઓના (મહા તેજસ્વીઓના) તેજને નિસંધે છે. રૂપથી જેઓ જનમનને ચોરે છે. દિવ્ય ધ્વનિથી જેઓ શ્રવણને સુખરૂપ એવું સાક્ષાત્ “અમૃત” કરે છે, તે એક હજારને આઠ લક્ષણ ધરનારા તીર્થેશ્વર સૂરિઓ વંદ્ય-વન્દન કરવા યોગ્ય છે. ૨૪ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરિજ એહ અમાપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫૮ દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા મહા પુરુષોને ત્રિકાળ નમસ્કાર.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૯ "सोमगुणेहिं पावइ न तं, नवसरयससी । तेअगुणेहिं पावइ न तं नवसरदरवी । रूवगुणेहिं पावइ न तं तिअसगणवई, सारगुणेहिं पावइ न तं धरणीधरवई ।।" - શ્રી અજિત શાંતિસ્તવ અપ્રતિબુદ્ધને સમજાવવા માટે આટલું કહ્યું છતાં હજુ અપ્રતિબુદ્ધ આશંકા ઉઠાવે છે - જો જે જ આત્મા છે, તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય ન હોય, તો તીર્થંકર આચાર્યોની પરમ ગુરુ તીર્થકરોની જે દેહાશ્રિત સ્તુતિઓ કરવામાં આવે છે, તે સર્વે જ “મિથ્યા' - ફોગટ - નિરર્થક – નિષ્ફળ થશે. જેમાં #ાંચૈવ નયંતિ કે શશિ ઈ. કળશ કાવ્યમાં વર્ણવી છે. તીર્થંકર આચાર્યની દેહઆશ્રયી સ્તુતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ દર્શાવતો અતિ અતિ ઉચ્ચ કક્ષાના નૈસર્ગિક અપૂર્વ કવિત્વ રસભર્યો અને ભગવદ્ ભક્તિના પરમોલ્લાસમાં વિશ્વવંદ્ય તીર્થંકરના અનપમ પોતાની સમસ્ત કવિ પ્રતિભા ઠાલવતો આ કળશ (૨૪) પરમ પરમાર્થ કાંતિ તેજ આદિનું મહાકવીશ્વર અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવથી સંગીત કર્યો છે, તેમાં ૧૦૦૮ અદ્ભુત વર્ણન શ્રી તીર્થંકર પરમ ગુરુના કાંતિ-તેજ-રૂપ ધ્વનિનું અનુપમ હૃદયંગમ વર્ણન કર્યું છે : “ક્રાંચૈવ નપતિ કે શરિશો? - કાંતિથી જ જેઓ દશે દિશાઓને —પિત કરે છે - સ્નાન કરાવે છે - ત્વવરાવે છે. પાના ઉદ્દામવિનાં ધામ નિઝંઘંતિ - ધામથી-તેજથી જેઓ ઉદ્દામ-ઉત્કટ મહસ્વીઓના-મહા તેજસ્વીઓના ધામને-તેજને નિસંધે છે, નિતાંતપણે રોધે છે-રોકી દે છે, “રૂપે કે નનમનો મુળતિ’ - રૂપથી જેઓ જનમનને – લોકોના મનને ચોરે છે - હરી લે છે, હિન ધ્વનિના સર્વ શ્રવણો: સાક્ષાક્ષાંતોષકૃત’ - દિવ્ય ધ્વનિથી જેઓ બન્ને શ્રવણમાં - કર્ણમાં સુખરૂપ એવું સાક્ષાત્ “અમૃત” કરે છે – ખરે છે, “વંદ્યાર્તસહસ્તક્ષTધરી:' “વંદ્ય' - વંદનીય – વંદવા યોગ્ય છે તે અષ્ટ સહસ્ત્રલક્ષણધરો-એક હજારને આઠ લક્ષણ ધરનારા, કોણ ? “તીર્થેશ્વરી સૂવે - તીર્થેશ્વરી સૂરિઓ, તીર્થના ઈશ્વર-સ્વામી-નાથ એવા “સૂરિઓ' - સૂર્ય સમા પ્રકાશવંત આચાર્ય ભગવંતો, પરમ ૨૫૬
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy