SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ એક યુકિત અજમાવી જો ! કે જેથી કરીને તું ઝટ સમજી જઈશઃ ‘તત્ત્વ કુતૂહલી' - તત્ત્વનો કુતૂહલના થઈ - તત્ત્વ કેવુંક છે તે જોઈને તો ખરાં એમ તત્ત્વ જાણવાના કુતૂહલની - કૌતુકની ખાતર, તું મરી જા - કોઈ પ્રકારે જાણે મૃત્યુ પામ્યો છે એમ ધાર; અને આ ‘ભવમૂર્તિ' - સંસારના મૂર્ત સ્વરૂપ આ દેહ છે, તેનો પાર્શ્વવર્તી' પડખે વર્તનારો પાડોશી થઈને મુહૂર્તભર અનુભવ કર ! અર્થાત્ આ જડ દેહ જાણે મરી ગયો છે, મડદું છે અને તું તેને પાડોશીની જેમ પડખે રહીને તટસ્થ દૃષ્ટાપણે સાક્ષી ભાવે જોયા કરે છે એવો અનુભવ કર ! એટલે ‘પૃથક્' - તે દેહથી સાવ ભિન્ન વિલસી રહેલા એવા દર્શન થશે એટલે તું ઝપાટા બંધ જ આત્માનું તને સમ્યગ્ દર્શન થશે અને તે અમૂર્ત આત્માનું હૈ મુમુક્ષુ | આત્માનુભવની આ અમે આ ‘મૂર્તિ’ મૂર્ત દેહ સાથેના એકપણાનો મોહ છોડી દેશે. આપેલી રહસ્ય ચાવી (master-key) તું આત્માનુભવ કરીને પોતે જ અજમાવી જો ! ‘આ આત્મ અનુભવરૂપ સ્વરૂપ પદ કાંઈ બ્હારમાં નથી, અંતરમાંજ વર્તે છે, મેરુ સમો મહા મહિમાવાન આ પરમ નિધાન પ્રગટ મુખ આગળે' જ પડ્યો છે, છતાં આ અજ્ઞાની જગત્ અંધની જેમ તેને ઉલ્લંઘીને ચાલ્યું જાય છે ! કારણકે આખા બ્રહ્માંડ સંબંધી અનંત કલ્પનારૂપ સ્વચ્છંદ વિચાર કરવામાં આ જીવે કાંઈ બાકી રાખી નથી, પણ હું પોતે કોણ છું ? મ્હારૂં ખરૂં સ્વરૂપ શું છે ? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વસ્તુનો જીવે શાંતભાવે વિવેકપૂર્વક ભાગ્યે જ વિચાર કર્યો છે. એટલે એ આખા લોકને જાણવાની ચેષ્ટા કરે છે, પણ દેહ દેવળમાં બિરાજમાન આત્મદેવના સ્વરૂપને જાણવાની તમા કરતો નથી ! આ *લોક પુરુષાકારે છે એનું વર્ણન વિસ્તારવાની ચતુરાઈ તે દાખવે છે, પણ જ્ઞાનીઓએ કહેલા આ પુરુષાકાર લોકનો ભેદ શું છે ? અને એમ કહેવાનું કારણ શું છે ? તેનો વિચાર કરવાની તકલીફ તે લેતો નથી ! પણ પિંડે સો બ્રહ્માંડે’ - આ શરીર પરથી આ લોક-પુરુષનો ઉપદેશ શાન-દર્શનના ઉદ્દેશે જ્ઞાનીઓએ કર્યો છે, એ રહસ્ય લક્ષમાં લઈ, એ બ્રહ્માંડની લઘુ આવૃત્તિ સમા આ પિંડને ખોજે-ખોળે, તો તેને આત્મસ્વરૂપનો પત્તો લાગે, ‘ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય', અને અલોકમાં રહેલા લોકને અવલોકે - ‘લોકરૂપ અલોકે દેખ.' અર્થાત્ નહિં અવલોકનારા એવા અલોકમાં - અચેતન એવા જડ દેહમાં સ્થિતિ કરતા લોકને એટલે કે અવલોકનારા આત્માને દેખે અને એમ સ્પષ્ટ ભેદરૂપ જીવ-અજીવની સ્થિતિ દેખે, એટલે એનો ‘ઓરતો' ને શંકા ખોવાઈ જાય. ‘ટળ્યો ઓરતો' શંકા ખોઈ. આમ એકત્ર છતાં જુદા ને જૂદા એવા જીવ-અજીવની સ્થિતિનું આશ્ચર્ય જે જાણે છે, તે જ જાણ-જ્ઞાની છે અને જ્યારે જ્ઞાન-ભાણ પ્રગટે છે ત્યારે જ આ જાણે છે. - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૨૬ (સ્વરચિત) લોકપુરુષનું અપૂર્વ અદ્ભુત રહસ્ય આ સર્વ વસ્તુ લોકપુરુષનું' અપૂર્વ અદ્ભુત રહસ્ય પ્રકાશતા પરમ અલૌકિક કાવ્યમાં પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અનન્ય લાક્ષણિક શૈલીથી સંગીત કરી છે... *‘‘લોક પુરુષ સંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કાંઈ લહ્યો, એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ? શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શન કે ઉદ્દેશ, જેમ જણાવો સુણિયે તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને, પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. એમજ સ્થિતિ ત્યાં નહિં ઉપાય, ઉપાય કાં નહિં શંકા જાય, જીવાજીવ સ્થિતિને જોઈ, રળ્યો ઓરતો શંકા ખોઈ. એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ, સમજે બંધમુક્તિ યુક્ત જીવ, નિરખી ટાળે શોક સદીવ.'' - પરમ તત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી, (અં. ૧૭૭, ૧૦૮) ૨૫૪
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy