SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૩ થી ૨૫ થાય અને પ્રવાહીપણા લક્ષણવાળું પાણી મીઠું થાય એમ અનુભવ થાય છે. આમ શા માટે ? ક્ષારતદ્રવત્વસહવૃજ્યાવિરોધાત' - ક્ષારત્વ-દ્રવત્વની સહવૃત્તિનો અવિરોધ છે. વૈધર્યથી દષ્ટાંત ભારત-દ્રવ્યત્વ માટે, ક્ષારત્વની - ખારાપણાની અને દ્રવત્વની - પ્રવાહીપણાની એકી સાથે સહવૃત્તિ અવિરોધ: વર્તવા ૩૫ “સહત્તિમાં' - એક સાથે હોવાપણામાં - સહ અસ્તિત્વમાં ઉપયોગઅનુપયોગ (Co-existence) વિરોધ નથી માટે. એટલે તેમ અનુભવાય છે. તેમ સહવૃત્તિ વિરોધ “નિત્યોપયાનક્ષપ નીદ્રવ્ય - નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય પુગલ દ્રવ્યરૂપ થતું અને “નિત્યાનુપયોતિક્ષમાં પુત્રીત્તદ્રવ્યું - નિત્યઅનુપયોગ લક્ષણવાળું પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્ય રૂપ થતું અનુભવાતું નથી, અર્થાત્ જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય થાય અને પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્ય થાય એમ અનુભવ થતો નથી. આમ શા માટે ? “ઉપયોગ-અનુપયોગની સહવૃત્તિનો વિરોધ છે માટે', ઉપયોગની અને અનુપયોગની એકી સાથે વર્તવા રૂપ “સહવૃત્તિમાં - એક સાથે હોવાપણામાં - સહ અસ્તિત્વમાં (Co-existence) વિરોધ છે માટે. કોની જેમ ? “પ્રકાશ-નમસુ” - પ્રકાશ અને અંધકારની જેમ, પ્રછાશતમરિવ' પ્રકાશ અને અંધકાર જેમ એક સાથે એક સ્થળે રહી શકે નહિ, વર્તી શકે નહીં, તેમ ઉપયોગ-સચેતનપણું અને અનુપયોગ-અચેતનપણું એક સાથે એક સ્થળે રહી શકે નહિં, વર્તી શકે નહિં. એટલે નિત્ય ઉપયોગ જેનું લક્ષણ છે એવું ઉપયોગલક્ષણ ચેતન જેવદ્રવ્ય કદી અનુપયોગ લક્ષણ જડ અચેતન પુદ્ગલ દ્રવ્ય થઈ શકે નહિ અને નિત્ય અનુપયોગ જેનું લક્ષણ છે એવું અનુપયોગ લક્ષણ જડ અચેતન પુદ્ગલ દ્રવ્ય કદી ઉપયોગલક્ષણ ચેતન જીવદ્રવ્ય થઈ શકે નહિ. આમ ત્રણે કાળમાં ન ફરે એવી ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન અખંડ સિદ્ધાંતરૂપ નિશ્ચય વાર્તા છે. “તત સર્વથા અસીર !' . માટે હે અબૂઝ જીવ ! તું સર્વથા પ્રસાદ પામ ! શાંત થા ! આત્માના મોહમલને હેઠો બેસાડી ચિત્ત પ્રસન્નતાને પામ ! અને “વિવુળ - વિબુધ થઈને – વિશેષે બૂઝીને - પ્રતિબોધ પામીને અથવા જાગૃત થઈને તું આ “સ્વદ્રવ્ય મ્હારૂં” એમ અનુભવ કર ! “સ્વદ્રવ્ય અમેનિયનમત ' જ્ઞાનીએ કહ્યું છે કે બૂઝો ! કેમ બૂઝતા નથી ? ફરી આવો અવસર આવવો દુર્લભ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭પ૩, પૃ. ૬૭૮ અનંત કાળથી જીવને અસતુ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સતુ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, તેમ અસતુ વાસનાવાળા ચિત્તને વિષે પણ સતુ સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિથ્યા અધ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે છે. સત સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૧૯૫ “જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મે ન કદા પરસંગી.' - શ્રી દેવચંદ્રજી તાત્પર્ય કે - આ જીવે અનાદિથી અજ્ઞાનને લીધે સ્વદ્રવ્યને ભૂલી પરદ્રવ્ય હારૂં એમ અનુભવ્યા કર્યું છે અને તે તે પરભાવના નિમિત્તે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ ભાવોને - અસ્વભાવ ભાવોનો સ્વીકાર કર્યો કર્યો છે, - “સ્વ” - પોતાના કરી મૂકવા રૂપ “સ્વીકાર કર્યા કર્યો છે. એટલે અનાદિ કાળથી આ વિભાવ રૂપ ભાવકર્મથી આત્માના જ્ઞાનદર્શન સ્વભાવનો ઉપમદ પરચકના આક્રમણથી ચેતન રાજનું “પદ ભષ્ટપણું થયો છે. કચ્ચરઘાણ નીકળી ગયો છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ કચરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઘેરાઈ ગયો છે, ઢંકાઈ ગયો છે, તિરોહિત થયો છે, આવૃત-આચ્છાદિત થયો છે, પણ આત્મવસ્તુનો તે જાતિ સ્વભાવ મૂળ નાશ નથી પામ્યો. આ જે વિભાવ છે તે પણ પરભાવ નૈમિત્તિક છે, અર્થાત્ વિષયાદિ રૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવ રૂપ અધર્મ ઉપજે છે અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ આત્મા પરભાવનો કર્તા થઈ સંસારમાં રખડે છે. જેમ પરચક્રના આક્રમણથી પુરમાં ઉપમદ-ઉપપ્લવ મચી રહે છે. ૨૫૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy