SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૦-૨૨ જન્મ-મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં ? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે, જે ભૂલનું આટલાં સુધી પરિણમવું થયું છે ? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બોધનાં વર્તમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે, કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંત વિશેષ લાગે છે, પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ જે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઈચ્છે, તો પણ તે કર્તવ્ય છે અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૧)-૫૦૦ આ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અથવા પરવસ્તુમાં આત્મબુદ્ધિ રૂપ વિપર્યાસ છે. ‘આપ આપકું ભૂલ ગયા !' એ જ મોટામાં મોટી કેન્દ્રસ્થ ભૂલ છે. તે મૂલગત ભૂલથી બીજી ભૂલોની પરંપરા નીપજે છે તે એટલી હદ સુધી આત્માનું પતન થાય વિષયનો ભિખારી : છે કે તેની વૃત્તિ પરભાવમય વિષયાકાર બની જાય છે. પંચ ઈંદ્રિયના ‘નિપુણ્યક ટૂંક’ વિષયોમાં તે એટલો બધો તન્મય થઈ જાય છે કે તે પોતાનું મૂળ સ્વરૂપ સાવ ભૂલી જઈ, વિષયોમાં જ સર્વસ્વ માની તેની ગવેષણામાં અર્હોનિશ મંડ્યો રહે છે ! અને વિષયતૃષ્ણાથી આર્ત્ત ને તમ બની નિરંતર દુઃખ અનુભવે છે, છતાં તે વિષયોનો ક્રીડો વિષયોનો કેડો મૂકતો નથી ! ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! આવો તે વિષય બુભુક્ષુ વિપર્યસ્ત જીવ શ્રી ઉપમિતિભવ પ્રપંચા કથામાં મહાત્મા સિદ્ધર્ષિએ અનુપમ શૈલીથી તાદશ્ય વર્ણવેલા તે નિપુણ્યક ટ્રંકના જેવું સમસ્ત ચેષ્ટિત કરે છે, ને કરમાં ઘટપાત્ર લઈ રાતદિવસ વિષય કદન્નની ભિક્ષાર્થે ભમે છે ! આ ‘વિપર્યાસપરા નરા* શ્રી હરિભદ્રાચાર્યજીએ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે તેમ માત્ર ‘સાંપ્રતેક્ષી' હોય છે, વર્તમાનદર્શી જ હોય છે, માત્ર વર્તમાનકાળને જ દેખે છે, આગળ પાછળનો વિચાર કરતા નથી. - તે તો. ‘આ ભવ મીઠા, પરભવ કોણ દીઠા' એમ માની માત્ર વર્તમાનને જ વિચારે છે. એટલે પરલોકને ભૂલી જઈ, વિસારી મૂકી, આ ભવાભિનંદી જીવો આ દેહાશ્રિત સમસ્ત કર્તવ્યમાં જ ઈતિ કર્તવ્યતા માની, સર્વસ્વ માની, તેની પ્રવૃત્તિમાં જ આંખો મીંચીને રાત દિવસ રચ્યા-પચ્યા રહે છે અને તેમ કરતાં તે હિતાહિત અંધજનો કૃત્યાકૃત્યનું, ગમ્યાગમ્યનું, ખાઘાખાઘનું, પેયાપેયનું ભાન ભૂલી જાય છે. તથા જડ દેહથી સર્વથા જૂદા શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માના અભાનપણાથી, દેહ-આત્માનો એકત્વ અધ્યાસ રાખી તે બેભાનપણે - મોહમૂર્છિતપણે દેહની વેઠ કર્યા જ કરે છે. વિપર્યાસ : વેઠની પોઠ અને જે જડ દેહના સંબંધની ખાતર આ બિચારા આટલી બધી વેઠ ઊઠાવે છે, આટલી બધી જહેમત કરે છે, તે દેહનો સંબંધ તો ઉલટો તેને બંધરૂપ નીવડે છે ! કારણકે જે દેહનો તેણે આટલો બધો ગાઢ સંબંધ રાખ્યો, તે દેહ પણ બદલામાં બંધરૂપ સંબંધ કેમ ન રાખે ? શું તે કાંઈ અકૃતજ્ઞ છે - શું કૃતઘ્ન છે વારુ ? એટલે દેહમાં આત્મબુદ્ધિથી તેને દેહનો બંધ-સંબંધ છૂટતો નથી, તે બંધ છે ત્યાં સુધી જન્મ-મરણ છૂટતા નથી, જન્મ-મરણ છૂટતા નથી ત્યાં સુધી દુઃખ છૂટતું નથી, અને આ જન્મમરણ દુઃખ છૂટતું નથી ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છૂટતું નથી. આમ પોતાના માનેલા સંબંધી એવા દેહનો સંબંધ જાળવવા ખાતર (1) પોતે પોતાને બાંધી પાપનો પોટલો માથે ચઢાવી, વેઠની પોઠ ઊઠાવી, આ વેઠીઆ બળદ જેવા મોહમૂઢ ભવાભિનંદી જીવ સંસાર માર્ગમાં નિરંતર પરિભ્રમણનો ખેદ પામ્યા કરે છે. શ્રીમાન્ પૂજ્યપાદ સ્વામીજીએ પ્રકાશ્યું છે કે - " एतद्वन्तोऽत एवेह विपर्यासपरा नराः । હિતાહિતવિવેાન્યા વિઘને સાંપ્રતેક્ષિળઃ ।।'' - શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત શ્રી યોગષ્ટિસમુચ્ચય, શ્લો. ૭૮ ૨૩૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy