SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ - - અબૂઝ કોઈ લક્ષાય-સ્વલક્ષણથી જણાય, ‘અપ્રતિબુદ્ધ: ચિહ્નક્ષેત’ તેમ હું આ છું, આ હું છે, મ્હારૂં આ છે, આનો હું છું, ઈત્યાદિ પ્રકારે ભવત્ ભૂત ને ભવિષ્યન્ ત્રણે કાળ - પરત્વે, આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવરી દેખાડ્યા પ્રમાણે, ‘પરદ્રવ્ય વં' પરદ્રવ્યમાં જ અસદ્ભૂત આત્મવિકલ્પપણાએ કરીને सद्भूतात्मविकल्पत्वेन' ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ હોવાપણું છે નહિં એવા અસદ્ભૂત આત્મવિકલ્પપણાએ કરીને આત્મા અપ્રતિબુદ્ધ-અબૂઝ લક્ષાય – સ્વલક્ષણથી જણાય, ‘અપ્રતિવૃદ્ધો નશ્ચેતાત્મા ।’ - સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પ એ પ્રતિબુદ્ધ લક્ષણ - કારણકે અગ્નિ તે ઈંધન છે નહિં, ઈંધન તે અગ્નિ છે નહિં, અગ્નિ તે અગ્નિ છે, ધન તે ઈધન છે, અગ્નિનું ઈંધન છે નહિં, ઈંધનનો અગ્નિ છે નહિં, અગ્નિનો અગ્નિ છે, ઈંધનનું ઈંધન છે ઈત્યાદિ પ્રકારે ભવત્ ભૂત ભવિષ્યત્ ત્રણે કાળ પરત્વે ભગવતી ‘આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવી દેખાડ્યા પ્રમાણે ત્રણે કાળને વિષે અવિચલ સ્થિતિ છે, એમ ‘બનાવેવ’ - અગ્નિમાં જ ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ - હોવાપણું છે એવો સદ્ભૂત અગ્નિ વિકલ્પ કોઈ કરે છે, ‘સવ્ભૂતાન્તિવિક્ત્વવત્’, તેને જેમ તે પ્રતિબુદ્ધ લક્ષણનો ભાવ – હોવાપણું જણાય છેઃ તેમ હું આ છું નહિ, આ હું છે નહિં, હું હું છું, આ આ છે, મ્હારૂં આ છે નહિં, આનો હું છું નહિ, મ્હારો હું છું, આનું આ છે ઈત્યાદિ પ્રકારે ભવત્ ભૂત ભવિષ્યત્ ત્રણે કાળ પરત્વે ભગવતી આત્મખ્યાતિ'માં વ્યાકરણ પ્રત્યયના પણ સ્પષ્ટ ભેદથી ભેદવિજ્ઞાનનું પ્રબલ સંવધર્ન કરતાં ‘આત્મખ્યાતિ’કાર ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ અતિ અતિ પરિશ્રમથી નિષ્ણુષ ખુલ્લે ખુલ્લું વર્ણવી દેખાડ્યા પ્રમાણે, ત્રણે કાળને વિષે અવિચલ સ્થિતિ છે, એમ ‘સ્વદ્રવ્ય વ’ સ્વદ્રવ્યમાં જ - આત્મામાં જ ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ હોવાપણું છે એવો સદ્ભૂત આત્મવિકલ્પ કોઈ કરે છે, સદ્ભૂતાવિત્વચ', તેને પ્રતિબુદ્ધ લક્ષણનો ભાવ-હોવાપણું છે, ‘પ્રતિબુદ્ધ તક્ષાસ્ય ભાવાત્’ । માટે પરદ્રવ્યમાં જે આત્મવિકલ્પ-પરદ્રવ્યમાં જે આત્મબુદ્ધિ તે જ અપ્રતિબુદ્ધનું સ્પષ્ટ લક્ષણ છે. - ‘દેહને વિષે હું પણું મનાયેલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે ‘હું વાણીઓ છું' ‘બ્રાહ્મણ છું' પણ શુદ્ધ વિચારે તો તેને ‘શુદ્ધ સ્વરૂપમય છું' એમ અનુભવ થાય. આત્માનું નામ ઠામ કે કાંઈ નથી એમ ધારે તે કોઈ ગાળો વગેરે દે તો તેથી તેને કંઈ પણ લાગતું નથી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૩) ૯૫૭ (ઉપદેશ છાયા) આમ પરદ્રવ્યમાં જ અસદ્ભૂત આત્મવિકલ્પને લીધે જીવ મૂઢ અપ્રતિબુદ્ધ હોય છે અને સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પને લીધે જીવ અસંમૂઢ પ્રતિબુદ્ધ હોય છે. મૂઢ અપ્રતિબુદ્ધ જીવને અનાદિથી જ પરમાં આત્મબુદ્ધિ રૂપ વિપર્યાસ (વિપરીત બુદ્ધિ-ઉલટી બુદ્ધિ) વર્તે છે. આ ‘આપ આપકું ભૂલ ગયા !” વિપર્યાસ જ સર્વ દુઃખનું મૂળ છે. તે જ જીવને ઉંધા પાટા બંધાવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં સ્વબુદ્ધિનો વિભ્રમ કરાવે છે. આ અનાદિ અવિદ્યારૂપ વિપર્યાસથી ભોગસાધન રૂપ દેહાદિમાં આત્મબુદ્ધિ ઉપજે છે, દેહાદિથી આત્માને અભિન્ન માની હું દેહાદિરૂપ છું એવી મિથ્યામતિ ઉદ્ભવે છે. એટલે પછી સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલો આત્મા ઈંદ્રિયદ્વારોથી પ્રવર્તતો રહી વિષયોમાં પડી જાય છે અને તે વિષયોને પામીને પોતે પોતાને તત્વથી જાણતો નથી, પોતે પોતાને ભૂલી જાય છે. પરમતત્ત્વ દૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અનન્ય લાક્ષણિક શૈલીમાં ભાખ્યા પ્રમાણે આપ આપકું' ભૂલ ગયા, ઈનસે ક્યા અંધેર ?' એના જેવી મહા હાસ્યાસ્પદ વાર્તા બને છે ! ‘હું છોડી નિજ રૂપ, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઊલટ આણી, વિષય તૃષ્ણા જલે... વિહરમાન.'' - શ્રી દેવચંદ્રજી વિચારની ઉત્પત્તિ થયા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયાં છતાં, હજુ તે ૨૩૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy