SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૨૧ સ્વતઃ કે પરતઃ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિ પામે તેઓ જ દર્પણ જિમ અવિકાર હોય એવા ભાવનો કળશ પ્રકાશે છે मालिनी कथमपि हि लभंते भेदविज्ञानमूला मचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा । प्रतिफलनमिमग्नानंतभावस्वभावै - मुकुरवदविकाराः संततं स्युस्त एव ॥२१॥ - - ક્યમ કરિ જ લહે છે ભેદ વિજ્ઞાન મૂલા, અચલિત અનુભૂતિ જે સ્વથી અન્યથી વા; પ્રતિફળન નિમગ્ન’નંત ભાવ સ્વભાવે, મુકુર શું અવિકારી સંતતં તેજ હોવે. ૨૧ અમૃત પદ-૨૧ ‘સુમતિ ચરણ કજ આતમ અરપણા' - એ રાગ. શુદ્ધાતમ જે અનુભવ પાવે, ‘દર્પણ જ્યમ અવિકાર'... સુજ્ઞાની શુદ્ધ સ્વભાવે તેહ રહે છે, પામે ન કદીય વિકાર... સુશાની. ૧ ભેદ વિજ્ઞાન તો મૂલ છે જેનું, એવી અનુભૂતિ સાર... સુશાની. પોતાથી કે પરથી જે પામે, અચલિત કોઈ પ્રકાર... સુજ્ઞાની. ૨ તેહ અનંતા ભાવ સ્વભાવે, લહે ન વિકૃત ભાવ... સુજ્ઞાની. દર્પણ જેમ સદાય સ્વભાવે, રહે અવિકાર જ સાવ... સુશાની. ૩ દર્પણ માંહી અર્પણ થાતા, ભાવ અનેક નિમગ્ન... સુજ્ઞાની. પણ પ્રતિબિંબિત તે ભાવોથી, મુકુંરે વિકાર ન લગ્ન... સુશાની. ૪ તેમ અનંતા ભાવ સ્વભાવો, થાયે આત્મ નિમગ્ન... સુશાની. એથી વિભાવ વિકાર લહે ના, ભેદશાની આત્મમગ્ન... સુશાની. ૫ એમ આદર્શ સમા આદર્શ, સ્વચ્છ નિર્મલ ને શુદ્ધ... સુશાની. જ્ઞાની અમૃત જ્યોતિ અનુભવતા, ભગવાન તે નિત્ય બુદ્ધ... સુશાની. ૬ અર્થ : કોઈ પણ પ્રકારે (કેમે કરીને) નિશ્વય કરીને સ્વથકી વા પરથકી જેઓ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિ અચલિતપણે પામે છે, તેઓ જ પ્રતિફલનથી - પ્રતિબિંબનથી (પ્રતિબિંબ પામવાથી) નિમગ્ન અનંતભાવ સ્વભાવોથી મુકુર-દર્પણની જેમ સંતત અવિકાર હોય. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે, તે જીવને સમ્યક્દર્શન થાય છે.'' ૨૩૧ “જ્ઞાની કહે છે તે કુંચીરૂપી જ્ઞાન વિચારે તો અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય, કેટલાંય તાળાં ઉઘડી જાય, કુંચી હોય તો તાળું ઉઘડે, બાકી હાણા માર્યે તો તાળું ભાંગી જાય.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૯૬, ૬૪૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy