SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ વિનાશ કરે તે કહેવત અત્ર સાચી પડે છે. આ ક્રમદિ પરભાવો તો બાહ્ય ભાવો છે, ખરેખર ! “પર' છે, અર્થાત્ શત્રુનું કામ કરતા હોવાથી “પર” છે, આત્માના ભાવશત્રુ છે. પરમાર્થથી આત્માને એની સાથે કાંઈ લેવાદેવા નથી, પણ અનાદિ અધ્યાસની કવાસનાથી તેમાં અહત્વ-મમત્વ કરીને તે બંધાય છે. તે એટ૮ પરપરિણતિના* રાગીપણે, તે પરરસના રંગથી રક્ત થાય છે, પરરસરંગે રંગાઈ જાય છે, અને પરનો ગ્રાહક તથા રક્ષક બની પરભોગમાં આસક્ત બને છે !” આ પરપરિણતિના રંગથી જ આ જીવ અનંત દુઃખ પામે છે. એટલે આ પરભાવ રૂપ પરચક્રનું આક્રમણ ખરેખર ! ઉપપ્લવ રૂપ છે, આફત છે, આપત્તિ છે, દુર્ભાગ્યરૂપ છે, વિનરૂપ-બાધા રૂપ છે, અરિષ્ટ-અનિષ્ટ રૂપ છે, ગ્રહરૂપ છે, અંધાધુંધી રૂપ છે. માટે આ પરભાવો “આત્મતિરસ્કારી પૌદ્ગલિક ભાવોમાં આત્મબુદ્ધિનો પરિત્યાગ કરી છે આત્મન ! દિવ્ય કેવલજ્ઞાન જ્યોતિરૂપ હારા આત્મામાં જ આત્મબુદ્ધિ કર ! ઈત્યાદિ પ્રકારે શ્રીમદ્ સગરના સુબોધથી કે સ્વયંસંબોધથી સ્વ-પરનો ભેદ જાણી–ભેદ વિજ્ઞાન પામી જ્યારે આ આત્માને ભેદવિજ્ઞાન જેનું મૂલ છે એવી “ભેદવિજ્ઞાન મુલા' આત્માનુભૂતિ ઉપજશે ત્યારે જ તે પ્રતિબદ્ધ થશે એમ તાત્પર્ય છે. શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરિફરી ઠોકિઠોકીને કહ્યું છે કે, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તેજ માત્ર સમજવું છે. અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે ? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતનું મૃત્યુ પણ જીવ જુએ છે તેમ અજ્ઞાનદશા રૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવાં બીજ દ્રવ્યને વિષે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે, તેજ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તેજ છે, તે જ જન્મ છે; મરણ છે અને તેજ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ-સત્યુષાદિ સાધન કહ્યાં છે, અને તે સાધન પણ જીવ જે પોતાના પુરુષાર્થને તેમાં ગોપબા શિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વૃત્ત, યમ, નિયમ, ૫, યાત્રી, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૫૨) પ૩૭ "अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । અત્ર તત્યાં તવં શેઃ કુનપત્તવઃ ” શ્રી હરિભદ્રાચાર્યજી કૃત યોગદૃષ્ટિ સમુચ્ચય "परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये । નિર્વિવા નુ ફ્રિ હિં, જ્ઞાનાત્મનો નો સન િ ” - શ્રી શાંતસુધારસ (શ્રી વિનયવિજયજી પ્રણીત) “પરપરિણતિ રાગીપણે, પરરસ રંગે ૨ક્ત રે; પર ગ્રાહક રક્ષક પણે, પર ભોગે આસક્ત રે... જગતારક પ્રભુ વિનવું.” - મહામુનિ શ્રી દેવચંદ્રજી ૨૩૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy