SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવને લેશ સ્પર્શ કરતા નથી અને અન્ય અર્થના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી લેશ પણ સ્પર્શ કરાતા નથી. પ્રત્યેક અર્થ - સમય પોતપોતાના જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં - સમયમાં જ રહ્યા છે. પર અર્થ - પરસમયના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં સમયમાં અતિક્રમ કરતા નથી, એટલે કે પ્રત્યેક અર્થ - સમય પોતપોતાના જ દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવના સમયમાં જ - મર્યાદામાં જ વર્તે એ જિનસમય - જિનાગમ - જિનઆજ્ઞા છે, એવી જિનઆજ્ઞારૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચતુર્વિધ રાજનીતિનું ઉલ્લંઘન કોઈ અર્થ કરતા નથી. જડ-ચેતન કોઈ પણ “ત્રાસ પામી - પરસમયમાં જવારૂપ “ત્રાંસું' - વાંક વક્ર ગમન કરી, આ જિનઆશારૂપ રાજનીતિનો લોપ કરતો નથી ! અર્થાતુ વિશ્વના સર્વ અર્થમાં જ જિન શાસનની - જિનવાણી પરમ આશા વર્તી રહી છે ! દ્રવ્ય - ક્ષેત્ર ને કાલ ભાવ એ, રાજનીતિ એ ચારજી, ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી : શીતલ જિનપતિ.” - શ્રી દેવચંદ્રજી “લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ જ વર્ણવ્યા છે, પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી, અર્થાત્ જ્ઞાની મહારાજે પ્રકાણ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી, તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણકે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કહ્યા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૫૩ આમ સ્વધર્મ મર્યાદામાં જ વર્તતા આ સર્વ સ્વધર્મચક્રચુંબી - છતાં પરસ્પર અચુંબી છે, એટલે જ “અત્યંત પ્રત્યાસત્તિમાં - અત્યંત નિકટવર્ણિપણામાં પણ નિત્યે જ સ્વરૂપથી પડતા નથી” - એક લોકાકાશ ક્ષેત્રમાં નિકટપણે આ અર્થો પરસ્પર ગાઢ મિલનરૂપ એક ક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યા છે છતાં, જેમકે - જીવ અને પુદ્ગલ એક દેહમાં દૂધ ને પાણી જેમ એક બીજા સાથે ગાઢપણે મળી રહ્યા છે, છતાં એકબીજાથી જુદા ને જુદા જ વર્તે છે અને સ્વરૂપથી પતન પામતા નથી. પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વ્યુત થતા નથી - સ્વદ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવનો ત્યાગ કરતા નથી, એટલું જ નહિ પણ તે પરરૂપે પરિણમતા પણ નથી. અર્થાતુ પરદ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવને પામતા નથી. જડ ચેતન બનતું નથી ને ચેતન જડ બનતું નથી, “જડ જડભાવે જ પરિણમે છે', “ચેતન ચેતન ભાવે જ પરિણમે છે'. “કોઈ પોતપોતાનો સ્વભાવ છોડીને પલટતું નથી. જડ તે ત્રણે કાળમાં જડ જ રહે છે, ચેતન તે ત્રણે કાળમાં ચેતન જ રહે છે.” આમ કોઈ પણ દ્રવ્ય કોઈ પણ પરરૂપે પરિણમતું નથી અને પરરૂપે અપરિણમનને લીધે પ્રત્યેક અર્થનું - દ્રવ્યનું વ્યક્તિત્વ નાશ પામતું નથી, એટલે આ અર્થોનું અવિનષ્ટ અનંત વ્યક્તિત્વ (Individuality) જળવાઈ રહે છે. એથી કરીને તેઓ જાણે ટંકોત્કીર્ણ હોય એમ સ્થિતિ કરી રહ્યા છે, યંકણાથી ખડકમાં કોતરી કાઢેલ ચક્રવર્તીનો શિલાલેખ જેમ ચિરકાળ પર્યંત જેમનો તેમજ અવસ્થિત રહે છે, તેમ ત્રણે કાળમાં જેમનો તેમજ અવસ્થિત રહે છે. આ સર્વના પરમ નિષ્કર્ષરૂપ ટંકોત્કીર્ણ અનુભવ - વચનામૃત પરમ આત્મદે શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્ય છે – “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ?” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૨૬૬ - અને આમ સર્વ અર્થો નિયતપણે એકત્વનિશ્ચયગતપણાએ કરીને જ સૌંદર્યને પામે છે - નિયમેવત્વ તત્વેનૈવ સૌદર્યમાપદંતે ' અર્થાત્ સર્વ અર્થોનું પ્રત્યેકનું એકત્વ – એકપણું છે – જ્યાં અન્ય કોઈનો - બીજાનો પ્રવેશ નથી એવું અદ્વિતીયપણું - અદ્વૈતપણું છે અને આ એકપણું - અદ્વૈતપણું ન ચળે એવું નિશ્ચયરૂપ - અખંડ સ્થિર સ્થિતિરૂપ છે અને ત્રણે કાળમાં ન ફરે એવા નિયત નિશ્ચયરૂપ એકત્વનિશ્ચયગતપણાએ કરીને જ આ અર્થો સંદરતા ધારે છે. કારણકે એકત્વ નિશ્ચયગત સ્થિતિ એ જ સતુ - પરમાર્થસતુ હોવાથી સત્ય છે, “પરમ સત્યં પરમ શિવ પરમ સંદર' છે. ૩૩
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy