SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગ: સમયસાર કળશ-૧૦ હવે આચાર્યચૂડામણિ અમૃતચંદ્રાચાર્યજી નીચેની ગાથામાં આવતા શુદ્ધનયના અભ્યદયની વધામણી આપતો ઉત્થાનિકારૂપ અમૃત કળશ લલકારે છે - (उपजाति) आत्मस्वभावं परभावभिन्न - मार्पूणमायंतविमुक्तमेकं । विलीनसंकल्पविकल्पजालं, प्रकाशयन् शुद्धनयोभ्युदेति ॥१०॥ આત્મ સ્વભાવ પરભાવ ભિન્ન, આપૂર્ણ આદંતવિમુક્ત એક; વિલીન સંકલ્પ વિકલ્પ જ્યાં તે, પ્રકાશતો શુદ્ધનયો ઉદે છે. ૧૦ અમૃત પદ-૧૦ થાશું પ્રેમ બન્યો છે રાજ - એ રાગ.” શુદ્ધનય અભ્યદય આ પામું, નિશ્ચય દૃષ્ટિ ઠામે, આત્મ સ્વભાવ પ્રકાશ કરતો, અનુભવ અમૃત જામે.. શુદ્ધ નય. ૧ પરભાવોથી ભિન્ન અતિશે, પૂર્ણ સ્વરૂપ અવભાસે, આદિ અંતથી(માં) મુક્ત એક તે, આત્મસ્વભાવ પ્રભાસે... શુદ્ધ નય. ૨ જાલ સકલ સંકલ્પ વિકલ્પની, વિલીન જ્યાં થઈ જવે, આત્મસ્વભાવ અમૃતમય એવો, દાસ ભગવાન પ્રગટાવે... શુદ્ધ નય. ૩ અર્થ : આપૂર્ણ, આદિ અંતથી(માં) વિમુક્ત, સંકલ્પ-વિકલ્પની જાલ જ્યાં વિલીન થયેલ છે એવો, પરભાવથી ભિન્ન એક આત્મ સ્વભાવ પ્રકાશતો શુદ્ધનય અભ્યદય પામે છે. “અમૃત જ્યોતિ” મહાભાષ્ય સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? શુદ્ધ શુદ્ધ પ્રવૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છઉં. નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છઉં. તન્મય થાઉં છઉં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૦), ૮૩૩ અત્રે આ પછીની ગાથામાં શુદ્ધનયનું સ્વરૂપ કથવામાં આવે છે તેનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ” લલકારી આચાર્યવયે અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી શદ્ધનયના અભ્યદયની વધામણી આપી છે - શદ્ધનમ્યુતિ - શદ્ધનય શુદ્ધ આત્મ-સ્વભાવને પ્રકાશતો આ શુદ્વનય અભ્યદય’ પામે છે - ચઢતી કળા પામે છે. કેવો છે આ શુદ્ધનય ? અભ્યદય પામે છે આત્મસ્વમવું પ્રછાશયન - આત્મસ્વભાવને પ્રકાશી રહેલો એવો. પ્રકાશે છે તે કેવો છે આ આત્મ સ્વભાવ? “ઘરમાવમિન્ન - પરભાવથી “ભિન્ન’ - જૂદો, સ્વ તે પર સાપેક્ષ છે એટલે સ્વ ભાવ પર ભાવથી જૂદો છે, પરભાવથી ભિન્ન છે તેથી તે કાંઈ અપૂર્ણ નથી, પણ “આપૂર્ણ છે - “આ' - સ્વરૂપ મર્યાદાથી “પૂર્ણ છે, અત એવ “આદિ અંતથી વિમુક્ત” અથવા “આદિ-અંતમાં વિમુક્ત' છે, અર્થાત્ સ્વભાવની સ્વરૂપની કોઈ કાળે ઉત્પત્તિ કે નાશ ન હોય તેથી તે આદિથી ને અંતથી રહિત - અનાદિ અનંત છે અને સ્વભાવમાં - સ્વરૂપમાં કદી પણ પરરૂપનો અંતઃ પ્રવેશ ન હોય તેથી તે આદિ-અંતમાં વિમુક્ત છે, આવો છે એટલે જ તે “એક - અદ્વૈત-અદ્વિતીય છે. જ્યાં બીજો કોઈ ભાવ - દ્વિત' નથી એવો અદ્વૈત છે, “બાપૂfમાધંતવિમુક્તમૈ', એટલે જ જ્યાં, સંકલ્પ-વિકલ્પની જાલ “વિલીન’ - વિલય પામી ગયેલી છે એવો છે, “વિતી સંવગાd.’ આમ સકલ પરભાવથી સર્વથા ભિન્ન, આપૂર્ણ, આદિ અંત વિમુક્ત, એક, નિર્વિકલ્પ શુદ્ધ આત્મસ્વભાવને પ્રકાશતો આ શુદ્ધનય શુદ્ધ આત્માનુભૂતિની ઉત્તરોત્તર બળવત્તરતા કરતો “અલ્યુદય’ - ઉતરોત્તર ચઢતી કળાને પામે છે, તે જુઓ ! ૧૭૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy