SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ સાધવો, એ જ શુદ્ધ આત્મ સ્વભાવરૂપ મોક્ષની સિદ્ધિનો પરમ ઉપાય છે. એટલે કે પરપરિણતિને ત્યજવી ને આત્મપરિણતિને ભજવી તે મોક્ષમાર્ગની આરાધના છે, પરપરિણતિને શાન ક્રિયાનો સુમેળ ઃ ભજવી ને આત્મપરિણતિને ત્યજવી તે મોક્ષમાર્ગની વિરાધના છે. પર આરાધના અને વિરાધનાપરિણતિ ત્યજી આત્મપરિણતિ ભજનારો જીવ આરાધક છે, આત્મપરિણતિ ત્યજી પરપરિણતિ ભજનારો જીવ વિરાધક છે. પરપરિણતિને ભજે છે તે જીવ પરવસ્તુનો ચોર હોઈ અપરાધી દંડપાત્ર છે, પરપરિણતિને ત્યજે છે તે જીવ નિરપરાધી હોઈ દંડપાત્ર નથી. જેટલે અંશે નિરપરાધી તેટલે અંશે આરાધક, જેટલે અંશે અપરાધી તેટલે અંશે વિરાધક. આ પ્રમાણે જિનમાર્ગની ત્રિકાલાબાધિત શાશ્વત સ્થિતિ છે, ને આ જ તત્ત્વજ્ઞાનની રહસ્ય ચાવી છે. આમ યુક્ત પક્ષ તો એ છે કે નિશ્ચય અને વ્યવહારની ગાઢ મૈત્રી કરી આત્માર્થી મુમુક્ષુએ, નિશ્ચય એટલે શુદ્ધ આત્મતત્ત્વ-પરમાર્થ રૂપ સાધ્ય લક્ષ્યને સિદ્ધ કરવા માટે, આત્મવસ્તુનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા માટે જે જે વ્યવહાર સાધન ઉપકારી થાય તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં સુધી આત્મવસ્તુ સાથે જે અન્ય સંયોગ છે - કર્મરૂપ વસ્તુનો સંબંધ છે, તે સર્વથા દૂર ન થાય ત્યાં લગી સંસાર છે ને ત્યાં લગી વ્યવહાર છે, એટલે શુદ્ધ આત્મસ્વભાવની જ્યાં આત્યંતિક સ્થિરતા છે એવું કેવળજ્ઞાન જ્યાં લગી ન થાય ત્યાં લગી વ્યવહારની આવશ્યકતા છે અને એટલા માટે જ શાસ્ત્રમાં બારમા ગુણસ્થાનકના અંતપર્યંત શ્રુતજ્ઞાનનું અવલંબન કહ્યું છે, તેમાં ઘણું રહસ્ય છે. જેમ અત્રે ઉપર કહ્યું તેમ - સોનું ષોડશ વર્ણિકાવાળું શુદ્ધ સુવર્ણ ન થાય ત્યાં સુધી તેને અગ્નિતાપની અપેક્ષા રહે છે, પણ ષોડશ વર્ણિકા પ્રાપ્ત થયા પછી તેની અપેક્ષા રહેતી નથી, તેમ જ્યાં સુધી આત્મા નિર્મળ કર્મ રહિત શુદ્ધ આત્મસ્વભાવ પામતો નથી ત્યાં સુધી તેને શુદ્ધ વ્યવહાર રૂપ અગ્નિ-તપ દ્વારા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાની અપેક્ષા રહે છે, પણ નિર્મળ ૫૨મ ભાવદર્શી દશાને પામેલા યોગારૂઢ પરમર્ષિઓને તેની અપેક્ષા રહેતી નથી. તેવા પુરુષો કલ્પનાતીત હોય છે, પરંતુ તેવી પરમ ભાવદશા પ્રાપ્ત થયા પૂર્વે, પોતાની તેવી દશા કલ્પી લઈ, જે શિથિલાચારી સ્વચ્છંદવિહારી જનો શુદ્ધ વ્યવહારનું અવલંબન છોડી દે છે, તેઓ માર્ગભ્રષ્ટ થાય છે, એટલું જ નહિં પણ અધઃપતનને પણ પામે છે, સંયમ શ્રેણીથી લડથડતા પહેલે ગુણસ્થાનકે પણ આવી પડે છે. ‘“એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.'' - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર", સૂત્ર-૩૬ અત્રે પરમાર્થને જે પ્રેરે તે જ વ્યવહાર સત્પુરુષોને સંમત છે. જે પરમાર્થનો સાધક થાય તે જ સદ્ વ્યવહાર છે, જે પરમાર્થનો બાધક થાય તે અસદ્ વ્યવહાર છે. સમસ્ત જિનવાણી પણ પરમાર્થસાધક વ્યવહારના વિવરણરૂપ છે. એટલે પરમાર્થ મૂળ જિનવચન સાપેક્ષ જે વ્યવહાર તે સાચો વ્યવહાર છે, બાકી બીજો બધો વચન નિરપેક્ષ વ્યવહાર તે જૂઠો વ્યવહાર છે. કેટલાક લોકો ગચ્છ-મતની જે કલ્પના છે તેને વ્યવહાર માની બેઠા છે, વાડાના કદાગ્રહ સાચવવામાં ને પોષવામાં જ વ્યવહારની પર્યામિ માની બેઠા છે, તે તો અલૌકિક લોકોત્તર માર્ગને લૌકિક કરી મૂકવા જેવું છે, કારણકે ક્યાં ભગવાન્ જિનેશ્વરનો પરમ ઉદાર સુવિશાલ તત્ત્વમાર્ગ ? ક્યાં ક્ષુદ્ર મતભેદોના નિવાસસ્થાન રૂપ સંકુચિત ગચ્છભેદના-સંપ્રદાય ભેદના નામે ચાલતા સાંકડા ચીલા ? વ્યવહારનું સ્વરૂપ અને તેની ઠેઠ સુધી ઉપયોગિતા પરમાર્થનો સાધક તે જ સર્વ્યવહાર ‘ગચ્છમતની જે કલ્પના તે નહિં સ ્ વ્યવહાર; ભાન નહિ નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર.'' - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર-૧૩૩ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર ‘રાજ’જ્યોતિ મહાભાષ્ય’, સ્વરચિત (ડૉ. ભગવાનદાસ કૃત) ૧૪૦
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy