SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરિંગઃ સમયસાર ગાથા-૧૨ “એક કહે સાધીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માંહે લેખે. ... ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિન તણી ચરણ સેવા.' - શ્રી આનંદઘનજી હવે જે શુષ્ક જ્ઞાની જનો છે તેઓ એકાંત નિશ્ચયને પકડે છે, ને તે પણ માત્ર શબ્દમાં – “અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંહ્ય.” તેઓ નિશ્ચયનયની કેવળ વાતો કરે “શુષ્કશાનમાં કોઈ છે, પણ તેના ભાવને સ્પર્શતા નથી, “બંધ-મોક્ષ આદિ કલ્પના છે' એમ કહે છે, પણ પોતે તો મોહાવેશમાં વર્તે છે ને સ્વચ્છેદે પ્રવર્તે છે ! વળી તેઓ પરમાર્થના સાધક વ્યવહાર-સાધનને છોડી દે છે ને ફાવે તેમ ઉન્મત્ત પ્રલાપ કરતા રહી ઉન્મત્ત ચેષ્ટા કરે છે. આમ તેઓ જ્ઞાનદશા પામ્યા નથી ને સાધન દશા છોડી દીએ છે, એટલે ઉભય ભ્રષ્ટ ય છે. યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિ સતસાધનો પરમાર્થ સાધનામાં ઉપકારી છે. તેને તે છોડી ધે છે, ને તેનામાં “મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત” કે “સકલ જગતું તે એઠવતુ અથવા સ્વપ્ર સમાન” તેવી જ્ઞાનદશા તો આવી નથી, એટલે તે પોતે તો સંસાર સમુદ્રમાં બૂડે છે એટલું જ નહિ પણ તેવા શુષ્કશાનીનો જે સંગ કરે છે તે પણ બૂડે છે, “પામે તેનો સંગ જે તે બૂડે ભવમાંહિ.' આમ ક્રિયાજડ જીવો વ્યવહારના આગ્રહી થઈ નિશ્ચય નિરપેક્ષ હોય છે, તેથી મોક્ષમાર્ગના અનધિકારી છે, અને શુષ્કજ્ઞાની જીવો નિશ્ચયના આગ્રહી હોઈ વ્યવહાર નિરપેક્ષ વર્તે છે, તેથી તેઓ પણ મોક્ષમાર્ગના અન અધિકારી જ છે. આવા ક્રિયાજડ ને શુષ્કશાની જીવોનું વર્તમાનમાં બાહુલ્ય થવાથી સાચા મોક્ષમાર્ગનો બહુલોપ થતો દેખી કરુણાદ્ધ ચિત્તે પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પોકારીને કહ્યું છે કે – - “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંહિ. બંધમોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ; વર્ષે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંહ્ય; લોપે સદ્ વ્યવહારને, સાધન રહિત થાય. જ્ઞાનદશા પામે નહિ, સાધન દા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવમાંહિ. એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનું અધિકારીમાં જ. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહિએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત. સકળ જગતુ તે એઠવત્, અથવા સ્વપ્ર સમાન, તે કહિએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. ઈત્યાદિ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર*-૩, ૪, ૫, ૨૯, ૩૦, ૩૧, ૧૩૯, ૧૪૦ આ ઉપરથી સારભૂત યુક્ત પક્ષ આ છે કે – જ્ઞાન અને ક્રિયા એ બન્ને નયની “પરસ્પર તીવ્ર મૈત્રી કરાવી', શુદ્ધ આત્મજ્ઞાન ને રાગદ્વેષ રહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિ રૂપ ક્રિયાનો સુમેળ જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ જ્યોતિ મહાભાષ્ય” (સ્વરચિત) ડૉ. ભગવાનદાસ કૃત) ૧૩૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy