SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરંગ: સમયસાર ગાથા-૧૨ અશુદ્ધિવાળી અશુદ્ધ સુવર્ણની અનેક વર્ણિકા છે. આ દષ્ટાંતનો ઉપનય અત્ર આ પ્રકારે વિચારવા યોગ્ય છે : આત્મા છે તે સોનું છે, આત્માની કર્મમલ અશુદ્ધિ તે સોનાનો મેલ છે, વ્યવહાર છે તે અગ્નિ છે, વ્યવહારના અંગભૂત તપસ છે તે અગ્નિતાપ છે, આ વ્યવહાર–અગ્નિતાપથી આત્મઅશુદ્ધિ દૂર થતાં થતાં આત્માની ઉત્તરોત્તર પક્વ-પરિણત: દશા થતી જવી તે પાકપરંપરા છે, સંપૂર્ણ આત્મ અશુદ્ધિ દૂર થઈ આત્માની પરમ પરિપક્વ શુદ્ધ જ્ઞાનદશા પ્રગટાવી તે પાકોત્તીર્ણપણું છે, ઉત્તરોત્તર વધતી જતી આત્મદશાવાળો વધતો જતો આત્મભાવ તે સોનાનો વધતો જતો વાન છે : કેવલ શુદ્ધ એક ગ્લાયક ભાવ સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવા કેવલ શુદ્ધોપયોગમય પરમ આત્મભાવની પ્રાપ્તિ તે સોનાનો સૌથી ઉંચો વાન છે. વ્યવહાર - અવલંબને એક આત્માના ઉત્તરોત્તર શુદ્ધિવાળા અનેક ભાવ પ્રગટવા તે અગ્નિતાપ અવલંબને એક સોનાના ઉત્તરોત્તર શુદ્ધિવાળા અનેક ભાવ પ્રગટવા બરાબર છે, જ્યાં લગી આત્માની અશુદ્ધિ છે, ત્યાં લગી શુદ્ધ નિશ્ચય તત્ત્વ સ્વરૂપ પ્રગટાવવાના લક્ષે તપસ્ રૂપ-વ્યવહાર રૂપ અગ્નિતાપની જરૂર છે, સમસ્ત આત્મ અશુદ્ધિ દૂર થયા પછી વ્યવહાર - અગ્નિતાપની જરૂર રહેતી નથી. આમ ઉપનય સમેત આ અદભુત દાંતની આટલી સ્પષ્ટતા પછી હવે આ આચાર્યવર્યની પરમાર્થગંભીર ભગવતી “આત્મખ્યાતિ ટીકાનો પરમાર્થ મર્મ સ્પષ્ટ સમજાશે. જેઓ “પયતના - છેવટના પાકથી “ઉત્તીર્ણ - પાર ઉતરી ગયેલ જાતિવંત શુદ્ધ સુવર્ણ સમા પરમ ભાવને અનુભવે છે, તેઓને પહેલી-બીજી વગેરે અનેક પયત પાકોનીર્ણ જાય “પાકપરંપરાથી” અર્થાત “પાકની” - અગ્નિતાપથી પકાવવાની પ્રક્રિયાની સવર્ણ સમો પરમ ભાવ પરંપરાથી - એક પછી એક એમ ઉત્તરોત્તર અનુક્રમબદ્ધ શ્રેણીથી “ પમાન” અનુભવનારને શુદ્ધનય જ - પાકી રહેલા સુવર્ણ જેવા “અપરમ ભાવોનું અનુભવનશૂન્યપણું' (મીઠું પ્રયોજનવાનું મૂકવાપણું) હોય છે, અનુભવન હોતું નથી. તેથી કરીને “શુદ્ધ દ્રવ્યનો આદેશ” - કથન કરવા વડે કરીને અખંડ અઅલિત એક સ્વભાવવાળો એક ભાવ સમ્યકપણે ઉદ્યોતિત - પ્રકાશિત કરતો શુદ્ધનય જ, સર્વથી ઉપરની એક પ્રતિવર્ણિકાના સ્થાને વર્તતો હોઈ, સર્વથા જાણવામાં આવતો સતો તે પરમ ભાવને સાક્ષાત્ અનુભવનારા પરમ ભાવદર્શીઓને “પ્રયોજનવાનું” - અત્યંત - પ્રબળ પ્રયોજનભૂત છે. અર્થાત્ જેમ ષોડશ વર્ણિકા રૂપ શુદ્ધ જાતિવંત સુવર્ણને અશુદ્ધતા દૂર કરવા માટેની અગ્નિ તાપજન્ય પાકપરંપરાનું કંઈ પણ પ્રયોજન રહેતું નથી અને ત્યાં અશુદ્ધિના ઉત્તરોત્તર અપગમ (દૂર થવા) પ્રમાણે પ્રગટતી વિવિધ વર્ણિકાનું અસ્તિત્વ પણ રહેતું નથી, કેવળ નિર્ભેળ નિર્મળ શુદ્ધ સુવર્ણનું જ અસ્તિત્વ હોય છે, તેમ શુદ્ધ એવા પરમ ભાવને જે સાક્ષાતુ અનુભવે છે, તેઓને અશુદ્ધિ દૂર કરવા માટે અત્યંત પ્રબળ પ્રયોજનભૂત - અનિવાર્યપણે પરમ આવશ્યક એવા પરમાર્થ સાધક વ્યવહારનું પણ પ્રયોજન રહેતું નથી અને અશુદ્ધિના અપગમ (દૂર થવા) પ્રમાણે પ્રગટતા વિવિધ અપરમ ભાવોનું અસ્તિત્વ પણ ત્યાં રહેતું નથી, કેવળ નિર્ભેળ નિર્મળ અભેદ શુદ્ધ અદ્વૈત એવા આત્મદ્રવ્યનું જ ત્યાં સાક્ષાત અનુભવને વર્તે છે. આમ જ્યાં પરભાવ - વિભાવનો લેશ પણ સ્પર્શ નથી એવા કેવળ શુદ્ધ આત્મદ્રવ્યને અનુભવનારા અર્થાતુ. શુદ્ધોપયોગરૂપ શુદ્ધ અનુભવ દશાને - શુદ્ધ ચારિત્રમય “જ્ઞાનદશા”ને પામેલા સમ્યગુદર્શી પુરુષોને આત્મદ્રવ્યનું મૂળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ દર્શાવનારો શુદ્ધનય જ (નિશ્ચયનય જ) શુદ્ધ સહાત્મસ્વરૂપમાં એકાગ્રતા - એકાગ્ર સ્થિરતા વિશેષે દઢીભૂત થવા અર્થે પરમ ઉપકારી હોઈ “પ્રયોજનવાનુ' અત્યંત પ્રબળ પ્રયોજનભૂત છે, અશુદ્ધ દ્રવ્યસ્વરૂપ દર્શાવનાર, છતાં આત્મઅશુદ્ધિ દૂર કરવા માટે “અગ્નિ સ્થાનીય’ - અગ્નિ જેવા પરમ ઉપયોગી ને પરમ ઉપકારી વ્યવહારનયનું તેઓને હવે કંઈ પ્રયોજન "जाव ण तवग्नितत्तं सदेहमूसाई णाणपवणेण | તાવ વત્તતં ગીવસુવઇvi સુવૂિડ '' - શ્રી દેવસેનાચાર્યજી કૃત આરાધનાસાર, ગા. ૧૦૦ “અર્થાતુ - સ્વદેહ-મૂષામાં જ્ઞાન-પવન વડે કરીને જ્યાં લગી તપ-અગ્નિથી તપ્ત થતું નથી, ત્યાં લગી કલંક જેણે ત્યજી દીધું છે એવું જીવ-સુવર્ણ નીવડતું નથી - નિષ્પન્ન થતું નથી. ૧૩૧
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy