SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૧૨ હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે.” - શ્રી હરિભદ્રાચાર્યજીએ પણ તેમના અષ્ટક ગ્રંથમાં પ્રકાશ્ય છે તેમ - ધારીવાલાત્રેિ ઘfસાધનસંસ્થિતિઃ અધિકારી વશે શાસ્ત્રમાં ધર્મ સાધનની સંસ્થિતિ - સમ્યક સ્થિતિ છે. આટલી સામાન્ય પ્રસ્તાવના કરી સમયસારની આ બારમી ગાથા અને તેની “આત્મખ્યાતિ ટીકાનો યત્ કિંચિત્ અર્થ-આશય અત્રે મધ્યસ્થ તત્ત્વગવેષક દૃષ્ટિથી વિચારશું. અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયોગાદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકતાદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે, અથવા શુષ્કશાની થવાનો વખત આવે છે.” “આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ન ઘટે આત્મજ્ઞાનની વાત એકાંતે કરવી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૯૪, ૬૪૩ નિશ્ચય ભૂતાર્થ છે અને વ્યવહાર અભૂતાર્થ છે, એટલે વ્યવહારનય અભૂતાર્થ હોઈ “પ્રત્યગુ આત્મદર્શીઓએ અનુસરવો યોગ્ય નથી એમ આગલી ગાથામાં કહ્યું, એટલે પરમભાવદર્દી માટે શહનયઃ વિધાન કાંઈ એકાંતિક નથી, પણ પ્રત્ય) આત્મદર્શીઓની અપેક્ષાએ હોઈ અને અપરમભાવસ્થિત માટે સાપેક્ષ છે, અને એટલે જ અત્ર સ્પષ્ટ કહ્યું છે - “કોઈ કોઈને કદાચિતું તે વ્યવહારનય પ્રયોજનવાનું (વ્યવહારનય) પણ પ્રયોજનવાનું છે' - “પવિત્ ઋવિત્ સૌs પ્રયોગનવાનું યતઃ' | કારણકે – “શુદ્ધ. શુદ્ધવેશ:' - “શુદ્ધ નય શુદ્ધ આદેશ કરનારો છે', અર્થાત્ શુદ્ધનય - નિશ્ચયનય આત્મવસ્તુનું - દ્રવ્યનું “શુદ્ધ - સર્વ અશુદ્ધિથી રહિત નિર્ભેળ નિર્મલ સ્વરૂપ “આદેશનારો” છે, ‘આ’ - તે નયની મર્યાદા પ્રમાણે પ્રશયથી “દેશનારો' - દર્શાવનારો - બતાવનારો છે. આવો શુદ્ધાદેશ શુદ્ધનય કોણે જાણવો યોગ્ય છે ? “જ્ઞાતવ્યો પરમાવશિfમ:' - “પરમ ભાવદર્શીઓએ જાણવો યોગ્ય છે', “પરમ” - રાગ-દ્વેષ-મોહાદિ સર્વ પરભાવ-વિભાવથી પર એવા ઉંચામાં ઉંચા - ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ (Highest & topmost) ભાવ’ને - વર્તમાન પર્યાયને તથારૂપ વર્તમાન શુદ્ધાત્માનુભૂતિમય શુદ્ધોપયોગ દશારૂપ આત્મભાવને “દર્શિઓએ” - દેખનારાઓએ - સાક્ષાત અનુભવપ્રત્યક્ષ કરનારાઓએ “જ્ઞાતવ્ય... - જાણવો યોગ્ય છે. અથવા તો છઠ્ઠી ગાથામાં “શુદ્ધ’ એવા જે જ્ઞાયક ભાવ કહ્યો તે પરમ પારિણામિક ભાવરૂપ “પરમ ભાવ'ના જે “દર્શી” - દેખનારા સાક્ષાત અનુભવપ્રત્યક્ષ કરનારા છે, તેઓએ જણવો યોગ્ય છે. (બન્નેનો પરમાર્થ એક જ છે.) આમ શુદ્ધાદેશ શુદ્ધનય જે શુદ્ધાત્માનુભૂતિમય શુદ્ધોપયોગ-દશાસંપન્ન પરમ ભાવદર્શીઓએ જાણવો યોગ્ય છે, તો પછી જેઓ પરમ નહિ એવા “અપરમ” ભાવમાં સ્થિત છે તેઓનું શું? - “જે તુ પર સ્થિત ભાવે, તેઓ તો “પુનઃ વ્યવહારદેશિત હોય', - “વ્યવહાશિત: પુન', વ્યવહારથી ઉપદેશ કરાય એવા હોય. અર્થાત “જેઓ અપરમ ભાવમાં સ્થિત છે? - ઉક્ત પરમ ભાવની દશા નહિં ૫ અનુકુષ્ટ - મધ્યમ - જઘન્ય આદિ અપરમ ભાવમાં વર્તે છે. તેઓ તો વ્યવહાર નયથી ઉપદેશાય છે. ઉંચામાં ઉંચા એવા પરમ ભાવથી હેઠલી અપરમ દશામાં વર્તનારા અધિકારીઓ માટે તો વ્યવહારનયનો ઉપદેશ યોગ્ય છે. આમ મૂળ ગાથાના અર્થ પરથી સ્પષ્ટ સમજાય છે કે પરમ ભાવદર્શી માટે શુદ્ધનય જ ઉપકારી છે અને અપરમભાવ સ્થિત માટે તો શદ્ધનય સાથોસાથ વ્યવહાર નય ઉપકાર અધિકારી વિશેષ પ્રમાણે નિશ્ચયનય - વ્યવહારનયનો ઉપદેશ પ્રયોજનભૂત છે અને તે સુવર્ણ શુદ્ધિના પ્રસિદ્ધ દાંત દ્વારા સાંગોપાંગ સુઘટમાનપણો અનન્ય અદૂભુત અનુપમ શૈલીથી વિવરી દેખાડી આત્મખ્યાતિ'. ટીકા કત પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષપણે અત્યંત પરિક્રુટ કર્યું છે, તે આ પ્રકારે - જેઓ “વ7 - ખરેખર / માત્ર વાચજ્ઞાનરૂપે કહેવા માત્ર નહિ પણ તથારૂપ શુદ્ધોપયોગમય આત્મદશાથી પરમાર્થ સપણે નિશ્ચય કરીને “ર્વતપોતીf” - પર્યત પાકોત્તીર્ણ, “પયતના” - છેવટના પાકથી ‘ઉત્તીર્ણ પાર ઉતરેલ “સત્ય સુવર્ણ સ્થાનીય' - ‘નાત્યહાર્વરસ્થાનીય’ - “જત્ય” - તિવંત શુદ્ધ સુવર્ણ સ્થાને રહેલ - જતિવંત સુવર્ણ સમા પરમ ભાવને અનુભવે છે - આત્માનુભવથી સંવેદે છે, ૧૨૯
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy